Janmashtami 2024 : જન્માષ્ટમીની ઉજવણી દરમિાન તમારા પ્લેલિસ્ટમાં બોલિવુડના આ ગીત સામેલ કરો
કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આજે એટલે કે, 26 ઓગસ્ટના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણના ભક્તો દુનિયાભરમાં છે અને આજના દિવસે તમામ કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે આપણે જન્માષ્ટમીની ઉજવણી માટે બેસ્ટ બોલિવુડ ગીત વિશે વાત કરીશું.
1 / 6
ભારતમાં, ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરવા દર વર્ષે 'દહી હાંડી' ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, આ ખુશીના દિવસની ઉજવણી માટે ઘણા તહેવારો, ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે દરેક વ્યક્તિ આ તહેવારને પોતાની રીતે ઉજવે છે, જન્માષ્ટમી-થીમ આધારિત બોલિવૂડ ગીતો ધમાલ મચાવે છે. ચાલો આજે જન્માષ્ટમીની ઉજવણી કરવા માટેના પાંચ સૌથી પ્રિય ગીતો પર એક નજર કરીએ.
2 / 6
આશુતોષ ગોવારીકર દિગ્દર્શિત ફિલ્મ 'લગાનઃ વન્સ અપોન અ ટાઈમ ઇન ઈન્ડિયા' (2001) જેમાં આમિર ખાન અને ગ્રેસી સિંઘ મુખ્ય ભૂમિકામાં છે, તેમાં "રાધા કૈસે ના જલે" ગીત રજૂ કરવામાં આવ્યું છે, ફિલ્મનું આ સુંદર ગીત એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે, જેના લિરિક્સ જાવેદ અખ્તરે લખ્યા છે અને કોરિયોગ્રાફી સ્વર્ગસ્થ સરોજ ખાને કરી છે. તે રાધા અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સંબંધને દર્શાવે છે અને તમારી પ્લેલિસ્ટમાં એક સુંદર ઉમેરો કરશે.
3 / 6
એક ગીત જે હંમેશા દરેકના પ્લેલિસ્ટમાં હોવું જોઈએ તે છે સલમાન ખાન અને સૂરજ બડજાત્યાના 'હમ સાથ સાથ હૈ' (1999)નું "મૈયા યશોદા". ભગવાન કૃષ્ણની માતાને સમર્પિત આ મોહક અને સુંદર ગીત તમે જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન વગાડી શકો છો.
4 / 6
વિવેક ઓબેરોય અને ઈશા શરવાની અભિનીત ફિલ્મ 'કિસનાઃ ધ વોરિયર પોએટ' (2005) નું સૌથી વધુ પસંદ કરાયેલ ગીત "વો કિસના હૈ" યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇસ્માઇલ દરબાર અને સુખવિંદર સિંઘ દ્વારા રચિત, એસ. શૈલજા અને ઈસ્માઈલ દરબાર દ્વારા ગવાયેલું આ ગીત ખુબ સુંદર છે.
5 / 6
'OMG-ઓહ માય ગોડ' (2012) નું મજેદાર અને સેલિબ્રેટરી ટ્રેક "ગો ગો ગોવિંદા" એ એક એવું ગીત છે જે તમને ધૂન પર ગમશે. ગીતથી માંડીને કંપોઝિશન અને સોનાક્ષી સિંહા અને પ્રભુ દેવાનો ફૂટ-ટેપિંગ ડાન્સ આજે તમારે પ્લેલિસ્ટમાં સામેલ કરી શકો છો.
6 / 6
આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા અભિનીત 'ડ્રીમ ગર્લ' (2019) નું વ્યાપકપણે લોકપ્રિય ગીત "રાધે રાધે" તહેવારની ઉજવણી માટે સુંદર ગીત છે. આ ગીત ભગવાન કૃષ્ણને સમર્પિત છે, અને ગોકુલની થીમ જેવું જ છે,