IRCTC Chardham Yatra Package : મમ્મી-પપ્પાને કરાવો ચારધામની યાત્રા, અમદાવાદથી ફ્લાઈટમાં કરી શકશે મુસાફરી

|

May 22, 2024 | 12:23 PM

આઈઆરસીટીસીનું આ સ્પેશિયલ ટુર પેકેજ ચારધામ યાત્રા માટે છે. જેમાં તમે ગંગોત્રી, ગુપ્તકાશી, બદ્રીનાથ,હરિદ્રાર, જાનકી ચટ્ટી, ઉત્તરકાશી, યમુનોત્રી, કેદારનાથ, રુદ્રપ્રયાગની યાત્રા કરી શકો છો. આ ટુર પેકેજમાં તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા આપવામાં આવશે.

1 / 5
દર વર્ષે ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. 10 મેથી શરુ થયેલી આ ચારધામ યાત્રામાં અત્યારસુધી લાખો શ્ર્દ્ધાળુઓએ યાત્રા પુરી કરી લીધી છે. જો તમે પણ આ ચારધામ યાત્રાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે આઈઆરસીટીસીનું પેકેજ બેસ્ટ રહેશે.

2 / 5
 તમે આઈઆરસીટીસીના પેકેજ દ્વારા તમારા મમ્મી-પપ્પાને ચારધામની યાત્રા કરાવી શકો છો. તમે આ ટુર પેકેજમાં ચાર ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથની યાત્રા કરી શકો છો.

3 / 5
આઈઆરસીટીસીનું ટુર પેકેજ 11 રાત અને 12 દિવસનું છે. આ પેકેજની શરુઆત 4 જૂનથી અમદાવાદથી શરુ થશે. આ પેકેજમાં તમને ફ્લાઈટ દ્વારા અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવશે. ત્યારબાદ દિલ્હીથી આગળ રોડ એટલે કે, બસ કે પછી કોઈ ગાડીમાં આગળના પ્રવાસ પર લઈ જવામાં આવશે.

4 / 5
હવે આપણે આ ટુર પેકેજના ચાર્જની વાત કરીએ તો તમારે આ માટે સિંગલ બુકિંગ માટે 94,400 રુપિયાનો ચાર્જ આપવો પડશે. જો ડબલ શેરિંગ છે તો 63,900 રુપિયા અને ટ્રિપલ શેરિંગમાં 58,100 રુપિયાનો ચાર્જ થશે.

5 / 5
જો તમે તમારા પરિવાર માટે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.