Swiss Bankમાં ભારતીયોનું નાણું ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું, રકમ 70% ઘટીને 9771 કરોડ થઈ

|

Jun 21, 2024 | 7:46 AM

Swiss Banks : સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંકના વાર્ષિક ડેટા દર્શાવે છે કે ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા સ્વિસ બેંકોમાં સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલ નાણાં 70 ટકા ઘટીને 2023માં 1.04 અબજ સ્વિસ ફ્રેંક એટલેકે રૂપિયા 9,771 કરોડના નીચલા સ્તરે પહોંચ્યા છે.

1 / 6

2 / 6
સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોના કુલ ભંડોળમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. 2021માં તે 3.83 બિલિયન ફ્રેંકની 14 વર્ષની ટોચે પહોંચી હતી. આ ઉપરાંત ભારતની અન્ય બેંક શાખાઓ મારફત ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને ભંડોળમાં થાપણોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

3 / 6
આ સ્વિસ નેશનલ બેંક (SNB) ને બેંકો દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા છે અને તે સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા બહુચર્ચિત કાળા નાણાની સંખ્યા દર્શાવતા નથી. આ આંકડાઓમાં ભારતીયો, NRIs અથવા અન્ય લોકોના ત્રીજા દેશની સંસ્થાઓના નામે સ્વિસ બેંકોમાં રહેલા નાણાંનો પણ સમાવેશ થતો નથી.

4 / 6
સ્વિસ નેશનલ બેંકે તેના ડેટામાં જણાવ્યું છે કે તેની પાસે 2023ના અંતે 1,039.8 મિલિયન સ્વિસ કરન્સી ફ્રેંકની ભારતીયોની કુલ જવાબદારીઓ છે. બેંકે તેને કુલ જવાબદારીઓ અથવા બાકી રકમ તરીકે ઓળખાવી છે.

5 / 6
બેંક અનુસાર, આ રકમમાં ગ્રાહકની થાપણોના રૂપમાં 310 મિલિયન ફ્રેંક, અન્ય બેંકો દ્વારા 427 મિલિયન ફ્રેંક, ટ્રસ્ટ દ્વારા 10 મિલિયન ફ્રેંક અને બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય સાધનોના રૂપમાં 302 મિલિયન ફ્રેંકનો સમાવેશ થાય છે.

6 / 6
SNB ડેટા અનુસાર વર્ષ 2006માં  કુલ રકમ લગભગ 6.5 બિલિયન સ્વિસ ફ્રેંકની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી જે પછી તે 2011, 2013, 2017, 2020 અને 2021 સહિત કેટલાક વર્ષો સિવાય મોટાભાગે ઘટાડાના ટ્રેન્ડ પર રહી છે.

Next Photo Gallery