
તમે 1900 પર મેસેજ મોકલતા જ તમને એક મેસેજ આવશે, આ મેસેજમાં તમને એક યુનિક પોર્ટ કોડ મળશે, તમને એક્સપાયરી ડેટ સાથે આ UPC કોડ પણ મળશે. આ કોડ સાથે તમારે તમારા ઘરની નજીકના Jio સ્ટોર પર જવું પડશે. માત્ર કોડ જ નહીં પરંતુ તમારે એડ્રેસ પ્રૂફ, આધાર કાર્ડ અને આઈડી પ્રૂફ પણ સાથે રાખવા પડશે, તો જ તમને Jio કંપનીનું સિમ મળશે.

તમે દસ્તાવેજોની ફોટો કોપી અને કોડ સબમિટ કરો કે તરત જ પોર્ટ પ્રક્રિયા શરૂ થઈ જશે. નવો નંબર સક્રિય થવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ નોંધ લો કે જ્યાં સુધી તમારો Jio નંબર સક્રિય ન થાય ત્યાં સુધી તમારો Vi નંબર સક્રિય રહેશે. Jio નંબર એક્ટિવેટ થતાં જ Vi કંપનીનું સિમ કામ કરવાનું બંધ કરી દેશે.
Published On - 2:27 pm, Sat, 22 March 25