ICCએ T20 બોલરોની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં વરુણ ચક્રવર્તીએ એક, બે કે 10 નહીં પરંતુ 25 ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. અને આમ કરીને તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના ટોપ 5 બોલરોમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
વરુણ ચક્રવર્તી લેટેસ્ટ ICC T20 રેન્કિંગમાં પાંચમાં નંબર પર આવી ગયો છે. તેના 679 રેટિંગ પોઈન્ટ છે. ટોપ 5માં સામેલ ભારતનો તે એકમાત્ર બોલર છે.
જો ટોપ-10ની વાત કરીએ તો, વરુણ ચક્રવર્તી સિવાય T20 બોલરોની ICC રેન્કિંગમાં અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈના નામ પણ સામેલ છે. અર્શદીપ સિંહ નવમા સ્થાને છે. જ્યારે રવિ બિશ્નોઈ ICCની તાજેતરની રેન્કિંગમાં 10માં નંબર પર છે.
T20 બોલરોની ICCની નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ 718 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન છે. વેસ્ટ ઈન્ડિઝનો અકીલ હુસૈન 707 રેટિંગ પોઈન્ટ સાથે બીજા, શ્રીલંકાનો વાનિન્દુ હસરાંગા 698 પોઈન્ટ સાથે ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા 694 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. T20 બોલરોની ICC રેન્કિંગમાં સ્પિનરોનું વર્ચસ્વ છે.
વરુણ ચક્રવર્તી સિવાય અન્ય એક ભારતીય ખેલાડીની ICC રેન્કિંગમાં ઉછાળો આવ્યો છે. તિલક વર્મા T20 બેટ્સમેનોની ICC રેન્કિંગમાં 832 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજાથી બીજા સ્થાને પહોંચી ગયો છે.
હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન છે. રાજકોટ T20માં ભારતની હાર બાદ હાર્દિક પંડ્યાની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તેમ છતાં તે ICC રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. (All Photo Credit : PTI)
Published On - 4:13 pm, Wed, 29 January 25