હરમનપ્રીત કૌરની શાનદાર ઈનિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે રોમાંચક જીત અપાવી
દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ ગુજરાતને 7 વિકેટે હરાવ્યું હતું. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈએ અત્યંત રોમાંચક મુકાબલામાં જીત મેળવી આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થનાર પહેલી ટીમ બની હતી. જ્યારે ગુજરાત લગભગ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જ ગયું છે.
1 / 5
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ ગુજરાતને 7 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને જીતવા 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનેન સામે મુંબઈની ટીમે અંતિમ ઓવરમાં હાંસલ કરી યાદગાર જીત મેળવી હતી.
2 / 5
કેપ્ટન હરમનપ્રીત કૌરના 95 અને યસ્તિકા ભાટિયાના 49 રનની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 138 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં સાયકા ઈશાકએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
3 / 5
આજની મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા કેપ્ટન બેથ મૂનીના 66 અને હેમલતાના 74 રનની મદદથી 190 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ગુજરાતની ગાર્ડનર, શબનમ શકીલ અને કંવરે એક-એક વિકેટ લીધી હતી.
4 / 5
હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનની સાતમી મેચમાં પાંચમી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો કેપ્ટન હરમનપ્રીત કૌર રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.
5 / 5
મુંબઈ ઈન્ડિયન્સ આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે, સાથે જ આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થનાર પહેલી ટીમ બની ગઈ છે, જ્યારે ગુજરાત આ હાર સાથે લગભગ બહાર થઈ ગઈ છે.