ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ અત્યાર સુધી ખાસ સાબિત થઈ છે. તે આ સીરિઝમાં ટી20 ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ બોલર બન્યો છે. હવે આ બોલરની નજર પાકિસ્તાનના ખેલાડીના વર્લ્ડ રેકોર્ડ પર છે. જેનાથી માત્ર 2 વિકેટ દુર છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાશે. અર્શદીપ સિંહે અત્યારસુધી આ સીરિઝમાં 2 મેચમાં 3 વિકેટ લીધી છે. રાજકોટમાં જો તે હજુ 2 વિકેટ લઈ લે છે. તો તે આ ફોર્મેટમાં વિકેટની સદી પુરી કરી લેશે. સાથે અર્શદીપ સિંહ પાકિસ્તાનના ઓલરાઉન્ડર હારિસ રાઉફનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાંખશે.
હારિસ રાઉફે પાકિસ્તાન માટે 79 ટી20 મેચમાં 110 વિકેટ લીધી છે. તેમણે પોતાના કરિયરમાં 100 ટી20 વિકેટ 71 મેચમાં લીધી છે.અર્શદીપ સિંહ 62 મેચમાં 98 વિકેટ લઈ ચૂક્યો છે. રાજકોટમાં જે તે 2 વિકેટ લે તો ટી20માં સૌથી ઓછી ઈનિગ્સમાં 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની જશે અને હારિસ રાઉફનો રેકોર્ડ તોડશે.
અર્શદીપ પહેલા ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે. તેમણે સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ પાછળ છોડ્યો છે.અર્શદીપ ભારતીય ટીમને વર્લ્ડ કપ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અર્શદીપ સિંહે 2024માં 18 મેચમાં 36 વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સીરિઝમાં ટીમ ઈન્ડિા પહેલા જ 2-0થી આગળ છે. ભારતની નજર હવે સીરિઝ કબ્જે કરવા પર છે.
Published On - 11:41 am, Tue, 28 January 25