બોલિવુડના એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ ફરી એક વખત ખતરો કે ખેલાડી શો લઈને આવી રહ્યા છે. તેનો સ્ટંટમેન રિયાલિટી શો ખતરો કે ખેલાડી 14 હાલમાં ચર્ચામાં છે. સૌ કોઈ જાણવા માંગે છે કે, આ વખતે કયા ખેલાડી આ શોમાં ભાગ લેશે,
તમને જણાવી દઈએ કે, ખતરો કે ખેલાડી 14માં ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ, સુમોના ચક્રવર્તી, અભિષેક કુમાર, કરણ વીર મહેરા, નિમૃત કૌર આહુવાલિયા, શાલીન ભનૌટ, નિયતિ ફતનાની, આશિષ મેહરોત્રા, આદિતિ શર્મા, ગશમીર મહાજાની અને શિલ્પા શિંદે જોવા મળશે.
આ તમામ સ્પર્ધકો હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા. કપિલ શર્મા શોમાં કોમેડિયનની પત્ની બની સૌને હસાવનારી સુમોન ચક્રવર્તી પણ આ શોમાં જોવા મળશે.
ટીવીની સૌથી પોપ્યુલર અભિનેત્રી અદિતિ શર્માએ પણ પોતાના ગ્લેમર્સનો તડકો લગાવ્યો હતો. ખતરો કે ખેલાડીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અદિતિએ સૌનું દિલ જીતી લીધું હતુ.
ઈમલીનો ફેમસ સ્ટાર ગશ્મીર મહાજાની પણ ખતરો કે ખેલાડી સીઝન 14માં પોતાની સ્ટાઈલ અને ડેશિંગ અંદાજમાં જોવા મળ્યો હતો.
અભિનેતા કરણ વીર મહેરા પણ ખતરો કે ખેલાડી સીઝ 14માં ભાગ લેવા જઈ રહ્યો છે. આ પહેલા અભિનેતાના પર્સનલ લાઈફની પણ ખુબ ચર્ચાઓ થઈ હતી.
અનુપમા સિરીયલમાં તોષુનું પાત્ર નિભાવનાર અભિનેતા આશીષ મેહરોત્રા પણ રોહિત શેટ્ટીના શો દરમિયાન જોવા મળશે. આ માટે અભિનેતા ખુબ જ ખુશ છે.
અભિનેત્રી નિયતિ ફતનાની પણ રોહિત શેટ્ટીના સ્ટંટ શોમાં ભાગ લેવા જઈ રહી છે.
શાલીન ભનૌટ આ વખત રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડીમાં સ્ટંટ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 16 બાદ શાલીનને આ શો માટે ઓફર થઈ હતી પરંતુ અભિનેતાએ શોને રિજેક્ટ કર્યો હતો.
ટીવી સિરીયલ અને બિગ બોસ ફેમ નિમૃત કૌર આહુવાલિયા છેલ્લે બિગ બોસ 16માં જોવા મળી હતી. હવે સ્ટાર ખતરો કે ખેલાડી 14માં રમતી જોવા મળશે.
ઉડરિયા અને બિગ બોસ સીઝન 17 ફેમ અભિષેક કુમાર ખતરો કે ખેલાડીમાં સામેલ થવા જઈ રહ્યો છે. બિગ બોસના 3 સ્ટાર ખેલાડી ખતરો કે ખેલાડીમાં જોવા મળશે.
બોલિવુડ સ્ટાર જેકી શ્રોફ અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ રોહિત શેટ્ટીના શોમાં સ્ટંટ કરતી જોવા મળશે.