પ્રકાશ રાજની પ્રોફેશનલ લાઈઉ ખુબ સુંદર છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચઢાવ ભરી રહી છે. 45 વર્ષની ઉંમરે તેનાથી 13 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા છે.
આજે આપણે ફિલ્મના એક એવા વિલન વિશે વાત કરીશું, જેની ફિલ્મો જોવી ચાહકોને ખુબ પસંદ આવે છે
સાઉથની ફિલ્મોમાં તમે આ અભિનેતાને અલગ અલગ રોલમાં જોયો હશે પરંતુ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તેની ઓળખ એક વિલનના રોલ તરીકે જાણીતી છે. તેના આ રોલમાં ચાહકો ખુબ પસંદ પણ કરે છે.
આજે આપણે પ્રકાશ રાજના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે વાત કરીશું. પ્રકાશ રાજનું રિયલ નામ પ્રકાશ રાય છે. પ્રકાશ રાજ કન્નડ પરિવારમાંથી આવે છે. તેનો ભાઈ પણ ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલો છે.
પ્રકાશ રાજ નાનપણથી જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતા હતા. પ્રકાશ રાજે કન્નડ ફિલ્મથી કિયરની શરૂઆત કરી છે અને આજે અલગ-અલગ ફિલ્મમાં કામ કરે છે.
પ્રકાશ રાજે સાઉથમાં તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાની અંદાજે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રિપોર્ટ મુજબ પ્રકાશ રાજ હંમેશા સપોર્ટિંગ અભિનેતા કે પછી વિલનના પાત્રમાં ફિલ્મોમાં જોવા મળે છે.
પ્રકાશ રાજે 1994માં અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 દીકરીઓ મેધના અને પુજા અને એક દીકરો સિદ્ધુ હતો, જેનું 2004માં પતંગ ચગાવતી વખતે પડી જવાથી મૃત્યું થયું હતુ.
2009માં પ્રકાશ રાજ અને લલિતા કુમારીએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ પ્રકાશ રાજે 24 ઓગસ્ટ 2010ના રોજ કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા. 2015માં તેમના ઘરે દીકરા વેદાંતનો જન્મ થયો.પોની વર્મા પ્રકાશ રાજથી 13 વર્ષ નાની છે.
પ્રકાશ રાજનો જન્મ 26 માર્ચ 1965ના રોજ બેંગ્લોરમાં થયો હતો.તેમના ભાઈ પ્રસાદ રાજ છે, જે એક અભિનેતા પણ છે. તેમણે સેન્ટ જોસેફ ઇન્ડિયન હાઇ સ્કૂલમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને સેન્ટ જોસેફ કોલેજ ઓફ કોમર્સબેંગ્લોરમાં જોડાયા હતા.
પ્રકાશ રાજના પિતા હિન્દુ છે અને તેમની માતા રોમન કેથોલિક છે, પ્રકાશ રાજે ફિલ્મોમાં વિલનની એક મોટી છબી ઉભી કરી છે.તેમના ચાહકો પણ ખુબ મોટી સંખ્યામાં છે.
તમને જણાવી દઈએ કે, પ્રકાશ રાજે બૉલીવુડ ફિલ્મ શક્તિ:ધ પાવર (2002) થી ડેબ્યુ કર્યું હતુ.
ત્યારબાદ ખાખી 2004માં જોવા મળ્યા હતા. ફિલ્મ વોન્ટેડથી પ્રકાશ રાજે બોલિવુડમાં પોતાની ધાક જમાવી દીધી. ત્યારબાદ તેમણે અનેક બોલિવુડની ફિલ્મોમાં કામ કર્યું છે.
પ્રકાશ રાજે 'સિંઘમ', 'દબંગ 2', 'હીરોપંતી' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.વિલન બની બોલિવુડમાં ખુબ મોટું નામ કમાયું છે.થિયેટરમાં કામ કરવા માટે તેમને મહિનામાં 300 રૂપિયા મળતા હતા.
સપ્ટેમ્બર 2017માં તેમના મિત્ર ગૌરી લંકેશની હત્યાની ઘટના બાદ પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર #justasking હેશટેગ સાથે સક્રિય રાજકીય ચળવળ શરૂ કરી હતી. તેમણે 2019માં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા મતવિસ્તાર માંથી ચૂંટણી લડી હતી. પ્રકાશ રાજ આ ચૂંટણીમાં ચૂંટણી હારી ગયા હતા.
Published On - 7:07 am, Thu, 27 March 25