Happy Birthday Prabhas : આ 5 ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે પ્રભાસ, મેકર્સે પાણીની જેમ 2100 કરોડ ખર્ચ્યા
પૈન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. બાહુબલી આજે 45 વર્ષના થયા છે. તો આજે આપણે તેની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો જેની પાછળ મેકર્સે 2100 કરોડ રુપિયા ખર્ચ્યા છે.
1 / 8
ચેન્નાઈમાં જન્મેલા પૈન ઈન્ડિયા સ્ટાર પ્રભાસે પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. હવે દુનિયાભરમાં પ્રભાસનું નામ છવાય ચૂક્યું છે. બાહુબલી, બાહુબલી 2, સાલાર અને કલ્કિ 2898 એડી જેવી બોક્સ ઓફિસ્ બ્લોકબસ્ટર ફિલ્મોની સાથે તેમણે બોલિવુડમાં પણ તેનું સ્થાન મજબુત કરી લીધું છે. તેને એક્ટિંગના પાવર હાઉસ કહેવામાં આવે છે.
2 / 8
આજે આપણે વાત કરીશું પ્રભાસની અપકમિંગ ફિલ્મો વિશે. પ્રભાસની તમામ ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થાય છે. તેના પર નિર્માતાઓ પણ પૈસા ખર્ચવામાં કાંઈ બાકી રાખતા નથી.45 વર્ષના અભિનેતા પાસે હાલમાં ફિલ્મનું લાંબુ લિસ્ટ છે.
3 / 8
સાલાર 2 એક હાઈ વોલ્ટેજ એક્શન ડ્રામા ફિલ્મ છે, જેને પ્રશાંત નીલે લખી છે અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે સાથે પૃથ્વીરાજ સુકુમાર, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ પણ છે. આ ફિલ્મનું બજેટ 360 કરોડ છે.
4 / 8
સ્પિરિટ બોલિવુડની ફિલ્મ છે જેને આવવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ. કારણ કે, પ્રભાસ પોતાના કરિયરમાં પહેલી વખત નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા સાથે મળીને કામ કરી રહ્યા છે. તેનું બજેટ 320 કરોડ રુપિયા છે.
5 / 8
નિર્માતાઓ અનુસાર પ્રભાસની અપકમિંગ ફિલ્મ 1940ના સેટ ઐતિહાસિક ફિક્શન છે. વિશાલ ચંદ્રશેખર દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલી આ અપકમિંગ ફિલ્મમાં સુદીપ ચેટર્જી સિનેમેટોગ્રાફી કરી છે અને કોટાગિરી વેંકટેશ્વર રાવે સંપાદક કર્યું છે,
6 / 8
ધ રાજા સાબ મારુતિ દ્વારા નિર્દેશિત એક આગામી રોમેન્ટિક કોમેડી હોરર ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે નિધિ અગ્રવાલ અને માલવિકા મોહનન મુખ્ય ભૂમિકામાં છે.
7 / 8
કલ્કિ 2898 એડી 27 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની લીડ રોલવાળી આ ફિલ્મની સીકવલ શાનદાર હશે. જેનું શૂટિંગ ફ્રેબુઆરી 2025માં શરુ થશે ,700 કરોડના બજેટમાં આ ફિલ્મ બની રહી છે.
8 / 8
આ વર્ષ પ્રભાસ માટે સફળ સાબિત થયું છે. તેની ફિલ્મોએ દુનિયાભરમાં 1042.25ની કમાણી કરી છે. હવે પ્રભાસની પાસે 5 શાનદાર ફિલ્મનું લાઈનઅપ છે, આ પાંચ મેગા ફિલ્મો પર મેકર્સે 2100 કરોડ રુપિયાનો દાવ રમ્યો છે. તેનો કોઈ પણ ફિલ્મ 300 કરોડના બજેટથી નીચી નથી. એક ફિલ્મ તો 700 કરોડથી વધુના બજેટની છે.