
પરિવારના અન્ય સભ્યોના લુકની વાત કરીએ તો નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાએ નારંગી રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ સંદર લુક આપી રહી છે.

આ સાથે અંબાણીની દીકરી ઈશા અંબાણી શોર્ટ વન પીસમાં જોવા મળી હતી, ચમકદાર વન પીસ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી.

નીતા અંબાણીના લુકની વાત કરીએ તો તેણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. જેમાં તેણી ખૂબ યંગ લાગી રહી છે.

NMACC Art Cafe Preview Night માં અંબાણી પરિવારની મહિલાઓનો લુક વાયરલ થયો છે. આ ઇવેંટ દરમ્યાન આખા પરિવારે એકસાથે પોઝ આપ્યો અને તસવીરો પડાવી હતી.

એકસાથે આખો પરિવાર ખુશ અને ઉત્સાહિત દેખાતો હતો. શાહરૂખ ખાનથી માંડી કેટરીના કૈફ જેવા અનેક સ્ટાર્સ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.