1981માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ 'ક્રાંતિ'ની બોક્સ ઓફિસ પર લગભગ 6 કરોડ ટિકિટો વેચાઈ હતી. દિલીપ કુમાર, મનોજ કુમાર, શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની, પરવીન બાબી, સારિકા, નિરુપા રોય અને પ્રેમ ચોપરા સ્ટારર, આ ફિલ્મનું નિર્દેશન મનોજ કુમારે કર્યું હતું અને તે યુગની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ હતી.