
BSNLના આ પ્લાનની વેલિડિટી 6 મહિના એટલે કે 180 દિવસની છે. જેમાં દરરોજ 100 SMS અને અનલિમિટેડ કૉલ્સ ઓફર કરવામાં આવે છે. ગ્રાહકો દેશમાં કોઈપણ નંબર પર અમર્યાદિત કૉલિંગનો આનંદ લઈ શકે છે. આ સિવાય વેલિડિટી દરમિયાન કુલ 90GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ મર્યાદા પૂરી થયા પછી, 40Kbpsની ઝડપે ડેટા એક્સેસ કરી શકાય છે. જેની કિંમત 897 રુપિયા છે.

આ સિવાય કંપની પાસે બીજો પણ એક પ્લાન છે જે રુ 1000ની અંદર આવે છે. જેમાં તમને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે, આ પ્લાન અમર્યાદિત ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા સાથે આવે છે. આ BSNL પ્લાનમાં ડેટા ઉપરાંત કોલિંગ અને SMS, Zing Music, BSNL Tunes, WOW એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ લાભો ઉપલબ્ધ છે.

આ બન્ને પ્લાન ખુબ જ સસ્તા છે આથી જો તમે તેનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો BSNLની વેબસાઈટ પર જઈ રિચાર્જ કરી શકો છો.