Gujarati NewsPhoto gallery23 years of parliament attack president murmu pm modi and rahul gandhi pay tribute to martyred soldiers
સંસદ હુમલાના 23 વર્ષ : રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
સંસદ પર હુમલાને આજે 13 ડિસેમ્બરના રોજ 23 વર્ષ પૂર્ણ થયા છે. આતંકવાદી ઘટનાને લઈને શહીદ થયેલા જવાનોને આજે સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને તમામ વિપક્ષી નેતાઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
13 ડિસેમ્બર 2001ની સવારે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ સંકુલ પર હુમલો કર્યો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા
5 / 6
લોકસભામા વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ પણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો અને સંસદના કર્મચારીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાજલિ અર્પી હતી.
6 / 6
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ઘનખરે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.