PM Modi On Election: “અમે લોકશાહીના સૌથી મોટા તહેવાર માટે તૈયાર છીએ…”, લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીનું પહેલું ટ્વિટ

543 બેઠકો માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. 18મી લોકસભાની રચના માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે

PM Modi On Election: અમે લોકશાહીના સૌથી મોટા તહેવાર માટે તૈયાર છીએ..., લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીનું પહેલું ટ્વિટ
Follow Us:
| Updated on: Mar 16, 2024 | 8:44 PM

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. 18મી લોકસભાની રચના માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચની આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ: PM મોદી

PM મોદીએ ટ્વિટર પર લખ્યું, “લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે! ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. અમે (BJP-NDA) ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તમામ ક્ષેત્રોમાં સુશાસન અને સર્વિસ ડિલિવરીના પોતાના ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે સરકાર હવે મતદારોના નિર્ણયને પ્રભાવિત કરી શકે તેવો કોઈ નીતિગત નિર્ણય લઈ શકશે નહીં.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 543 બેઠકો માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો, 26 એપ્રિલે બીજા તબક્કામાં 89 બેઠકો, 7 મેના રોજ ત્રીજા તબક્કામાં 94 બેઠકો, 13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો, 20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે.

અમારી કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે: મુખ્ય ચૂંટણી કમિશનર

ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે, અમે ભારતીય લોકશાહીના સૌથી મોટા ઉત્સવ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમારું વચન રાષ્ટ્રીય ચૂંટણી એવી રીતે કરાવવાનું છે કે ભારત વૈશ્વિક સ્તરે ગૌરવ અનુભવે.

ચૂંટણી પંચે કહ્યું કે દેશમાં 97 કરોડ નોંધાયેલા મતદારો છે, 10.5 લાખથી વધુ મતદાન મથકો છે, 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. કુલ મતદારોમાં 49.7 કરોડ પુરૂષો, 47.1 કરોડ મહિલાઓ અને 48 હજાર ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. પ્રથમ વખત મતદાન કરનાર આવા મતદારોની સંખ્યા 1.8 કરોડ છે.

તેમણે કહ્યું કે અમારી મતદાર યાદીમાં 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ અને 100 વર્ષથી વધુ ઉંમરના 2.18 લાખ મતદારોનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં મતદાર જાતિ ગુણોત્તર 948 છે, જેમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધુ છે. દેશભરમાં 85 વર્ષથી વધુ ઉંમરના અને વિકલાંગ વ્યક્તિઓ માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: Video: ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ, 5 બેઠકો પર 7મી મેના રોજ મતદાન

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">