Video: ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ, 5 બેઠકો પર 7મી મેના રોજ મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. હાલમાં જ વર્તમાન ધારાસભ્યોના રાજીનામાને કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. પંચે વિસાવદર બેઠકનો સમાવેશ કર્યો નથી.

| Updated on: Mar 16, 2024 | 8:05 PM

કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી સાથે રાજ્યની વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ છ બેઠકો ખાલી છે, પરંતુ ચૂંટણી પંચે જૂનાગઢની વિસાવદર બેઠક સિવાયની પાંચ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરી છે. આ બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે.

7 મેના રોજ મતદાન થશે

પંચના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારોના નામાંકન પત્રોની ચકાસણી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે. આ પછી 22મી એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ પછી, લોકસભા ચૂંટણીની સાથે 7 મેના રોજ આ પાંચ બેઠકો માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતની આ વિધાનસભા બેઠકો ધારાસભ્યોના રાજીનામાના કારણે ખાલી પડી છે.

વિસાવદરમાં ચૂંટણી નહીં

જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી નથી. તેની પાછળનું કારણ એ છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ સીટ જીતી હતી. આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

આવી સ્થિતિમાં કોર્ટે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી નથી, જોકે AAPમાંથી જીતેલા ભૂપત ભાયાણી હવે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના રાજીનામાને કારણે રાજ્યમાં ચાર બેઠકો, AAPની 1 અને અપક્ષની 1 બેઠક ખાલી પડી છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 Opinion Poll: PM મોદીના રાજ્યનો શું કહે છે ઓપિનિયન પોલ ? કોણ કેટલી સીટ પર મારશે બાજી

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">