હવે ખોટો ફોન કર્યો તો આવી બનશે, આ સજા ઉપરાંત આટલા કરોડ સુધીનો થશે દંડ

હવે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ, આવું કરનારાઓને નો ફ્લાઈટ લિસ્ટમાં મૂકવામાં તો આવશે જ, તેની સાથેસાથે ભારે આકરો દંડ પણ ફટકારવામાં આવશે.

હવે ખોટો ફોન કર્યો તો આવી બનશે, આ સજા ઉપરાંત આટલા કરોડ સુધીનો થશે દંડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2024 | 3:01 PM

એરલાઇન્સ અને એરપોર્ટને બોમ્બની ધમકી આપતા નકલી કોલ કરનારા બદમાશોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવશે. આની સાથે સાથે આવા ખોટા ફોન કરીને તંત્રને હેરાન પરેશાન કરનારા પર 1 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. જો કોઈ સંસ્થાને બોગસ ધમકીઓ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે, તો તેવી સંસ્થાને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નકલી કોલની શ્રેણી બાદ આકરા દંડની જોગવાઈ કરવા એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો 2023માં સુધારો કર્યો છે. આ ફેરફાર કરવા પાછળનું કારણ, આ વર્ષે મોટી સંખ્યામાં એરપોર્ટ કે એરલાઈન્સને આપવામાં આવેલી બોગસ બોમ્બની ધમકીઓ છે. સમયાંતરે આવી અફવાઓ ફેલાવવાથી વિમાનમાં મુસાફરી કરનારા તેમજ એરપોર્ટ પરના તંત્રને ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડે છે અને તેનાથી લોકોમાં ભય અને ગભરાટનો માહોલ પણ સર્જાય છે.

સુરક્ષા માટે નિર્ણય લઈ શકાય

આ માટેનું નવુ નોટિફિકેશન, ગત 9 ડિસેમ્બરે જ બહાર પાડવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમોમાં સુધારો કરીને, બે નવા પગલાંની જોગવાઈ કરવામાં આવી છે અને આ નિયમો હવેથી અમલમાં આવ્યા છે. 29A એરક્રાફ્ટમાં પ્રવેશના અનામત અધિકારો પ્રદાન કરે છે. ડાયરેક્ટર જનરલ (BCAS)ના જણાવ્યા અનુસાર, જો તે સંતુષ્ટ હોય કે સુરક્ષાના હિતમાં આવું કરવું જરૂરી છે, તો તે આવી કોઈપણ વ્યક્તિને પ્રવેશ નકારી શકે છે.

Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?

આ માટે આવી સૂચનાઓ લેખિત સ્વરૂપે પણ જાહેર કરી શકાય છે. સામેલ નિયમ 30A જણાવે છે કે, ખોટી માહિતી ફેલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ ફ્લાઇટ અથવા એરપોર્ટ પર નાગરિકોની સુવિધા અને સલામતીને જોખમમાં મૂકે તેવું કંઈપણ કરી શકે નહીં.

2024ના વર્ષમાં એક હજારથી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ આપવામાં આવી હતી. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ધમકીઓ હોક્સ કોલ અને મેસેજ દ્વારા મળી છે. આ કારણે, વિમાની સેવા મોડી પડવા, મુસાફરોને શારિરીક અને માનસિક ત્રાસ સહન કરવા અને એરપોર્ટ પરના તંત્રની હેરાનગતિ વગેરેને ધ્યાને લઈને નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી આવા ખોટા સંદેશાઓના જોખમોને ઘટાડી શકાય અને તેના સંપૂર્ણપણે દૂર કરી શકાય.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
g clip-path="url(#clip0_868_265)">