Oscars 2025 : ઓસ્કાર એવોર્ડની A થી Z તમામ માહિતી અહીં જુઓ, ‘લાપતા લેડીઝ’ બહાર થઈ
ભારતની મોટી આશા તુટી ગઈ છે. આમિર ખાન અને કિરણ રાવની લાપતા લેડીઝ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે.પરંતુ હજુ પણ ભારતને આશા છે. તો ચાલો જાણીએ કે, આ વખતે 97માં એકેડમી એવોર્ડને ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકાશે.
ઓસ્કાર એવોર્ડ દુનિયાનો સૌથી બેસ્ટ એવોર્ડ છે. ભારત તરફથી ઓસ્કાર નોમિનેશન માટે મોકલવામાં આવેલી ફિલ્મ લાપતા લેડીઝ આ રેસમાંથી બહાર થઈ ચૂકી છે. બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં ટોપ 15માંથી લાપતા લેડીઝનું પત્તુ કપાઇ ચૂક્યું છે. તો ચાલો જાણીએ કે, ઓસ્કાર 2025 ક્યારે જાહેર થશે અને તમે તેને ભારતમાં ક્યારે જોઈ શકશો?
સિનેમાની દુનિયાની સૌથી મોટો એવોર્ડ 97મો એકેડમી એવોર્ડનું આયોજન ક્યાં થશે અને ક્યાં જોઈ શકશો. આ બધાની જાહેરાત થઈ ચૂકી છે. ઓસ્કારે પોતાના સોશિયલ મીડિયા પર આની વાત શેર કરી લખ્યું કે, તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો, 97માં ઓસ્કર એવોર્ડ રવિવાર 2 માર્ચ 2025ના રોજ થશે.
Mark your calendars! The 97th Oscars will take place on Sunday, March 2, 2025.
Nominations will be announced on Friday, January 17, 2025. pic.twitter.com/eJWgkvNL5S
— The Academy (@TheAcademy) April 10, 2024
ભલે આમિર ખાન અને કિરણ રાવની લાપતા લેડીઝ ઓસ્કારની બહાર થઈ ગઈ હોય, પરંતુ ભારતની આશા હજુ પૂર્ણ થઈ નથી. બ્રિટનને આ વર્ષ ઓસ્કાર માટે ર્રિપ્રેજેન્ટ કરનારી ‘સંતોષ’ ભારત સાથે જોડાયેલી સ્ટોરી છે. આટલું જ નહિં આ ફિલ્મનું શૂટિંગ પણ ભારતમાં થયું છે. ફિલ્મમાં સામેલ થયેલા તમામ કલાકારો પણ ભારતીય છે. ઈન્ડો-બ્રિટિશ પ્રોડ્યુસર સંધ્યા સુરીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મની સાથે અનુજા નામની ભારતની શોર્ટ ફિલ્મ પણ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થઈ છે.
તમે ભારતમાં ઓસ્કાર 2025 ક્યારે જોઈ શકશો?
ઓસ્કાર એવોર્ડ 2 માર્ચ 2025ના સાંજે 7 કલાકે લોસ એન્જિલિસમાં શરુ થશે. અમેરિકામાં તેનું સીધું પ્રસારણ એબીસી ચેનલ પર કરવામાં આવશે. ભારતમાં તમે 3 માર્ચના સવારે સાડા 4 કલાકથી ઓસ્કાર એવોર્ડ લાઈવ જોઈ શકો છો.
આ 15 ફિલ્મો રેસમાં સામેલ છે
નોમિનેશનમાંથી ‘લાપતા લેડીઝ’ને દુર થયા બાદ હવે રેસમાં 15 દેશોની ફિલ્મોના નામ સામેલ છે. જોકે, બ્રિટિશ-ભારતીય ફિલ્મમેકર સંધ્યા સૂરીની ફિલ્મ ‘સંતોષ’ હજુ પણ રેસમાં છે.