SC / STના અનામત ક્વોટાની અંદર ક્વોટા રાખી શકાય, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની 7 ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા વર્ગીકરણને લીલી ઝંડી આપી છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, સાત જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે.

SC / STના અનામત ક્વોટાની અંદર ક્વોટા રાખી શકાય, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2024 | 2:04 PM

સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે એસસી-એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ (ક્વોટાની અંદર ક્વોટા) ની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના સાત જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-વર્ગીકરણ કરી શકાય છે.

સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, સાત જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે. CJIએ કહ્યું કે 6 અભિપ્રાયો સર્વસંમત છે, જ્યારે જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ અસંમતિ વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ DY ચંદ્રચુડે પોતાના નિર્ણયમાં ઐતિહાસિક પુરાવા ટાંક્યા છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ એક સમાન વર્ગ નથી. પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 14 હેઠળ સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતું નથી. ઉપરાંત, પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 341(2)નું ઉલ્લંઘન થતુ નથી. કલમ 15 અને 16માં એવું કંઈ નથી કે જે રાજ્યને કોઈપણ જાતિમાં પેટા-વર્ગીકરણ કરતા અટકાવે.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અનુસૂચિત જાતિઓ એક સમાન જૂથ નથી અને સરકાર 15 % અનામતમાં દલિત લોકોને વધુ મહત્વ આપવા માટે તેમને પેટા-વર્ગીકરણ કરી શકે છે. અનુસૂચિત જાતિઓમાં વધુ ભેદભાવ જોવા મળે છે. SC એ ચિન્નૈયા કેસમાં 2004ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો, જેણે અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણ સામે ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે SC વચ્ચે જાતિઓનું પેટા-વર્ગીકરણ તેમના ભેદભાવની ડિગ્રીના આધારે થવું જોઈએ. રાજ્યો દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેમનું પ્રતિનિધિત્વ ડેટાના સંગ્રહ દ્વારા કરી શકાય છે. તે સરકારોની ઈચ્છા પર આધારિત ના હોઈ શકે.

  • અનુસૂચિત જાતિ એ સજાતીય જૂથ નથી. સરકાર પીડિત લોકોને 15% અનામતમાં વધુ મહત્વ આપવા માટે પેટા-વર્ગીકરણ કરી શકે છે.
  • અનુસૂચિત જાતિઓમાં વધુ ભેદભાવ
  • SC માં જાતિઓનું પેટા-વર્ગીકરણ તેમના ભેદભાવની ડિગ્રીના આધારે થવું જોઈએ
  • રાજ્યો દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેમનું પ્રતિનિધિત્વ પ્રયોગમૂલક ડેટાના સંગ્રહ દ્વારા કરી શકાય છે. તે સરકારોની ઈચ્છા પર આધારિત ન હોઈ શકે.

આખો મામલો સમજો

પંજાબ સરકારે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોમાંથી 50 ટકા ‘વાલ્મિકી’ અને ‘મઝહબી શીખો’ને આપવાની જોગવાઈ કરી હતી. 2004ના સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

પંજાબ સરકાર અને અન્ય લોકોએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 2020 માં, સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, વંચિતોને લાભ આપવા માટે આ જરૂરી છે. બે બેન્ચના અલગ-અલગ નિર્ણય બાદ આ કેસ 7 જજોની બેંચને મોકલવામાં આવ્યો હતો. જેનો આજે ચુકાદો આવ્યો છે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">