પહેલીવાર શાહી પરિવાર ખુદને વોટ નહીં કરે, કોંગ્રેસની સ્થિતિ પર બોલ્યા પીએમ મોદી- Video

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમારા સંતાનોનું ભવિષ્ય બનાવવા માટે મોદી મહેનત કરી રહ્યા છે, ભાજપ સરકાર દરેક ગર્ભવતી મહિલાને 6000 રૂપિયા આપી રહી છે. દવાની સાથે આદિવાસીઓના શિક્ષણ અને કમાણી માટે અભૂતપૂર્વ કામ થઈ રહ્યુ છે. તેમના માટે એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી રહી છે.

Follow Us:
| Updated on: Apr 21, 2024 | 10:44 PM

લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે પીએ મોદી રાજસ્થાનમાં હતા. પીએમએ પહેલૈા જાલૌરમાં રેલી કરી ત્યારરબાદ બાંસવાડા પહોંચ્યા હતા. અહીં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરી અને પરિવારવાદને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા પીએ મોદીએ કહ્યુ વિપક્ષી પાર્ટીઓ તેમના બાળકોને સેટ કરવામાં લાગેલી છે. જ્યારે મોદી તમારા સંતાનોનુ ભવિષ્ય બનાવવા માટે જાત ખપાવે છે અને દિવસ રાત મહેનત કરે છે.

વધુમાં પીએમએ જણાવ્યુ કે ભાજપ ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે. ભાજપ ઈમાનદારીથી કામ કરે છે. પરંતુ કોંગ્રેસની દુકાનમાં ભ્રષ્ટાચાર જ વેચાય છે. કોંગ્રેસે હંમેશા દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને ડરાવ્યા છે અને આજે પણ અનેક પ્રકારના ડર અને જુઠાણા ફેલાવી રહી છે. પરંતુ હવે તેમનુ જુઠાણુ નહીં ચાલે.

ભાજપની ચૂંટણી સંકલ્પ પત્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે દેશમાં 70 વર્ષ ઉપરના વૃદ્ધોની સારવારનો ખર્ચ હવે મોદી ઉઠાવશે. આ મોદીની ગેરંટી છે. વૃદ્ધોના ઈલાજનો 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ દિલ્હીમાં બેસેલો તેમનો આ દીકરો ઉઠાવશે. એક એવી સરકાર જે દેશમાં ભવિષ્યને ધ્યાને રાખી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્મામ કરી શકે. અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. આ કામ ફક્ત ભાજપ જ કરી શકે છે. આ મોદીને તમે ઓળખો છો. હું તો આપના માટે એક પ્રકારે ઘરનો જ છુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પહેલીવાર કોંગ્રેસ પરિવાર ખુદને વોટ નહીં કરી શકે

પીએમ મોદીએ જણાવ્યુ કે કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે આ શાહી પરિવાર આઝાદી બાદ પ્રથમવાર દિલ્હીમાં કોંગ્રેસને વોટ નહીં આપે. જો આ શાહી પરિવાર કોંગ્રેસને વોટ નથી આપતો તો આપની પાસે વોટ માગવાનો શું તેમને અધિકાર છે? જ્યાં કોંગ્રેસનો આ શાહી પરિવાર રહે છે ત્યાં એ ચૂંટણી નથી લડી રહી.

ભાજપ સંપૂર્ણ સમર્પણ ભાવથી કામ કરી રહી છે : PM

પીએમ મોદીએ કહ્યુ આપના સપનાને પુરા કરવા માટે આ મોદી આપ લોકો પાસેથી આશિર્વાદ માગવા માટે આવ્યો છે. ભાઈઓ-બહેનો ભાજપ સબકા સાથ, સબકા વિકાસ, સુશાસનનો એક ઉમદા મંત્ર લઈને સમર્પણ ભાવથી કામ કરી રહી છે. બાંસવાડા અને ડુંગરપુર જે ત્રણ લાખ પરિવારોને પાક્કા મકાનો મળ્યા છે. તેમા મોટી સંખ્યામાં મારા આદિવાસી પરિવાર છે. 10 વર્ષમાં બે જિલ્લામાં 3 લાખ પાક્કા ઘર, આ કોઈ નાનું કામ છે ? ગરીબોની ચિંતા કરી છે કે નથી કરી?

PM બોલ્યા જ્યાં આદિવાસી વધુ ત્યાંથી કોંગ્રેસ ગાયબ

દેશમાં બંધારણ અને અનામતને લઈને અનેક પ્રકારના જુઠાણા ફેલાવાઈ રહ્યા છે. પરંતુ કોંગ્રેસને ખબર નથી કે ભારત હવે ડરથી બહાર નીકળી ગયુ છે. આજે દેશભરમાં જે-જે રાજ્યોમાં આદિવાસીઓની વસ્તી છે ત્યાં કોંગ્રેસ કાં તો સત્તાથી બહાર છે કાં તો ત્રીજા ચોથા નંબરે છે આ આદિવાસી સમાજનો આક્રોશ છે. આ આક્રોશના યોગ્ય કારણો છે. જ્યારે પંજાબથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે શું આદિવાસી સમાજ હતો કે નહીં. પ્રભુ રામચંદ્રજીના જમાનામાં આદિવાસી સમાજ હતો કે નહીં ? પરંતુ તેને અલગ મંત્રાલય બનાવવાની જરૂર ન પડી.

‘આજે દેશમાં આદિવાસીઓની અસલી ભાગીદારી છે’

તેમણે કહ્યુ 60 વર્ષમાં તેમને એકપણ આદિવાસી નેતા એવા નથી મળ્યા જે રાષ્ટ્રપતિ બની શકે. આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજની દીકરી છે. આ અસલી ભાગીદારી છે. આ બાબા સાહેબના બંધારણની સ્પીરીટ છે. સમગ્ર વિશ્વએ આ વાતની સરાહના કરી છે પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. હવે તો ભાજપે એલાન કર્યુ છે કે આવતા વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિને દેશના ખૂણેખૂણેમાં ઉજવવામાં આવશે. કોંગ્રેસ જેવી પાર્ટીઓને આપની પરવાહ નથી. આ પાર્ટીઓ માત્ર તેમના સંતાનો માટે કામ કરે છે.

આ પણ વાંચો: દેશના 8 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી, ગુજરાત સહિત 213 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ- Video

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">