AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના 8 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી, ગુજરાત સહિત 21 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ- Video

હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા સમયમાં ભીષણ ગરમી પડવાની છે. સાથે જ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં આગ ઝરતી ગરમી પડશે. દેશના 90 ટકા રાજ્યોમાં ગરમીને લઈને ડેન્જર ઝોનની સ્થિતિ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 4:23 PM
Share

વર્ષ 2024ના ઉનાળામાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. દેશના 8 રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. લૂનો ખતરો સતત વધી રહ્યો છે. 17 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બંગાળમાં 22મી એપ્રિલથી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ગત વર્ષે 33 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી. દુષ્કાળનો સામનો કરતા જિલ્લાઓમાં 279 ટકાનો વધારો થયો છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ અને જમ્મુકાશ્મીરના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે.

જોકે હીટવેવની આગાહીને લઇને ગુજરાત પણ તૈયાર છે. તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડીગ્રી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે એવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકનો ભોગ ન બનાય અને જો ગરમીમાં બહાર નીકળીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત માહિતી અપાઈ રહી છે.

રાજ્યમાં કોઈપણ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ ન બને એ માટે સરકાર સતત કાર્યરત છે. અતિશય ગરમીને લીધે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ હેલ્થ સેન્ટર ઉપર ORS કોર્નર બનાવવામા આવ્યા છે. હાલ અતિશય ગરમીની અસરમાં તકેદારી રાખવા આરોગ્ય શાખા દ્વારા લોક જાગૃતિ માટે સુચનાઓ આપવામાં આવી રહી છે.

હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું ?

  • સગર્ભા માતા, બાળકો અને વૃધ્ધોએ ખાસ ધ્યાન રાખવું
  • લુ થી બચવા બપોરના સમયે ઘરની બહાર ન નુકળવું
  • જરૂરીયાત માટે ઘરની બહાર નિકળો તો શરીર પૂરેપૂરું ઢાંકો
  • ગરમીમાં પુષ્કળ પાણી, લીબુ શરબત અને છાશ જેવું પ્રવાહી લેવું
  • બહારના પીણા અને ખોરાક લેવાનું ટાળો
  • જો લુ લાગવાના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવી

નાગરીકોની સુવિધા માટે દરેક આરોગ્ય કેન્દ્રને પણ સુચનાઓ આપવામાં આવી છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના મહાનગરોમાં તો ગરમીને લઇ વિષેશ વોર્ડ પણ તૈયાર કરાયો છે. લોકોને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર સજ્જ છે.

આ પણ વાંચો: કથાકાર જયાકિશોરીનું ભવિષ્ય સૌપ્રથમ કોણે ભાખ્યુ હતુ અને શું તે સાચુ પડ્યુ?- જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">