Rath yatra 2022: પુરીના જગન્નાથ મંદિરનું 1100 વર્ષ જૂનું દુનિયાનું સૌથી મોટું રસોડું, જાણો ઇતિહાસ અને વિશેષતા

|

Jul 01, 2022 | 8:02 PM

Rath yatra 2022: જગન્નાથ મંદિરનું રસોડું 11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હોવાનું કહેવાય છે. ત્યારે જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં આવેલું હતું. જે જગ્યા નાની હોવાના કારણે, હાલનું રસોડું 1682થી 1713ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું છે.

Rath yatra 2022:  પુરીના જગન્નાથ મંદિરનું 1100 વર્ષ જૂનું દુનિયાનું સૌથી મોટું રસોડું, જાણો ઇતિહાસ અને વિશેષતા
Rathyatra 2022

Follow us on

Rath yatra 2022: આજે અષાઢી બીજનો પાવન પર્વ છે. આજે અષાઢી બીજના દિવસે જગન્નાથ પુરીમાં (Jagannath Puri) ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા છે. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક માન્યતા અને પરંપરાઓ જાણવી રસપ્રદ બની રહે છે. પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. ત્યારે રથયાત્રામાં જોડાતા ભક્તો અને ભાવિકોના ભોજન અને પ્રસાદને (Bhojan-prasad)લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને, લાખો ભક્તોના પ્રસાદ માટે અહીં ખાસ રસોડું (kitchen)વરસોથી ચાલે છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને આ રસોડાની વિશેષતા અંગે માહિતી આપી રહ્યા છીએ.

જગન્નાથ પુરીના મંદિરના રસોડામાં લાખો લોકોનો પ્રસાદ બનાવવામાં આવે છે. કહેવાય છેકે આ રસોડું દુનિયાનું સૌથી મોટું રસોડું છે. જ્યાં દરરોજ લગભગ 1 લાખ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. આ સાથે આ મંદિરમાં ભગવાનને દરરોજ 6 વખત ભોગ ધરાવવામાં આવે છે. જેમાં 56 પ્રકારના પકવાન ભગવાનને પ્રસાદરૂપે ધરાવવામાં આવે છે. ભગવાનને પ્રસાદનો ભોગ ધરાવ્યા પછી આ મહાપ્રસાદ મંદિર પાસે જ રહેલ આનંદ બજારમાં વેચાય જાય છે.

જગન્નાથ મંદિરના રસોડાનો ભવ્ય ઇતિહાસ

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જગન્નાથ મંદિરનું રસોડું 11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હોવાનું કહેવાય છે. ત્યારે જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં આવેલું હતું. જે જગ્યા નાની હોવાના કારણે, હાલનું રસોડું 1682થી 1713ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું છે. તે સમયના રાજા દિવ્ય સિંહદેવે આ રસોડું બનાવ્યું હતું. ત્યારથી જ આ રસોડામાં ભોજન અને પ્રસાદ બનાવવામાં આવે છે.

જગન્નાથ મંદિરના રસોડાની ખાસિયત

પુરીના જગન્નાથ મંદિરના નવા રસોડાની ખાસિયત જોઇએ તો આ રસોડું 8000 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. અને આ રસોડામાં કુલ 240 ચુલામાં રસોઇ બને છે. આ રસોડાની ઉંચાઇ 20 ફૂટ છે, રસોડાની પહોળાઇ 80 ફૂટ અને લંબાઇ 100 ફૂટ છે. આ રસોડું મંદિરની દક્ષિણ-પૂર્વ દિશામાં છે. આ રસોડામાં ઉત્તરમાં ગંગા-યમુના નામના બે કુવા છે. આ કુવાના પાણીથી જ ભોજન તૈયાર કરાય છે. આ ભોજન તૈયાર કરવા માટે મોટા-મોટા 10 જ વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રસોડામાં અનેક બ્રાહ્મણ પરિવારો પેઢીઓથી માત્ર ભોજન-પ્રસાદ બનાવવાનું જ કામ કરી રહ્યા છે. 800 લોકોની દેખરેખ હેઠળ ભોજન બને છે. અને, ભોજન બનાવવા 500 રસોઇયા છે. આ સાથે 300 સહયોગીઓ પ્રસાદ તૈયાર કરે છે. થોડાક જ લોકો મહાપ્રસાદ બનાવવા માટે માટીના વાસણ બનાવે છે. કેમ કે આ રસોડામાં બનાવવામાં આવતા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે દરરોજ નવા વાસણનો ઉપયોગ કરવાની પરંપરા છે.

દરરોજ 700 હાંડીઓમાં કેવી રીતે પ્રસાદ બને છે ?

દરરોજ 700 હાંડીઓમાં પ્રસાદ તૈયાર કરાય છે. જેમાં 4 મોટી હાંડી, 6 મીડિયમ કદની હાંડી, 5 નાની હાંડી, 3 પ્રકારના વાટકા અને 3 પ્રકારની પ્લેટ હોય છે. એક મોટી હાંડીમાં 100 લોકો જમી શકે તેટલા ચોખા તૈયાર થઇ શકે છે.પ્રસાદ તૈયાર થઇ ગયા બાદ હાંડીઓને તોડી નાંખવામાં આવે છે. અને, નવા દિવસે નવી હાંડીઓમાં પ્રસાદ તૈયાર થાય છે. આ રસોડામાં માત્ર 15 જ મિનિટમાં 17 હજાર લોકોનું ભોજન તૈયાર થતું હોય છે.

ભોજનની શુદ્ધતા

દરરોજ 6 પ્રકારના રસનો ભોગ, આયુર્વેદ પ્રમાણે ભગવાનના ભોગમાં 6 રસનું ધ્યાન રખાય છે. ભોગમાં બનાવવામાં આવતું ભોજન મીઠું, ખાટું, નમકીન, તીખું અને કડવું જેવા સ્વાદનું હોય છે. જેમાં તીખા અને કડવા સ્વાદવાળા ભોજનનું નૈવેદ્ય ભગવાનને ધરાવવામાં આવતું નથી.

ભગવાનને દરરોજ 56 ભોગ અને 10 પ્રકારની મિઠાઇ બને છે, શાકભાજીમાં મૂળો, દેશી બટાકા, કેળા, રીંગણ, સફેજ અને લાલ કદુ, કંદમૂળ, પરવળ, બોર અને અળવીનો ઉપયોગ કરવામાં આવે છે. દાળમાં માત્ર મગ, તુવેર, અડદ અને ચણાની દાળ બનાવાય છે. ભોગ સંપૂર્ણ રીતે સાત્વિક હોય છે. એટલે લવિંગ, બટાકા, ટામેટા, લસણ, ડુંગળી અને ફલાવરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

મસાલાઓમાં જીરૂ, ધાણા, મરી, વરિયાળી, તમાલ પત્ર, તજ અને સરસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠાઈ માટે ખાંડની જગ્યાએ સારી ગુણવત્તાવાળા ગોળનો ઉપયોગ થાય છે.

 

Published On - 11:31 am, Fri, 1 July 22

Next Article