Jagannath 145th Rath Yatra Highlight: શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નીજ મંદિરમાં પરત ફર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 10:04 PM

Ahmedabad Jagannath 145th Rath Yatra Highlight: વહેલી સવારે રથયાત્રાનો વિધિવત શુભારંભ કરાવાયો હતો અને બપોરે નિયત સમયે સરસપુર પહોંચી ગઈ હતી. ત્યાં વિરામ બાદ નીકળેલી રથયાત્રા પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, ઘીકાંટા, માણેક ચોક થઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીજમંદિર પરત ફરી છે.

Jagannath 145th Rath Yatra Highlight: શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નીજ મંદિરમાં પરત ફર્યા
Jagannath Rathyatra 2022

Jagannath 145th Rath Yatra Highlight: આખરે જગન્નાથના ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા(145 Jagannath Rathyatra) છે.રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા.સવારે મંગળા આરતી અને પહિંદવિધી બાદ શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવાયુ.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ  (CM Bhupendra Patel) જ પહિંદ વિધી કરી રથયાત્રાનો(Rathyatra 2022) પ્રારંભ કરાવ્યો.તમને જણાવી દઈએ કે,રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jul 2022 09:23 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: દિલીપદાસજી મહારાજે આરતી કરી, ભગવાન આખી રાત રથમાં જ રહેશે

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે. ત્રણેય રથમાં નીજ મંદિર પહોંચી ગયા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આરતી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો. ભગવાન આજે આખી રાત રથમાં જ રહેશે. કાલે સવારે નીજ મંદિરમાં બિરાજમાન થશે.

    Dilipdasji Maharaj performed Aarti

    Dilipdasji Maharaj performed Aarti

  • 01 Jul 2022 09:05 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન, નાગરિકોનો આભાર માન્યો

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

  • 01 Jul 2022 08:37 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નીજ મંદિરમાં પરત ફર્યા

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં નીકળેલી 145મીં રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્રણેય રથ નીજ મંદિરના પ્રાંગણમાં પરત ફર્યા છે. જોકે આજની રાત ભગવાન જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરાવાશે નહીં. આવતી કાલે સવારે આરતી બાદ ભગવાનને નીજ મંદિરમાં પ્રવેશ કરાવાશે.

    Rathyatra concluded in a peaceful atmosphere

    Rathyatra concluded in a peaceful atmosphere

  • 01 Jul 2022 08:18 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જમાલપુર દરવાજા પાસે, મંદિર બહાર ભક્તિની ભારે ભીડ

    Jagannath 145th Rath Yatra Live Updates:  ભગવાન જગન્નાથનો રથ નીજ મંદિર પહોંચી ગયો છે. બાકીના બંને રથ પણ મંદિરની બહાર આવી પહોંચ્યા છે ત્યારે જમાલપુર દરવાજા પાસે, મંદિર બહાર ભક્તિની ભારે ભીડ એકઠી થઈ છે. રથયાત્રા પૂર્ણ થઈ રહી છે ત્યારે છેલ્લા દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે.

  • 01 Jul 2022 08:12 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથનો રથ મંદિર પહોચ્યો, શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથનો રથ નીજ મંદિર પહોંચી ગયો છે. તેની પાછળ પાછળ બાકીના બે રથ પણ મંદિર પહોંચવાની તૈયારીમાં છે. આ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થઈ છે.

  • 01 Jul 2022 08:01 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: પહેલો રથ ખમાસા અને જમાલપુર વચ્ચે પહોંચ્યો

    Jagannath 145th Rath Yatra Live Updates: ત્રણેય રથ માણેક ચોકથી નીકળીને કોર્પોરેશન થઈને ખમાસા તરફ અને ત્યાંથી જમાલપુર તરફ રવાના થયા છે. પહેલો રથ ખમાસા અને જમાલપુર વચ્ચે પહોંચ્યો છે. જ્યારે બીજો અને ત્રીજો રથ ખમાસાથી રવાના થયા છે.

  • 01 Jul 2022 07:56 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: આજે અષાઢી બીજે દ્વારકા જગત મંદિરમાં યોજાઈ જાજરમાન રથયાત્રા

    Jagannath 145th Rath Yatra Live Updates: આજે અષાઢી બીજે દ્વારકા જગત મંદિરમાં જાજરમાન રથયાત્રા યોજાઈ હતી. જેમાં ભગવાન ચાંદીનાં રથમાં બિરાજમાન થયા હતાં. મંદિર પરિસરમાં ચાર વખત આરતી અને ચાર વખત ભોગની પરંપરા છે. ભગવાનનાં રથને મંદિર સ્તંભ સાથે અથડાવાની પણ પરંપરા છે. મોટી સંખ્યામાં ભાવિકો અને પ્રવાસીઓએ રથયાત્રાનાં દર્શનનો લાભ લીધો હતો.

    Rathyatra held at Dwarka Jagat Mandir

    Rathyatra held at Dwarka Jagat Mandir

    Rathyatra held at Dwarka Jagat Mandir

    Rathyatra held at Dwarka Jagat Mandir

  • 01 Jul 2022 07:31 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મહંત દિલીપદાસજી ખમાસાથી સીધા મંદિર જવા રવાના થયા, ત્રણેય રથ માણેક ચોક પહોંચ્યા

    Jagannath 145th Rath Yatra Live Updates: મહંત દિલીપદાસજી ખમાસાથી સીધા મંદિર જવા રવાના થયા હતા. તેઓ મંદિરમાં પહોંચીને રથના સ્વાગત માટેની તૈયારીઓ તપાસશે અને જ્યારે રથ પરત આવે ત્યારે તેનું સ્વાગત કરશે. બીજી બાજુ ત્રણેય રથ માણેક ચોક પહોંચી ચૂક્યા છે અને ત્યાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે.

  • 01 Jul 2022 07:24 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા પરત ફરે ત્યારે જગન્નાથ મંદિરમાં ભીડ ન થાય તે માટે પોલીસ પહેરો

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા માણેક ચોક પહોંચી ગઈ છે અને તે હવે અકાદ કલાકમાં નીજ મંદિર પરત આવી જશે. ભગવાનના રથ નીજ મંદિર પરત ફરે ત્યારે જગન્નાથ મંદિરમાં ભીડ ન થાય તે માટે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

    Jagannath Temple

    Jagannath Temple

  • 01 Jul 2022 07:11 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ગજરાજ રથયાત્રાનો સમગ્ર રૂટ પૂરો કરી નીજ મંદિર પરત ફર્યા, રથયાત્રાને આવકારવા મંદિરમાં વ્યવસ્થા ગોઠવાઈ

    Jagannath 145th Rath Yatra Live Updates: ગજરાજ રથયાત્રાનો સમગ્ર રૂટ પૂરો કરી નીજ મંદિર પરત ફર્યા છે. આ ઉપરાંત મંદિરમાં રથયાત્રાને આવકારવા માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

    Jagannath tample

    Jagannath tample

  • 01 Jul 2022 07:03 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીને ઇમરજન્સી સારવારની પડી જરૂર પડી

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીને ઇમરજન્સી સારવારની પડી જરૂર પડી હતી. મિર્ઝાપુર કોર્ટ પાસે ફરજ બજાવતી વખતે એક પોલીસ કર્મચારી શ્વાસની તકલીફ સર્જાઈ હતી. તકલીફ સર્જાતા 108 ની મદદ લઈને કર્મચારીને ઓક્સિજન આપી સિવિક હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ સરસપુર આંબેડકર હોલ પાસે રથયાત્રા દરમિયાન એક મહિલાને પેટનો દુખાવો થતા 108 ની મદદ લેવાઈ હતી. આ ઉપરાંત રાયપુર પાસે એક વૃદ્ધને લોહીની ઉલટી થતા 108 ની મદદ લેવાઈ હતી.

  • 01 Jul 2022 06:55 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: એક રથ ઘી કાંટા પહોચ્યો, સવારથી રાહ જોતા લોકોની આતુરતાનો અંત

    Jagannath 145th Rath Yatra Live Updates: એક રથ ઘી કાંટા પહોચ્યો, સવારથી રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. લોકોએ હર્ષોલ્લાસ સાથે રથના વધામણાં કર્યાં હતાં.

    રથ અત્યારે ઘીકાંટા પહોંચ્યા છે ત્યારે ગ્રાફિક્સ દ્વારા જાણો રથનું લોકેશન

    The chariot reached Ghee Kanta

    The chariot reached Ghee Kanta

  • 01 Jul 2022 06:38 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ઘી કાંટાથી ટ્રકો, અખાડા અને ભજન મંડળીઓ પસાર, રથ આવવાની તૈયારી

    Jagannath 145th Rath Yatra Live Updates: ઘી કાંટાથી ટ્રકો, અખાડા અને ભજન મંડળીઓ નીકળ્યા બાદ બે કિમી દૂર રથ રહેતા ભક્તો ઉત્સાહપુર્વક રાહ જોઈ રહ્યા છે. રસ્તાની બંને બાજુ ભક્તોની ભીડ જમા થઈ ગઈ છે. ત્રણેય રથ નાગોરીવાડથી પસાર થઈ ચૂક્યા છે.

  • 01 Jul 2022 06:10 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ઘી કાંટા વિસ્તારમાં બાળકે કરતબો બતાવ્યાં, લોકો જોતાં રહી ગયાં

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કરતબબાજો એક મહત્ત્વનું આકર્ષણ હોય છે. કેટલાક કરતબબાજો દિલઘડક કરતબો કરતા હોય છે. ઘી કાંટા વિસ્તારમાં બાળકે કરતબો બતાવ્યાં હતાં જેને લોકો જોતાં રહી ગયાં હતાં.

    The child performed tricks in the Ghee Kanta area

    The child performed tricks in the Ghee Kanta area

    કેટલાક કરતબબાજોએ પોતાના શરીરમાં લાંબી સોય આરપાર ભોંકાવી હતી. આ જોઈ લોકો મોમાં આગળા નાખી ગયા હતા.

    The performers pierced the body with a needle

    The performers pierced the body with a needle

    એક કરતબબાજે એક સાયકલને દોરીથી બાંધીને દાત વડે પકડીને ફોરવી હતી.

    The performer grabbed the tooth and turned the bicycle

    The performer grabbed the tooth and turned the bicycle

  • 01 Jul 2022 05:57 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાત પોલીસના જવાનોએ બાળકોને બચાવ્યાં છે

    Jagannath 145th Rath Yatra Live Updates: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું શાહપુર ઘટના વિશે કેબીનના પતરાં પર ઘણા લોકો હતાં અને આ કેબિન તૂટી હતી. ગુજરાત પોલીસના જવાનોએ બાળકોને બચાવીને બહાર કાઢ્યા છે. બાળકીને વહાલ કરવાનો મને મોકો મળ્યો, તેમના માતાપિતાને સોંપી છે અને તાત્કાલિક ડોક્ટરને બોલાવીને બાળકો તેમને સોંપવામાં આવ્યાં હતાં.

  • 01 Jul 2022 05:38 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: શાહપુરમાં દિવાલનો એક નાનો ભાગ ધરાશયી થયો, બે બાળકોને ઇજા, હર્ષ સંઘવી તરત ત્યાં પહોંચ્યાં

    Jagannath 145th Rath Yatra Live Updates: શાહપુરમાં એક દીવાલ ધરાશય થતા બે બાળકો ઇજા થયાં છે. ગૃહમંત્રી અને પોલીસ કમિશનરને ધ્યાન પર આવતા તેઓ તરત ત્યાં પહોંચ્યાં હતાં. બન્ને બાળકો બચાવી લેવાયાં છે. બન્ને બાળકોને ગૃહમંત્રીએ શાંત કર્યાં હતાં અને સ્થાનિક પોલીસને સોંપ્યા છે. તેના માતા-પિતા દેખાતા ન હોવાથી સ્થાનિક પોલીસને બાળકોની પ્રાથમિક સારવાર કરવા માટે કહ્યું હતું. બન્ને બાળકોને સામાન્ય ઇજા થઇ હતી પણ ગભરાઈ ગયા છે.

    અમદાવાદ કમિશનર અને જેસીપી અઘિકારીઓ રાઉન્ડમાં હતા ત્યારે જ આ ઘટના બની હતી. દીવાલ પડતાં 15 થી 20 લોકો પડ્યાં હતાં જેમાં જાનહિનિના કોઈ સમાચાર નથી. નાની મોટી ઇજાઓ થઇ છે.

  • 01 Jul 2022 05:14 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ગૃહમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ચકલા પહોંચ્યા

    Jagannath 145th Rath Yatra Live Updates: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી પ્રેમદરવાજાથી ફરી રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા સાથે હર્ષ સંઘવી દિલ્હી ચકલા પહોંચ્યા છે.

  • 01 Jul 2022 05:01 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં ધીમીધારે વરસાદ શરૂ. શ્રદ્ધાળુઓમાં હરખની હેલી

    Jagannath 145th Rath Yatra Live Updates: શહેરના વાતાવરમમાં પલટો આવ્યા બાદ રથયાત્રામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં શ્રદ્ધાળુઓમાં હરખની હેલી જોવા મળી હતી. લોકો વરસાદ વચ્ચે પલળીને રથયાત્રાનો લ્હાવો લીધો હતો.

  • 01 Jul 2022 04:55 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: શાહપુરમાં અમી છાંટણા, રથયાત્રામા ઉમટેલા માનવ મહેરામણને ગરમીથી મળશે રાહત

    Jagannath 145th Rath Yatra Live Updates:  શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાવાની સાથે શાહપુરમાં અમી છાંટણા થયાં છે. વરસાદ પડતાં રથયાત્રામાં ઉમટેલા માનવ મહેરામણને ગરમીથી રાહત મળશે. સવારની જેમ ફરી એકવાર રથયાત્રામાં અમી છાંટા થયાં છે. હવામાન વિભાગે 1 જુલાઈએ પણ અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી હતી.

  • 01 Jul 2022 04:47 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથ દરીયાપુર પહોંચ્યા, અખાડાના કરતબબાજ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા

    Jagannath 145th Rath Yatra Live Updates: રથ દરીયાપુર પહોંચી ગયા છે જ્યાકે બીજી બાજુ અખાડા દ્વારા પોતાના કૌશલ્યો બતાવવાના શરૂ થયાં છે. અખાડાના કરતબબાજ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા.

  • 01 Jul 2022 04:37 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથમા રથયાત્રાના ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચા છે. જ્યાંથી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા છે અને તેઓ પદયાત્રા કરી દરીયાપુર તરફ ચાલતા થયા છે.

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથમા રથયાત્રાના ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચા છે. જ્યાંથી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા છે અને તેઓ પદયાત્રા કરી દરીયાપુર તરફ ચાલતા થયા છે.

  • 01 Jul 2022 04:24 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: હર્ષ સંઘવી આવતાં જ સીપી સંજય શ્રીવાસ્તવ અને જેસીસી કક્ષાના અધિકારીઓ પણ પ્રેમ દરવાજા પહોંચ્યા

    Jagannath 145th Rath Yatra Live Updates:  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફરી રથયાત્રામાં પ્રેમ દરવાજા પહોંચ્યા છે. જેના પગલે સીપી સંજય શ્રીવાસ્તવ અને જેસીસી કક્ષાના અધિકારીઓ પ્રેમ દરવાજા પહોંચ્યા છે.

  • 01 Jul 2022 04:01 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભાજપના કાર્યકર બોબીની હત્યા થઈ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ટેબલો

    Jagannath 145th Rath Yatra Live Updates: ભાજપના કાર્યકર બોબીની હત્યા થઈ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ટેબલો તૈયાર કરવામાં આવ્યો હતો અને રથયાત્રાના અન્ય ટેબ્લોની સાથે તેને પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

    Tables paying tribute to BJP activist Bobby who was killed

    Tables paying tribute to BJP activist Bobby who was killed

  • 01 Jul 2022 03:51 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: સવારે રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ કરાવ્યા બાદ દરિયાપુરથી ફરી રથયાત્રામાં જોડાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

    Jagannath 145th Rath Yatra Live Updates: અષાઢીબીજ ન પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી " જાય જગન્નાથ" ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે તેમના ડેશ બોર્ડ રૂમથી સમગ્ર યાત્રાના વિડિયો ફૂટેજનું નિરીક્ષણ કરી, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તમામ વ્યવસ્થાઓ બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કર્યા હતા. રથયાત્રા નિર્ધારિત સમયાનુસાર અને સુચારુ રીતે ચાલી રહી છે ત્યારે પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે જાય જગન્નાથનો જાય ઘોષ કરશે.

  • 01 Jul 2022 03:49 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

  • 01 Jul 2022 03:43 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં લોકોની ભીડ વચ્ચે પહેલવાનોએ અંગકસરતના દાવ બતાવ્યા

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં પહેલવાનોનું પણ અનોખું આકર્ષણ હોય છે. લોકોની ભીડ વચ્ચે પહેલવાનોએ અંગકસરતના દાવ અને શરીર શૌષ્ઠવ બતાવ્યાં હતાં.

  • 01 Jul 2022 03:42 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદ રથયાત્રામાં ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા, ટેબ્લો દિલ્હી ચકલા પહોંચ્યા

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં રથયાત્રા પરત ફરી રહી છે ત્યારે ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા છે. આ ઉપરાંત ટેબ્લો પણ પરત આવી રહ્યા છે. ટેબ્લો દિલ્હી ચકલા પહોંચ્યા છે.

  • 01 Jul 2022 03:32 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: સુરતની રથયાત્રા, મેયર હેમાલી બોઘાવાળા અને મંત્રી દર્શના જરદોશે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો ભક્તો જોડાયા

    Jagannath 145th Rath Yatra Live Updates: સુરતમાં પણ ભવ્ય રથયાત્રા નીકળે છે. મેયર હેમાલી બોઘાવાળા અને મંત્રી દર્શના જરદોશે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા છે.

  • 01 Jul 2022 03:28 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડનું ચેકિંગ

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતી ન કરે તે માટે પોલીસ સતત ચોકસાઈ દર્શાવી રહી છે. રથયાત્રાનું આગમન થાય તે પહેલાં રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.

  • 01 Jul 2022 03:23 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાનના રથનું ડ્રોનથી સતત નિરીક્ષણ, રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસની બાજ નજર

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાનના રથનું ડ્રોનથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રથના લોકેશનની આસપાસ સતત ડ્રોન ઉડતાં રહે છે અને રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ આ રીતે બાજ નજર રાખી રહી છે.

  • 01 Jul 2022 03:10 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates:

    Jagannath 145th Rath Yatra Live Updates: દાહોદ જીલ્લામાં લીમડી, ઝાલોદ, દાહોદ, લીમખેડા, સીંગવડ ખાતે રથયાત્રા નીકળી છે જેમાં હજારોની સંખ્યામાં દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. લીમડી પાંચમી રથયાત્રામાં ગજરાજ પણ જોડાયા છે.

  • 01 Jul 2022 03:01 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભાવનગરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ રથયાત્રામાં ભીડ ઘટી

    Jagannath 145th Rath Yatra Live Updates: ભાવનગરમાં વાઘાવાડી, કાળિયાબીડ, સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વરસાદને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોતા દર્શનાર્થીઓ રોડ પરથી ઘરે જવા લાગ્યા છે. રથયાત્રામાંથી પણ માનવ મેદની ઘટી રહી છે.

  • 01 Jul 2022 02:58 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: સરસપુરથી રથયાત્રા પરત આવવા માટે રવાના થઈ

    Jagannath 145th Rath Yatra Live Updates:  સરસપુરમાં ભગવાનના મોસાળમાં વિરામ બાદ ભાગવાનના રથ પાછા ફર્યા છે અને નીજ મંદિર તરફ જવા માટે પ્રસ્થાન કર્યું છે.

  • 01 Jul 2022 02:49 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મોડાસામાં બાલકનાથ મંદિર ખાતેથી 7 કિલો મીટરના રૂટ પર રથયાત્રા નીકળી

    Jagannath 145th Rath Yatra Live Updates: મોડાસા નગરમાં અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે બાલકનાથ મંદિર ખાતેથી 7 કિલો મીટરના રૂટ પર નગર ચર્યાએ ભગવાન જગન્નાનાથ ભાઈ બલારામ અને બહેન શુભદ્રાની 40મી રથયાત્રા નીકળી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જામ્યો છે. પોલીસ વડા સહિત 500 થી વધુ પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 01 Jul 2022 02:43 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: સરસપુરથી અખાડા નીકળવાના શરૂ થયા, હવે થોડી જ વારમાં ભગવાનના રથ પણ નીકળશે

    Jagannath 145th Rath Yatra Live Updates: સરસપુરમાં ભગવાનના મોસાળમાં પ્રસાદ અને વિરામ બાદ રથયાત્રા પરત ફરવાની તૈયારી કરી રહી છે. અખાડા નીકળવાના શરૂ થયા છે. હવે થોડી જ વારમાં ભગવાનના રથ પણ નીકળશે.

  • 01 Jul 2022 02:39 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: દિલ્હી દરવાજા વિસ્તારમાં રથ યાત્રાના આગમન પહેલાં પોલીસનો કાફલો ખડકાયો

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન સરસપુરની થોડી જ વારવામાં ફરત ફરવાના છે અને પરત ફરતી વખતે દિલ્હી દરવાજા થઈને નીકળવાના છે તેથી દિલ્હી દરવાજા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

  • 01 Jul 2022 01:56 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

    મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથ પહોંચ્યા છે.ભાવિક ભક્તો જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

  • 01 Jul 2022 01:51 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મોસાળમાં થોડીવાર વિરામ કરશે જગતના નાથ

    જગતના નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં પહોંચ્યા છે.બે વર્ષ બાદ રથયાત્રા યોજાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં છે અને જય રણછોડ, માખણ ચોરના નારા લગાવ્યાં હતા.મોસાળમાં થોડી વાર વિરામ કરીને ભગવાન નિજમંદિર તરફ રવાના થશે.

  • 01 Jul 2022 01:41 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં નેતાઓની પણ હાજરી જોવા મળી

    ભગવાન જગન્નાથની રથયાત્રામાં નેતાઓની પણ હાજરી જોવા મળી. રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રભુની મંગળા આરતી ઉતારી.તો અમિત શાહ સાથે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પિહંદ વિધિ કરાવીને ધન્યતા અનુભવી.જ્યારે ભાવનગરની રથયાત્રામાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રથને પ્રસ્થાન કરાવ્યું.તો બ્રિજેશ મેરજાએ મોરબી ખાતે હાજરી આપી.આજના આ મહાપર્વે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિનું મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાને CM ડેશબોર્ડ દ્વારા નિરીક્ષણ કર્યું.

  • 01 Jul 2022 01:31 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: સરસપુરમાં જગન્નાથજીનું ગરબાથી સ્વાગત કરાયુ

    ભગવાન જગન્નાથની રથયાત્રા  શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. 2 વર્ષ બાદ જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા ભગવાન જગન્નાથ ભાઇ બહેનને સાથે મોસાળમાં પહોંચ્યા છે. ભગવાનનુ મોસાળમાં ગરબા દ્વારા ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુ છે.

  • 01 Jul 2022 01:19 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મોસાળમાં ભાવતા ભોજન તૈયાર કરાયા

    ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે.ભક્તો માટે સરસપુરમાં વિશેષ પ્રકારની ભોજન વ્યવસ્થા કરવામાં આવી.

  • 01 Jul 2022 01:10 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનુ તલસ્પર્શી નિરિક્ષણ કર્યુ

    CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 145 મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું.

  • 01 Jul 2022 01:07 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથજી સરસપુરમાં પહોંચ્યા

    ભગવાન જગન્નાથજી મોંઘેરા મોસાળ સરસપુરમાં પહોંચ્યા છે.સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે.

  • 01 Jul 2022 01:05 PM (IST)

  • 01 Jul 2022 01:00 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં અવનવા કરતબો

    જગન્નાથજીની રથયાત્રામાં હજારો સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે.ચારે તરફ ‘નંદીઘોષ’નો જયઘોષ ગુંજી રહ્યો છે.રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.જેમાં કરતબબાજોએ પણ વિવિધ કરતબ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.

    પાંચ કુવા વિસ્તારમાં કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા#AhmedabadRathYatra #Ahmedabad #RathaYatra2022 #Gujarat #TV9News pic.twitter.com/8ObPJeWAAJ

    — Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022

  • 01 Jul 2022 12:53 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જગતના નાથની રથયાત્રામાં ભાવથી ભિંજાયા ભક્તો

    અમદાવાદમાં જય રણછોડ....માખણ ચોરના નાદથી શહેરના માર્ગો ગુંજીી ઉઠ્યા છે.દરેક રૂટ પર ભગવાન જગન્નાથનુ ભાવભીનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

  • 01 Jul 2022 12:42 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: કાલપુર રેલ્વેસ્ટેશન તરફ આગળ વધી રહ્યા છે રથ

    અમદાવાદમાં 145મી રથયાત્રાનુ ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. ભગવાન જગન્નાથ ભાઇ બહેનને સાથે લઇ નગરચર્યાએ નીકળ્યા છે,થોડીવારમાં ભગવાન જગન્નાથ તેમના મોસાળ સરસપુર પહોંચશે.

  • 01 Jul 2022 12:15 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રાયપુર ચકલા પહોંચ્યા રથ

    રથયાત્રાના દરેક રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.હાલ ભગવાન જગન્નાથના રથ રાયપુર ચકલા પહોંચ્યા છે.

  • 01 Jul 2022 12:00 PM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: પાંચ કુવા વિસ્તારમાં કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા

    ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યા. જેમાં પાંચ કુવા વિસ્તારમાં કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા.

  • 01 Jul 2022 11:44 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: સરસપુર પહોંચ્યા ગજરાજ

    શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગળ વધી રહી છે.હાલ રથ રાયપુર પહોંચ્યા છે, જ્યારે ગજરાજ ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે.

  • 01 Jul 2022 11:25 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથની રથયાત્રા નિહાળવા દેશ-વિદેશથી ભક્તો ઉમટ્યા

    ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિહાળવા માટે દેશ-વિદેશથી ભક્તો ઉમટ્યા છે.લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

  • 01 Jul 2022 11:10 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મોસાળમાં ભગવાન જગન્નાથજીના મામેરાની તૈયારીઓ

    થોડીવારમાં ભગવાન જગન્નાથ તેમના મોસાળ સરસપુર પહોંચશે, ત્યારે મોસાળમાં મામેરાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો  છે.

  • 01 Jul 2022 11:05 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: આસ્ટોડિયા પહોંચ્યા ભગવાનના રથ

    ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા વાજતે-ગાજતે આગળ વધી રહી છે.જગન્નાથજી સહિત ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ આસ્ટોડિયા પહોંચ્યા છે.

  • 01 Jul 2022 11:01 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ

    બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વાજતે-ગાજતે નીકળી છે, ત્યારે હાલ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 01 Jul 2022 10:57 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ABVP કાર્યકરોએ રૂટની સફાઈ કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા

    જમાલપુર અને ખમાસા વચ્ચેથી રથ પસાર થયા બાદ ABVP કાર્યકરો અને વિદ્યાર્થીઓ રથયાત્રા રૂટ પર પડેલો કચરો દૂર કરવાની કામગીરીમાં જોડાયા. 200 થી વધુ લોકો અભિયાનમાં જોડાઈ રૂટની સફાઈ કરી લોકોને જાગૃત બનવા અને સ્વચ્છતા અંગે ધ્યાન રાખવા અપીલ કરી.

  • 01 Jul 2022 10:50 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: લોકગાયક કિંજલ દવેએ પાઠવી શુભેચ્છા

    ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિતે લોકગાયક કિંજલ દવેએ લોકોને પોતાના આગવા અંદાજમાં શુભેચ્છા પાઠવી.

    Gujarati artist #KinjalDve extends wishes on the occasion of #RathYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/g9fk0QwsnD

    — Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022

  • 01 Jul 2022 10:43 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ખાડીયામાં રાકેશ ઉર્ફે બોબી હત્યાને લઈ ટેબલો તૈયાર કરાયો

    ખાડીયામાં રાકેશ ઉર્ફે બોબી હત્યાને લઈ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ન્યાયની માંગ કરવામાં આવી છે.

  • 01 Jul 2022 10:33 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ત્રણેય રથ AMC પહોંચ્યા

    ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચાએ નીકળ્યા છે.ત્રણેય રથ હાલ AMC પહોંચ્યા છે.

  • 01 Jul 2022 10:30 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં આ વ્યક્તિએ પેઈન્ટિંગથી CDS બિપિન રાવતને કર્યા યાદ

  • 01 Jul 2022 10:20 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: હર્ષો-ઉલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ વધી રહી છે

    ભગવાન જગન્નાથની રથયાત્રા ધીમે-ધીમે આગળ વધી રહી છે.ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનના સ્વાગત માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે.

  • 01 Jul 2022 10:18 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ખમાસા પહોંચ્યા ભગવાન જગન્નાથના રથ

  • 01 Jul 2022 10:10 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: લુહાર શેરીની પોળમાં ભક્તો માટે ભોજનની વ્યવસ્થા

    લુહાર શેરીની પોળમાં 1500 કિલો મોહનથાળ તથા 1000 કિલો બટાકાનું શાક અને પુરીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંદાજે 20,000 થી વધુ લોકો ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે પંગત માણીને પ્રસાદીનો લાભ લેશે.

  • 01 Jul 2022 10:03 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ ભક્તોનું ધ્યાન ખેંચ્યુ

    શહેરના વિવિધ વિસ્તારમાં ભજન મંડળ ચલાવતી બહેનો દ્વારા છેલ્લાં 10 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગજાંબુકાકડી સહિતનો પ્રસાદ આપીને રણછોડરાયજીને રાજી કરવાનું કામ કરે છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભજન મંડળીઓએ ભક્તોનું ધ્યાન ખેંચ્યુ.

  • 01 Jul 2022 09:57 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં ભક્તોનું ઘોડપૂર ઉમટ્યુ

    2 વર્ષ બાદ જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે જેને લઈને ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.ભગવાન જગન્નાથ સાથે ભાઇ બલરામ અને બહેન સુભદ્રા પણ નગરચર્યાએ નીકળ્યા.સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા અને ત્યારબાદ સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

  • 01 Jul 2022 09:52 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: કરતબબાજોએ વિવધ કરતબથી સૌનું ધ્યાન ખેચ્યું

    ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.રથયાત્રા સમયે અખાડાના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં.અખાડાના કરતબે સૌનું ધ્યાન ખેચ્યું હતું.જ્યારે કરતબબાજોએ પણ વિવિધ કરતબ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.

    કરતબબાજોએ વિવધ કરતબથી સૌનું ધ્યાન ખેચ્યું#AhmedabadRathYatra #RathaYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/65ud9iBVMv

    — Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022

  • 01 Jul 2022 09:45 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં અમી છાંટણા

    જગન્નાથજીની 145 મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે.ઠેર-ઠેર ભક્તો દ્વારા ભગવાનનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રામાં પાંચ કુવા વિસ્તારમાં અમી છાંટણા થયા.ઝરમર વરસાદ શરૂ થતા ભક્તોએ જય રણછોડ..માખણ ચોર..ના નારા લગાવ્યા.

  • 01 Jul 2022 09:41 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જય રણછોડ.....ના નાદથી પીપળાની પોળ ગુંજી ઉઠી

    બે વર્ષ બાદ ભગવાન જગન્નાથન  ભવ્ય રથયાત્રા નીકળી છે.101 ટ્રકની ઝાંખી લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બની છે.હાલ રથયાત્રા પીપળાની પોળમાં પહોંચી છે.ત્યારે જય રણછોડ અને માખણચોરના નાદથી સમગ્ર પોળ ગુંજી ઉઠી છે.

  • 01 Jul 2022 09:22 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ગજરાજ પાંચ કુવા પહોંચ્યા

    ભગવાન જગન્નાથની રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.હાલ ગજરાજ પાંચ કુવા પહોંચ્યા છે.

  • 01 Jul 2022 09:09 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: થોડીવારમાં રથયાત્રા પાંચ કુવા પહોંચશે

    ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અબાલ-વૃદ્ધમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.થોડીવારમાં રથયાત્રા પાંચ કુવા પહોંચશે.

  • 01 Jul 2022 09:04 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જમાલપુરથી 30 અખાડા રવાના થયા

    જમાલપુરથી 30 અખાડા રવાના થયા છે.થોડીવારમાં જમાલપુર દરવાજાથી રથ આવશે.

  • 01 Jul 2022 08:59 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાને લઈને અબાલ- વૃદ્ધમાં અનેરો ઉત્સાહ

    ચીમનભાઈ નામના વૃદ્ધએ પાંચ કુવા રથયાત્રાના રૂટમાં ભગવાનના સ્વરૂપ એવા બાળકોમા ચોકલેટ કેન્ડી વહેંચીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે .

  • 01 Jul 2022 08:52 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: અખાડાના પહેલવાનોના પ્રદર્શનથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા

    અમદાવાદમાં 145મી રથયાત્રા પગલે અખાડાના પહેલવાનો પણ શહેરીજનોમાં અનેરું આકર્ષણ ધરાવતા હોય છે. જેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે રથયાત્રામાં અખાડાના પહેલવાનોના પ્રદર્શનથી લોકો મંત્રમુગ્ધ બન્યા.

  • 01 Jul 2022 08:39 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાના શુભ અવસર પર જાણો જગન્નાથજીની મુદ્રાનો અર્થ

  • 01 Jul 2022 08:34 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભક્તોને પ્રભુના દર્શનની તાલાવેલી

  • 01 Jul 2022 08:32 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મેયર કિરીટભાઈ પરમારે ભગવાન જગન્નાથના શરણોમાં શીશ ઝુકાવ્યુ

  • 01 Jul 2022 08:19 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા થોડી વારમાં પહોંચશે પાંચ કુવા વિસ્તાર

    બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ હાલ નગરચર્ચાએ નીકળ્યા છે.જગન્નાથની રથયાત્રા થોડી વારમાં પાંચ કુવા વિસ્તાર પહોંચશે.

  • 01 Jul 2022 08:17 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી

    રથયાત્રામાં ભગવાન જગન્નાથ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી. રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.

  • 01 Jul 2022 08:11 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જુઓ ભગવાન જગન્નાથની રથયાત્રાનો આકાશી નજારો

  • 01 Jul 2022 08:10 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જય રણછોડ...માખણચોર.... ચારેકોર એક જ નાદ

  • 01 Jul 2022 07:58 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાનના મોસાળ સરસપુરમાં રથયાત્રાનુ સ્વાગત કરાશે

    રથયાત્રા જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે.સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.

  • 01 Jul 2022 07:51 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાનું ઠેરઠેર થશે સ્વાગત

    બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 01 Jul 2022 07:49 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મોસાળમાં ભગવાન માટે વિશેષ ભોજન તૈયાર કરવામાં આવ્યા

    રથયાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે,ત્યારે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં પહોંચશે. જેને લઈને મોસાળમાં ભોજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • 01 Jul 2022 07:42 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કોવિડ-19 વેક્સિનનો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્રપટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો વિધિવત શુભારંભ કરાવ્યો છે.રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.થોડી વારમાં રથયાત્રા પાંચ કુવા પહોંચશે. આ રથયાત્રામાં કોવિડ-19 વેક્સિનનો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

  • 01 Jul 2022 07:15 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: CM ભૂપેન્દ્ર પટેલે લોકોને પાઠવી શુભેચ્છા

    ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌ ને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના.તમને જણાવી દઈએ કે, આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  • 01 Jul 2022 06:59 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત શુભારંભ કર્યો.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

  • 01 Jul 2022 06:52 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા

  • 01 Jul 2022 06:46 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મંદિર પહોંચ્યા

    થોડીવારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરમાં પહિંદ વિધિ કરશે.મહત્વનુ છે કે, મુખ્યપ્રધાન કોરોના ગ્રસ્ત થતા અનેક અટકળો ચાલી રહી હતી, પરંતુ સ્પષ્ટતા બાદ અટકળોનો અંત આવી ગયો હતો.

  • 01 Jul 2022 06:38 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: પૂર્વગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા

    થોડીવારમાં ભક્તોની આતુરતાનો અંત આવશે અને ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે.પૂર્વગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી.

  • 01 Jul 2022 06:28 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: વ્હાલાના વધામણાં માટે અમદાવાદીઓ આતુર

    થોડીવારમાં ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે,ત્યારે વ્હાલાના વધામણાં માટે અમદાવાદીઓ આતુર જોવા મળી રહ્યો છે.

  • 01 Jul 2022 06:04 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: આખરે ભક્તોની આતુરતાનો અંત, થોડીવારમાં જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે

    Jagannath 145th Rath Yatra Live Updates: ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન જગન્નાથની(Lord Jagannath) આજે 145મી રથયાત્રા છે. રથયાત્રામાં (rathyatra) જોડાવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે.સવારે મંગળા આરતી અને પહિંદવિધી બાદ શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવાશે.મહત્વનું છે કે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  જ પહિંદ વિધી કરશે.તો રથયાત્રા શરૂ થતાં પહેલાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે.રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.

  • 01 Jul 2022 05:48 AM (IST)

  • 01 Jul 2022 05:43 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે ખીચડીના પ્રસાદનું અનેરું મહત્વ

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન નગરચર્ચાએ નીકળે તે પહેલા વહેલી સવારથી જ મંદિરમાં ભક્તો પહોંચતા હોય છે અને ખીચડીના પ્રસાદનો એક કણ લઈને પણ ધન્યતા અનુભવતા હોય છે. તો ઉપરણાનો પ્રસાદ સાચવી પણ રાખતા હોય છે. જ્યારે મગ ચલાવે પગ તે કહેવત મુજબ રથયાત્રામાં મગના પ્રસાદનું મહત્વ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે ખીચડીના પ્રસાદનું અનેરું મહત્વ રહેલુ છે. આ ખીચડીનો પ્રસાદ સામાન્ય ખીચડીનો પ્રસાદ નહી પરંત તે ડ્રાયફ્રુટ વાળી શાહી ખીચડી હોય છે.

    વધુ વાંચો

  • 01 Jul 2022 05:37 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાના સ્વાગત માટે કોર્પોરેશનની વિશેષ તૈયારી, AMC હરિયાળા અમદાવાદની થીમ પર ટી શર્ટ વિતરણ કરશે

    Jagannath 145th Rath Yatra Live Updates: બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રામાં(Rathyatra 2022)ભક્તો જોડાવાના છે. જે યાત્રાનું સ્વાગત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનેતક મળી છે. ત્યારે આ તક ને ઝડપી આ વર્ષે કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સ્વાગત માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. જોકે આ વર્ષે એએમસી અંદાજે 5 લાખના ખર્ચે ટી શર્ટ(T-Shirt) વિતરણ પણ કરશે. સામાજિક મેસેજ આપવા સ્લોગન સાથેની ટી શર્ટ તૈયાર કરી છે. જેમાં વર્લ્ડ હેરિટેજ સીટી અને હરિયાળી અમદાવાદના સ્લોગન સાથેની ટી શર્ટથી હેરિટેજ સીટી અને હરિયાળું અમદાવાદનો મેસેજ લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ લોકો વૃક્ષ વાવે તે માટે સંદેશ આપતા ટી શર્ટ તૈયાર કર્યા છે. કોર્પોરેશન દ્વારા અંદાજે5 લાખના ખર્ચે ટી શર્ટ તૈયાર કરવામાં આવી છે.

  • 01 Jul 2022 05:31 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલદેવજીને રથમાં આરૂઢ કરાયા, મંદિર પરિસરમાં જય રણછોડનો જયઘોષ

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાને લઈ છેલ્લા 2 વર્ષથી નિકળી નોહતી શકી અને હવે જ્યારે ફરી એકવાર ધામધૂમ પૂર્વક યાત્રા નિકળવાની છે ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોચી ગયા છે. સવારની મંગળા આરતી બાદ હવે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલદેવજીને રથમાં આરૂઢ કરાયા, મંદિર પરિસરમાં જય રણછોડનો જયઘોષ લાગ્યા હતા.

  • 01 Jul 2022 05:23 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ગુજરાત રાજ્યનાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથજીની રથયાત્રા પ્રસંગે શુભેચ્છા પાઠવી

    Jagannath 145th Rath Yatra Live Updates: ગુજરાત રાજ્યનાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથજીની રથયાત્રા પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી

  • 01 Jul 2022 05:18 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલદેવજીના કરો દર્શન, ભગવાનનાં નેત્ર પરથી હટ્યા પાટા

    Jagannath 145th Rath Yatra Live Updates: Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલદેવજીના નેત્ર પરથી પાટા હટી ગયા છે. ભક્તોની મોટા પાયા પર ભીડ ઉમટી છે થોડીક વારમાંજ હવે પહિંદ વિધિ યોજાશે કે જેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોચશે.

  • 01 Jul 2022 05:09 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદની રથયાત્રામાં કોમી એકતાની ભાવનાને જાળવી રાખવા પ્રથમ વખત અનોખો પ્રયોગ

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથજી 145મી રથયાત્રા(Rathyatra 2022)  યોજાશે. જો કે કોરોનાના બે વર્ષ બાદ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં ભાગ લઈ શકશે. આવા સંજોગોમાં રથયાત્રાને લઇને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદની રથયાત્રામાં આ પ્રથમ વખત અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોમી એકતાનું(Communial Harmony )  વાતાવરણ ઉભું કરવા માટે 495 હિન્દુ અને મુસ્લિમની યુવા બ્રિગેડની રચના કરવામાં આવી છે. આ યુવા બ્રિગેડને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. રથયાત્રાની અંદર 18 ગજરાજ, 101 શણગારેલી ટ્રકો, અખાડા અને ભજન મંડળી અને ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાના રથો પણ હશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રા સુગમતાથી પસાર થાય તે માટે અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આઈપીએસને કામગીરી સોંપવામાં આવી છે.

  • 01 Jul 2022 05:04 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: 7 દાયકા જૂના રથમાં નાથની છેલ્લી રથયાત્રા, ભક્તોના મહેરામણથી માંડીને કોરોનાના શૂન્યવકાશની જોડાયેલી છે ઐતિહાસિક સ્મૃતિ

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા. જોકે જગદીશ મંદિરના મહંત દીલિપદાસજીએ આ વર્ષે જણા્વ્યું હતું કે વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે.

  • 01 Jul 2022 05:00 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: 144 મી રથયાત્રા પ્રસંગે ભગવાનની નગરચર્યામાં જોડાતા રથો વિશેના તથ્યો જાણો

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં (Ahmedabad) 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી પૌરાણિક ગણાતી રથયાત્રામાં (Rathyatra) રથનું આગવું માહાત્મય છે. જ્યારે ભગવાન રથ (Chariot) માં સવાર નથી હોતા ત્યારે ભાવિકો રથને જ ભગવાનની પ્રતિકૃતિ માનીને શીશ નમાવતા હોય છે. અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા.

    જગન્નાથ ભગવાનની રથયાત્રા સાથે સંકળાયેલા આ તથ્યો વિશે જાણો

  • 01 Jul 2022 04:55 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી

    Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રતિનિધિ તરીકે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત હોવાથી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખીચડાનો પ્રસાદ લઈને જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા.

    Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી

  • 01 Jul 2022 04:53 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદ જગન્નાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, ફેસ ડિટેક્શન કેમેરા પણ લગાવાયા

    Jagannath 145th Rath Yatra Live Updates: ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરમાં અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા 50000 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને એક ડેટા તૈયાર કરવામાં આવે છે અને દરવાજાના આગળ ફેસ ડિટેકશન કેમેરા પણ મૂકવામાં આવ્યા છે

    અમદાવાદની 145મી રથયાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 01 Jul 2022 04:49 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: જગતના નાથની ઝાંખી માટે વહેલી સવારથી માનવ મહેરામણ, બે વર્ષ બાદ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠશે રસ્તા

    Jagannath 145th Rath Yatra Live Updates:અમદાવાદમાં ઉલ્લાસભેર 145મી રથયાત્રા (Rathyatra)નીકળી રહી છે ત્યારે બે વર્ષ બાદ ભગવાન ભક્તોના મનોરથ પૂરાં કરવા માટે  જગદીશ મંદિર ખાતેથી (Jagdish mandir)નગરચર્યાએ નીકળી રહ્યા છે. અને શહેર પણ ઇશ્વરની ઝાંખી કરવા માટે તરસતું હોય તેમ રથયાત્રા નીકળવાની છે ત્યારે લોકો સવારથી જ જમાલપુર ખાતેના જગદીશ મંદિર ખાતે તેમજ રથયાત્રાના રૂટ પર ગોઠવાઈ ગયા છે. જે ક્ષણોની રાહ જોવાતી હતી, તે ક્ષણો આવી ગઈ છે. સતત બે વર્ષના વિરહ બાદ ભગવાન પોતે તેમના ભક્તોના ખબરઅંતર પૂછવા નીકળવાના છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉત્સાહનો માહોલ અવર્ણનીય છે.

    Rathyatra 2022: જગતના નાથની ઝાંખી માટે વહેલી સવારથી માનવ મહેરામણ, બે વર્ષ બાદ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠશે રસ્તા

  • 01 Jul 2022 04:43 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભક્તો માટે ખુલ્યા ભગવાનનાં દર્શન , મંદિર પરિસર 'જય રણછોડ માખણ ચોર' નાદથી ગુંજી ઉઠ્યું

    Jagannath 145th Rath Yatra Live Updates: અમિત શાહ સહિતનાં મહાનુભાવોએ દર્શન કરી લીધા બાદ  ભક્તો માટે મંદિરમાં દર્શનના દ્વાર કોલી દેવાતા જ અધીરા બનેલા ભક્તો મંદિર પરિસરમાં પહોચી ગયા હતા. ભક્તોનું ઘોડાપૂર એ રીતે ઉમટ્યુ હતું કે તેને પોલીસ કાબુમાં નોહતી લઈ શકી. મંદીર પરિસર 'જય રણછોડ માખણ ચોર' નાદથી ગુંજી ઉઠ્યું હતું

  • 01 Jul 2022 04:37 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: રાજ્યનાં પ્રધાન જગદીશ પંચાલે કહ્યું કે 2 વર્ષ બાદ જગન્નાથજીની રથયાત્રા ખુશીનો પ્રસંગ

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ગુજરાત સરકારના પ્રધાનો પણ આરતી દર્શનમાં સહભાગી થવા માટે પહોચ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રધાન જગદીશ પંચાલે જણાવ્યુ હતું કે કોરોના કાળના 2 વર્ષ બાદ નિકળી રહેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આનંદ અને ખુશીનો પ્રસંગ છે.

  • 01 Jul 2022 04:32 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: 145મી રથયાત્રાને લઈને માઈક્રો મેનેજમેન્ટ, રોજીંદી આવન જાવનમાં તકલીફ ન પડે તેની વિશેષ તકેદારી

    Jagannath 145th Rath Yatra Live Updates: યાત્રા યોજાવાના લગભગ ૨ માસ પૂર્વેથી પ્રશાસનના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ અત્યંત બારીકાઈથી ઝીણામાં ઝીણું આયોજન કરે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શનાર્થે લાખોની ભીડ એક મળતી હોય છે ત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ એક મહત્વનો આયોજન હિસ્સો બની જતું બની જતો હોય છે.

    Ahmedabad Jagannath Rathyatra 2022 route

    અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરના સમગ્ર રથયાત્રા રૂટને ધ્યાને લઇને જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે એટલા સમય માટે રસ્તો બંધ કરીને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 01 Jul 2022 04:22 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: પહિંદ વિધિને લઇને તમામ અટકળોનો અંત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે જગન્નાથ મંદિરમાં પહિંદ વિધિ

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે જગન્નાથ મંદિરમાં પહિંદ વિધિ કરશે, પહિંદ વિધિને લઇને તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ માટે સંપૂર્ણ સ્વસ્થ છે.  કોરોના થતા પહિંદ વિધિને લઇને  અટકળો ચાલી રહી હતી તે પણ હવે સ્પષ્ટ થઈ ગઈ છે.

    Rathyatra 2022 :  અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાની સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે

  • 01 Jul 2022 04:19 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળા આરતીનો લાભ લીધો, મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

    Jagannath 145th Rath Yatra Live Updates: આજે જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈ ભક્તોમાં ભારે આનંદ જોવા મળ્યો હદતો. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. બારે પોલીસ વ્યવસ્તા વચ્ચે નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પહોચ્યા હતા અને તેમણે આરતીનો લ્હાવો લીધો હતો.

  • 01 Jul 2022 04:13 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથની 145માં રથયાત્રાની પળેપળની માહિતી ટીવી9 પર મેળવો

    Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં રથયાત્રા વહેલી સવારે જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે... સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે... જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે...આજના દિવસ માટે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે....આ તમામ રુટ પર વાહનચાલકો વાહન પણ પાર્ક કરી શકશે નહીં... આ રુટ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયો છે..

    મંગળા આરતી મહંત દિલિપ દાસજી દ્વારા કરવામાં આવી હતી

  • 01 Jul 2022 04:09 AM (IST)

    Jagannath 145th Rath Yatra Live Updates: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો

    Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા બે વર્ષ બાદ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહી છે ત્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન મંગળા આરતી માટે પહોચ્યા હતા. તેમની સાથે મંદિરના પૂજારી દિલિપ દાસજી મહારાજ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રદિપ સિંહ જાડેજા અને જંગદીશ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    અમિતશાહે મંગળા આરતીમા ભાગ લીધો

Published On - Jul 01,2022 3:52 AM

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">