કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, અમેઠીમાં હાર મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી જાણો

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જનતા માલિક છે અને સાથે મોદીજીને અભિનંદન પણ આપ્યા હતા. રાહુલે કહ્યું કે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે. તેમ છતાં અમે માનીએ છીએ કે મોદીજી જીત્યા છે. રાહુલે કહ્યું કે આજે જ પરિણામો આવ્યા છે જેને લઈને હું કોઈ ટિપ્પણી કરીશ નહીં. સાથે પોતાના કોંગ્રેસ […]

કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, અમેઠીમાં હાર મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી જાણો
Follow Us:
| Updated on: May 23, 2019 | 12:29 PM

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જનતા માલિક છે અને સાથે મોદીજીને અભિનંદન પણ આપ્યા હતા. રાહુલે કહ્યું કે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે. તેમ છતાં અમે માનીએ છીએ કે મોદીજી જીત્યા છે. રાહુલે કહ્યું કે આજે જ પરિણામો આવ્યા છે જેને લઈને હું કોઈ ટિપ્પણી કરીશ નહીં. સાથે પોતાના કોંગ્રેસ સમર્થકોને સંદેશ આપતા કહ્યું કે ડરવાની જરૂર નથી. આગળ આપણે ફરી એક વખત પૂરી તાકાતથી લડત ચલાવીશું. અમેઠીમાં પોતાની હાર મુદ્દે કહ્યું કે હું સ્મૃતિ ઈરાનીને શુભકામના આપું છું અને તેમને વિનંતી કરું છું કે તેઓ અમેઠીની પ્યારથી સંભાળ રાખશે.

g clip-path="url(#clip0_868_265)">