દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા CRPF જવાનોના પાર્થિવ દેહ, વડાપ્રધાન મોદી થયા ગમગીન, જુઓ વીડિયો

|

Feb 15, 2019 | 4:19 PM

જમ્મુ કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગઈ કાલે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના પાર્થિવ દેહ આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચાડવામાં આવ્યા હતા. આ પણ વાંચો : વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, ‘મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને’ Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા CRPF જવાનોના પાર્થિવ દેહ, વડાપ્રધાન મોદી થયા ગમગીન, જુઓ વીડિયો

Follow us on

જમ્મુ કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગઈ કાલે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના પાર્થિવ દેહ આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, ‘મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને’

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમની કેબિનેટના સાથીઓની સાથે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સહિત અનેક ટોચના નેતાઓ તેમજ સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પણ આ વેળાએ હાજર રહીને પુષ્પ ચક્ર અર્પણ કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

લશ્કરી વડા જનરલ બિપિન રાવત, નૌકાદળના વડા એડમિરલ સુનીલ લામ્બા અને હવાઈ દળના વડા એરચીફ માર્શલ બી.એસ. ધનોઆએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કશ્મીરમાં શહીદ થયેલા જવાનોનાં પાર્થિવ શરીર આજે C17 વિમાન દ્વારા પાલમ એરપોર્ટના ટેકનિકલ એરિયા ખાતે લાવવામાં આવ્યા હતા.

શહીદ જવાનોના પાર્થિવ શરીર તેમના સંબંધિત રાજ્યો તથા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે ભાજપશાસિત રાજ્યોના પ્રધાનો તથા સંસદસભ્યોને વડા પ્રધાન મોદીએ હાજર રહેવાની સૂચના આપી છે.

Published On - 4:18 pm, Fri, 15 February 19

Next Article