મા-બાપ અમીર હોય કે ગરીબ, પ્રેમ વરસાવતા હોય કે ગુસ્સો પણ દરેક સંતાન માટે તેમના મા-બાપ અનમોલ હોય છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ મા-બાપની જગ્યા ક્યારેય લઈ શક્તો નથી. જ્યારે સંતાનના જીવનમાંથી મા-બાપ જતા રહે છે, ત્યારે તેની વેદના અસહ્નનીય હોય છે. આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈક આવી વેદનાઓમાંથી પસાર થઈ રહ્યા છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું 100 વર્ષની ઉંમરે નિધન થયુ હતું. થોડા સમય પહેલા તેમની તબિયત બગડતા તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આજ વહેલી સવારે હીરાબાના નિધનના સમાચાર સામે આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબા સાથે ન હોતા રહેતા, તેમની વચ્ચે રોજની મુલાકાત નહોતી થતી પણ માતા પ્રત્યે તેમને ખુબ પ્રેમ અને ચિંતા રહેતી હતી. માતાને જ્યારે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ અમદાવાદ તેમને મળવા પહોંચ્યા હતા. આજે તેમના નિધન બાદ તેઓ તરત દિલ્હીથી અમદાવાદ પોતાનો પુત્ર ધર્મ નીભાવવા પહોંચ્યા હતા.પરતું આજે વડાપ્રધાન મોદીએ ફરી પોતાના કર્તવ્યનિષ્ઠ હોવાનું ઉદાહરણ આખી દુનિયા સામે મુક્યુ હતુ.
દુનિયામાં વડાપ્રધાન મોદીને સૌથી વધારે પ્રેમ કરનાર તેમની માતાનું નિધન થતા તેઓ પોતાને અનાથ અનુભવી રહ્યા હતા. તેઓ કંઈક બોલી શક્યા ન હતા પણ તેમની આંખોમાં આંસુ હતા, માથું નમેલુ હતુ. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના શક્તિશાળી વડાપ્રધાનની હિમ્મત આજે તૂટી ગઈ હતી પણ તેમને યાદ હતુ કે તેઓ પુત્ર હોવાની સાથે સાથે દેશના વડાપ્રધાન પણ છે. તેઓ માતાની અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી કરીને ફરી દેશસેવામાં લાગ્યા હતા. માતાના અંતિમ સંસ્કાર બાદ તેઓ પહેલાથી નિરધારિત કરેલા પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં 11.30 કલાકે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ પર ન આવવા બદલ માફી પણ માંગી હતી.
Just hours after performing last rites of his mother, PM Modi attends all his pre-scheduled events.
A similar incredible episode happened when Modi came for a meeting post his father’s funeral in 1989.
A #ModiStory that embodies the true spirit of a Karmayogi! pic.twitter.com/G42Lsi1nbO
— Modi Story (@themodistory) December 30, 2022
વર્ષ 1989માં જ્યારે નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીનું નિધન થયુ હતુ. ગુજરાતના દિલીપ ત્રિવેદીએ જણાવ્યુ કે, તે સમયે મોદીજી એ અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમ માટે પહોંચવાનું હતુ. તેમના પિતાનું નિધન થતા તેઓ વડનગર ગયા હતા, તેથી તેમના અમદાવાદ આવવાની આશા ન હતી પણ આ સ્થિતિમાં પણ તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા. આ જોઈ તેમની પાર્ટીના તમામ કાર્યકર્તા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કાર્યક્રમ પૂરો થયા બાદ મોદીજીને પૂછવામાં આવ્યું કે, આજે તમારા પિતાનું નિધન થયું છે અને તમે આજે જ આ કાર્યક્રમમાં આવ્યા હતા તો તેમણે જવાબ આપ્યો કે, હા, અંતિમ સંસ્કાર થયા પછી હું આવ્યો છું. મારે પાર્ટી પ્રત્યેની મારી જવાબદારીઓ પણ નિભાવવી છે. તેમના કામ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા જોઈને દરેકને એવી જ પ્રેરણા મળી હતી, જે આજે લોકોને મળી રહી છે. લોકો કહે છે કે ગમે તે થાય, શો મસ્ટ ગો ઓન. આ દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી, પરંતુ વડાપ્રધાન મોદીએ એક વાર નહીં પરંતુ બે વાર કર્યું.
Published On - 10:30 pm, Fri, 30 December 22