AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પહેલા PM મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા

આજે 29મી એપ્રિલના રોજ સવારે પ્રધાનમંત્રીએ વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી. ત્યારબાદ, પ્રધાનમંત્રી હરદોઇ જશે અને સવારે 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

PM Modi: ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પહેલા PM મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા
PM Modi In Kashi Vishwanath TempleImage Credit source: X
| Updated on: Apr 29, 2026 | 10:25 AM
Share

વારાણસી લોકસભા બેઠક દેશની VVIP બેઠકમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠક પરથી સતત ત્રીજી વખત જીત મેળવીને તેમણે જીતની હેટ્રિક લગાવી હતી. પ્રધાનમંત્રી આજે વારાણસીમાં છે ત્યા તેમણે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી.

વારાણસીમાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મહિમા સંમેલનમાં ભાગ લેશે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લગભગ 1050 કરોડ રૂપિયાથી વધુના 48થી વધુ પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રોને સમર્પિત કરશે. મહત્વના પ્રોજેક્ટ્સમાં વારાણસી-આઝમગઢ રોડનું વિસ્તરણ, કાઝઝકપુરા અને કદીપુર ખાતે રેલ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન અને ભગવનપુરમાં 55 MLD ક્ષમતા ધરાવતા સ્યુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટ્સનું આજે ઉદ્ઘાટન કરશે. આમાં જળ જીવન મિશન હેઠળ 30 ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓ, ચંદ્રાવતી ઘાટનો પુનર્વિકાસ, સારનાથ નજીક સારંગનાથ મંદિરનો પ્રવાસન વિકાસ અને નાગવાના સંત રવિદાસ પાર્કનું સુંદરીકરણ અને નવીનીકરણના કાર્યોનો સમાવેશ થાય છે. જાહેર સેવાઓ અને રમતગમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં યુપી કોલેજમાં સિન્થેટિક હોકી ટર્ફ, રામનગરમાં 100 બેડ ધરાવતો વૃદ્ધાશ્રમ અને ભેલુપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તિબેટીયન સ્ટડીઝ ખાતે સોવા રિગ્પા ભવન (ભારત સરકાર દ્વારા પરંપરાગત તિબેટીયન ચિકિત્સા) અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. જે પરંપરાગત દવાને આધુનિક આરોગ્યસંભાળ પ્રણાલીઓ સાથે સંકલિત કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.

પ્રધાનમંત્રી હરદોઈમાં

પ્રધાનમંત્રી હરદોઈ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે. જે દેશમાં વિશ્વ-સ્તરીય વિકાસમાં એક મહત્વપૂર્ણ હાઈ-સ્પીડ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે છે. ગંગા એક્સપ્રેસવે 594 કિલોમીટર લાંબો અને 6-લેન (8 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે) સુધીનો છે. જે કુલ 36230 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસવે 12 જિલ્લાઓ જેમ કે મેરઠ, બુલંદશહેર, હાપુડ, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજને પસાર કરે છે. જેનાથી ઉત્તર પ્રદેશના પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય પ્રદેશોને એક જ સીમલેસ હાઇ-સ્પીડ કોરિડોર દ્વારા જોડવામાં આવે છે. આ પ્રોજેક્ટ મેરઠ અને પ્રયાગરાજ વચ્ચેનો મુસાફરીનો સમય વર્તમાન 10થી 12 કલાકથી ઘટાડીને આશરે 6 કલાક કરશે તેવી અપેક્ષા છે. જેનાથી પરિવહનમાં સરળતા અને કાર્યક્ષમતા વધશે. આ પ્રોજેક્ટનું મુખ્ય હાઇલાઇટ શાહજહાંપુર જિલ્લામાં 3.5 કિમી લાંબી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (એરસ્ટ્રીપ) ની જોગવાઈ છે.

વિકાસના રથે પકડી નવી રફ્તાર ! ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો, PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને મળશે ‘નવી પાંખો’

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">