AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકાસના રથે પકડી નવી રફ્તાર ! ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો, PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને મળશે ‘નવી પાંખો’

ગુજરાતની ચૂંટણીના પરિણામોએ જ્યારે આખા રાજ્યમાં હલચલ મચાવી દીધી, ત્યારે સૌની નજર એક જ વાત પર હતી કે, પીએમ નરેન્દ્ર મોદી આ જીતને કેવી રીતે વધાવશે? એવામાં પીએમ મોદીએ એક એવું ટ્વીટ કર્યું કે, જેણે દરેક ગુજરાતીના દિલ જીતી લીધા છે.

વિકાસના રથે પકડી નવી રફ્તાર ! ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો, PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને મળશે 'નવી પાંખો'
| Updated on: Apr 28, 2026 | 7:05 PM
Share

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, રાજ્યની જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો અતૂટ વિશ્વાસ આજે પણ અકબંધ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ પરિણામો સાથે ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો છે. તેમણે ભવ્ય વિજય બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે, આગામી સમયમાં અમે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. પીએમ મોદીના આ ટ્વીટથી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાજપની શાનદાર જીત

જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત 24મી એપ્રિલના રોજ યોજાયેલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજ રોજ એટલે કે 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર થયેલા આ પરિણામોમાં તમામે તમામ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 15 પૈકી 9 મહાનગરપાલિકા એવી છે કે, જેની મહાનગરપાલિકા તરીકે રચના થયા બાદ પહેલી વાર ચૂંટણી યોજાઈ હતી.

આમાં અમદાવાદ, કરમસદ-આણંદ, ગાંધીધામ, નડીયાદ, જામનગર, નવસારી,પોરબંદર, ભાવનગર, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વાપી, સુરત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. વધુમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 માંથી 25 બેઠક પર ભાજપે શાનદાર જીત મેળવી છે.

આ પણ વાંચો: આખી દુનિયા જેનાથી ડરે છે, તે ‘બ્રહ્માસ્ત્ર’ હવે ભારત આવશે; પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે આ ડિફેન્સ સિસ્ટમ

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">