ત્રિપુરાના 1.47 લાખ પરિવારોને PM મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અપાશે પહેલો હપ્તો, આજે વિતરણ કરાશે 700 કરોડ રૂપિયા

પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે, જેનો ઉદ્દેશ્ય 2022 સુધીમાં "બધા માટે આવાસ" ઉપલબ્ધ કરવાનો છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2016માં આ યોજના શરૂ કરી હતી.

ત્રિપુરાના 1.47 લાખ પરિવારોને PM મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અપાશે પહેલો હપ્તો, આજે વિતરણ કરાશે 700 કરોડ રૂપિયા
Prime Minister Narendra Modi, (file photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) રવિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને ટ્રાન્સફર કરશે. આ અવસર પર આ લાભાર્થીઓના બેંક ખાતામાં 700 કરોડ રૂપિયાથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ અને ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ ( Biplab Kumar Deb ) પણ હાજર રહેશે.

વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રિપુરાની વિશિષ્ટ ભૌગોલિક-આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, PM મોદીની પહેલને પગલે, ત્રિપુરા રાજ્ય માટે ‘કાચા’ ઘરની વ્યાખ્યા બદલાઈ છે, આટલી મોટી સંખ્યામાં ‘કાચા’ મકાનોમાં રહેતા લાભાર્થીઓ ‘પાક્કા’ મકાનો બાંધવા માટે નિર્દિષ્ટ સહાય મેળવવા માટે પાત્ર થયા છે. મુખ્ય પ્રધાન બિપ્લબ દેબે પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ( Pradhan Mantri Awas Yojana)- ગ્રામીણ, આ યોજના એ ભારત સરકારના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે, જેનો ઉદ્દેશ્ય 2022 સુધીમાં “બધા માટે આવાસ” ઉપલબ્ધ કરવાનો છે. આ યોજના હેઠળ, વર્ષ 2021-22 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- અંતર્ગત તમામ મૂળભૂત સુવિધાઓ સાથેના 2.14 કરોડ ગ્રામીણ ઘરો બાંધવાનો ઉદ્દેશ છે. જોકે આ યાદીમાં શરૂઆતમાં 2.95 કરોડ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ વિવિધ સ્તરે ચકાસણી બાદ ઘણા પરિવારો, યોજનાને પાત્ર ના હોવાનું જણાયું હતું. વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ યોજના શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ

ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

આ પણ વાંચોઃ

Children’s day 2021: ચિલ્ડ્રન્સ ડે પર તમારા બાળકને આપો આ અદ્ભુત ભેટ, આટલા પૈસા ચૂકવીને તમે ટપાલ ટિકિટ પર છપાવી શકો છો તમારા બાળકનો ફોટો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati