National Vaccination Day: શું કોવિડ રસીથી પ્રજનન ક્ષમતા ઘટે છે અને DNAને નુકસાન પહોંચાડે છે ? આ છે તેનું સત્ય

National Vaccination Day 2022: આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. આ અવસર પર, જાણો, કોવિડ-19 રસીકરણ સંબંધિત આવી ગેરમાન્યતાઓ જે સોશિયલ મીડિયા પર ઘણી શેયર કરવામાં આવી હતી. આ ભ્રમણાઓમાં કેટલું સત્ય છે તેનો જવાબ અમેરિકન હેલ્થ એજન્સી CDCએ આપ્યો છે.

National Vaccination Day: શું કોવિડ રસીથી પ્રજનન ક્ષમતા ઘટે છે અને DNAને નુકસાન પહોંચાડે છે ? આ છે તેનું સત્ય
national vaccination day 2022 myths and facts about covid 19 vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 1:50 PM

અત્યાર સુધીમાં દેશમાં 180 કરોડથી વધુ લોકોએ કોવિડ-19 રસીના (Covid-19 Vaccine) બંને ડોઝ મેળવ્યા છે. કેન્દ્ર સરકાર હજુ પણ લોકોને રસીકરણ અંગે જાગૃત કરી રહી છે. રસીને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ પણ છે. જેના પર દેશ અને દુનિયાના નિષ્ણાંતોએ પોતાના અભિપ્રાય આપ્યા છે. આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day) છે. આ અવસર પર, જાણો, કોવિડ-19 રસી સંબંધિત રસી વિશેના આવી દંતકથાઓ અને તથ્યો (Myths and Facts about vaccine) જે સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવ્યા હતા. આ ભ્રમણાઓમાં કેટલું સત્ય છે તેનો જવાબ અમેરિકન હેલ્થ એજન્સી CDCએ આપ્યો છે.

જાણો, રસી સંબંધિત 5 ગેરમાન્યતાઓ અને તેનું સત્ય…

માન્યતા: કોવિડ-19 રસીની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે.

હકીકત: યુએસ હેલ્થ એજન્સી CDC અનુસાર, કોવિડ -19 રસી લાગુ કરવાની સલાહ ગર્ભવતી મહિલાઓ અને ગર્ભાવસ્થાની યોજના કરતી મહિલાઓ અને તેમના પાર્ટનરને પણ આપવામાં આવે છે. અત્યાર સુધી થયેલા સંશોધનમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી. જે સાબિત કરે કે રસીની અસર પ્રજનન ક્ષમતા પર થાય છે. તેથી કોઈપણ ખચકાટ વિના રસી લગાવો અને સંક્રમણનું જોખમ ઓછું કરો.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

માન્યતા: COVID-19 રસી અનિયમિત પીરિયડ્સનું કારણ બને છે.

હકીકત: રિપોર્ટ્સ કહે છે કે અનિયમિત પીરિયડ્સ માટે ઘણા પરિબળો છે. જેમ કે તણાવ, ઊંઘમાં ફેરફાર, આહાર અને કસરતમાં ફેરફાર. આ સંક્રમણને કારણે થઈ શકે છે, પરંતુ રસી અસર કરતી હોવાના કિસ્સાઓ જોવા મળ્યા નથી.

માન્યતા: કોરોના રસી લીધા પછી, માસ્કની જરૂર નથી.

હકીકત: હોપકિન્સ મેડિસિનનો રિપોર્ટ કહે છે. આ વાત બિલકુલ સત્ય નથી. રસીનો એક ડોઝ લીધો હોય કે બે, માસ્ક લગાવવું અને સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વમાં આવા હજારો કેસ સામે આવ્યા છે કે જેને બે રસીના ડોઝ લીધા હતા, પરંતુ તેમ છતાં તેમને ચેપ લાગ્યો હતો.

માન્યતા: કોરોના ચેપ પછી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તેથી કોઈ રસીની જરૂર નથી.

હકીકત: સીડીસી અનુસાર, રસી સલામત છે અને તેના દ્વારા કોવિડ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ તૈયાર કરી શકાય છે. પછી ભલેને કોઈને ચેપ લાગ્યો હોય કે ન હોય. રસી મેળવ્યા પછી, વાયરસ સામે રક્ષણનું સ્તર વધે છે. સંશોધનમાં તે સાબિત થયું છે કે બંને ડોઝની તુલનામાં, કોવિડમાંથી સાજા થયા પછી રસીની સંપૂર્ણ માત્રા ન મેળવનારાઓને ફરીથી ચેપ લાગવાની સંભાવના 2 ગણી વધારે હતી.

માન્યતા: રસી મનુષ્યના DNAને બદલી નાખે છે.

હકીકત: રસી શરીરમાં રોગો સામે લડતી રોગપ્રતિકારક શક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. કોવિડ રસી શરીરના કોષો સુધી પહોંચે છે, પરંતુ તે DNAના તે ભાગમાં નથી મુકાતી કે જે તેને અસર કરે છે. તેથી, તમે કોઈ પણ ભય વિના રસી લગાવી શકો છો.

આ પણ વાંચો: Corona Vaccination: હવે દેશભરમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને અપાશે વિનામૂલ્યે કોરોનાની રસી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જાહેરાત

આ પણ વાંચો: Corona Vaccination: દેશની 80 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા – આરોગ્ય મંત્રીએ માહિતી આપી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">