દિલ્હીના ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આબકારી નીતિ મામલે જામીન માટે આજે (28 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં ગયા. તેમની અરજી પર સુનાવણી કરી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે સુનાવણી કરી. તમને જણાવી દઈએ કે આપ નેતા મનીષ સિસોદિયા હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે.
CJIએ કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાંથી જામીન અને બીજી રાહત માંગી રહ્યા છો. તમને અર્ણબ ગોસ્વામી અને વિનોદ દુઆ કેસનો હવાલો આપી દીધો પણ તે કેસ આનાથી બિલકુલ અલગ હતા. તમારે નીચલી કોર્ટમાંથી જામીન લેવા જોઈએ, એફઆઈઆર રદ્દ કરાવવા માટે હાઈકોર્ટ જવું જોઈએ.
આ પણ વાંચો: સંબંધમાં થશે સુધારો? જી20 બેઠક માટે ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન કિન ગાંગ
મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું કે મને માત્ર 3 મિનિટ બોલવા દો. મને (સિસોદિયાને) માત્ર બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. ધરપકડ પહેલા અરણેશ કુમાર કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન થયું નથી. ના મારી પર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ છે, ના મારી પર ભાગી જવાની શંકા હતી. સીજેઆઈએ કહ્યું કે આ વાત સાચી હોય શકે છે પણ સુપ્રીમ કોર્ટ તેની સીધી સુનાવણી કરી શકે નહીં.
જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે કેસ દિલ્હીનો છે. તેનો મતલબ એ નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવી જાવ. સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ મૌલિક અધિકારોની રક્ષક છે. સીજેઆઈએ પૂછ્યુ કે કેસ કઈ કલમમાં છે. સિંઘવીએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ છે. સીજેઆઈએ કહ્યું કે તમે જે પણ કહી રહ્યા છો, તે હાઈકોર્ટને કહો. અમે નહીં સાંભળીએ.
આબકારી નીતિમાં કથિત ભ્રષ્ટાચારને લઈ ધરપકડ કરવામાં આવેલા મનીષ સિસોદિયાને દિલ્હીની એક વિશેષ કોર્ટે સોમવારે 5 દિવસ માટે સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે જરૂરી છે કે તેમને પૂછેલા સવાલના યોગ્ય અને સાચા જવાબ મળે અને આ કોર્ટના મતે આરોપીની કસ્ટોડીયલ પૂછપરછ દ્વારા જ શક્ય છે.