જાહેરસભાને સંબોધિત કર્યા બાદ રૂદ્રપુરમાં PM મોદીનો રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ઉત્તરાખંડના રૂદ્રપુરમાં વડાપ્રધાનનો આ પહેલો રોડ શો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પીએમના રોડ શો હવે એક પછી એક ચાલુ રહેવાના છે. ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના સહારનપુર, મુરાદાબાદ, ગાઝિયાબાદમાં મોટી રેલીઓ અને રોડ શો કરવા જઈ રહ્યા છે.

Follow Us:
| Updated on: Apr 02, 2024 | 8:09 PM

મંગળવારે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં જનસભા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. વડાપ્રધાન મોદીની આ ઉત્તરાખંડમાં પહેલી ચૂંટણી રેલી હતી. આ રોડ શોમાં વડાપ્રધાનના કાફલામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડની બંને તરફ લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. વડાપ્રધાન તેમના સમર્થકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા.

ચૂંટણી જનસભાની સાથે વડાપ્રધાન મોદીનો આ પહેલો રોડ શો હતો. વડાપ્રધાનના રોડ શોનો આ સિલસિલો અનેક લોકસભા મતવિસ્તારોમાં ચાલુ રહેવાનો છે. ઉત્તર પ્રદેશના મેરઠ બાદ હવે સહારનપુર, મુરાદાબાદ, ગાઝિયાબાદમાં વડાપ્રધાનની રેલી અને રોડ શો કરવા જઈ રહ્યા છે.

પીએમ મોદીએ ભ્રષ્ટાચાર પર કર્યા પ્રહારો

રુદ્રપુરમાં વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર પર જોરદાર પ્રહારો કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવીએ છીએ પરંતુ અમારા વિરોધીઓ ભ્રષ્ટાચારને બચાવવા માંગે છે. વડાપ્રધાને કહ્યું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો ચાલુ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ઉત્તરાખંડના લોકોને વચન આપ્યું હતું કે તેમનું સપનું પૂરું કરવા માટે ટૂંક સમયમાં કામ કરવામાં આવશે. તેમને કહ્યું કે અમારી સરકાર સમગ્ર દેશમાં વીજળીને લગતા મોટા સુધારાની યોજના પર કામ કરી રહી છે. ગરીબોને મફતમાં વીજળી મળશે અને જરૂર પડશે તો તેઓ જાતે જ વીજળીનું ઉત્પાદન કરશે અને પૈસાની પણ કમાણી કરી શકશે.

પહેલા મતદાન પછી જલપાનનો સંદેશ

વડાપ્રધાન મોદીએ લોકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ભલે ખૂબ ગરમી હોય પરંતુ પહેલા વોટિંગ કરો અને પછી જલપાન કરો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આટલી ઝડપી ગતિએ કામ થયું છે જે પહેલા ક્યારેય થયું નથી.

આ પણ વાંચો: ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">