આજથી કાશ્મીરની ખીણમાં ગુંજશે 15મી સદીની રચના ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ એટલે કે “વૈષ્ણવ જન તો તેને રે કહીએ”, ટીવી નાઈનનાં માધ્યમથી રીલીઝ થયું ભજન

કાશ્મીરની ખીણમાં આજથી ગુંજશે ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ એટલે કે “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજન. મૂળ કાશ્મીરનાં અને હવે સવાયા ગુજરાતી એવા કુસુમ કૌલ-વ્યાસની મહિનાઓની મહેનત રંગ લાવી છે અને આજે ગાંધીજીની 151મી જયંતિ પ્રસંગે ભજનનું વિમોચન TV9 ડીજીટલનાં ઓનલાઈન માધ્યમથી દેશભરમાં કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીના પર્યાય અને ભક્ત કવિ નરસૈયો […]

આજથી કાશ્મીરની ખીણમાં ગુંજશે 15મી સદીની રચના ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ એટલે કે “વૈષ્ણવ જન તો તેને રે કહીએ”, ટીવી નાઈનનાં માધ્યમથી રીલીઝ થયું ભજન
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 11:35 AM

કાશ્મીરની ખીણમાં આજથી ગુંજશે ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ એટલે કે “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજન. મૂળ કાશ્મીરનાં અને હવે સવાયા ગુજરાતી એવા કુસુમ કૌલ-વ્યાસની મહિનાઓની મહેનત રંગ લાવી છે અને આજે ગાંધીજીની 151મી જયંતિ પ્રસંગે ભજનનું વિમોચન TV9 ડીજીટલનાં ઓનલાઈન માધ્યમથી દેશભરમાં કરવામાં આવ્યું.

મહાત્મા ગાંધીના પર્યાય અને ભક્ત કવિ નરસૈયો આ નામ જ કાફી છે કોઈને યાદ કરાવવા માટે આ પ્રખ્યાત ભજન, “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” કે જેની 15મી શતાબ્દીમાં રચના કરવામાં આવી હતી અને રાષ્ટ્રપિતા ગાંધીજીની નિત્ય પ્રાર્થનામાં તે અંત સુધી સાથે રહ્યું. વૈષ્ણવો માટે આદર્શ, આ રચનાની વાત કરવામાં આવે તો તે ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત ભલે થયું પરંતુ શબ્દોનાં ધોરણે અને તેના મર્મને સમજવાની વાત હોય તો તે વધારે પડતા ગુજરાતીઓ જ હશે કે જે સમજી શકતા હશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રોજેક્ટ પર કુસુમ કૌલ વ્યાસ કામ કરી રહ્યા હતા અને તેમને સાથ મળ્યો તેમના પિતા રઈશ બ્રિજ ક્રિશન કૌલનો કે જેમણે આ રચનાની પંકિતઓને ઉર્દુમાં રૂપાંતરિત કરવામાં આવ્યું અને કવિ શાહબાઝ હકબારી દ્વારા તેને કાશ્મીરી સંસ્કરણમાં ઢાળવામાં આવ્યું અને પછી તેનું ટાઈટલ બન્યું ‘વૈષ્ણવ જન ગાવે સુઇ યુસા દેશે’ અને તેને ગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું લોકપ્રિય કાશ્મીરી ગાયક ગુલઝાર અહમદ ગનાઈને મળ્યું છે. કાશીમીરી ભાષામાં અને કાશ્મીરી સંગીતનાં સાધનો અને ટ્યૂનને પણ કાશ્મીરી ટચ જ આપવામાં આવ્યો  છે કે જેને લઈને ખીણમાં આ આખી રચનાનો સંદેશો વહેતો થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">