જમ્મુ-કાશ્મીર : રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળોને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. સરનુ ગામના લિંક રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વારા IED બોમ્બ મળી આવ્યા હતા. આ પછી, સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાય તે પહેલા જ સુરક્ષા દળોને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાંથી સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સરનુ ગામના લિંક રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વારા IED બોમ્બ મળી આવ્યા હતા. આ પછી, સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને તમામ આઈડી બોમ્બને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મતગણતરી થવાની છે. આવી સ્થિતિમાં અહીં તમામ નક્કર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કોઈ અપ્રિય ઘટના કે ગેરરીતિ ના થાય. જ્યારે, સાંબા જિલ્લાના એક ગામમાં, કેટલાક ગ્રામજનોને કાટ લાગેલી એન્ટી-ટેન્ક લેન્ડમાઈન અને જૂની ‘મોર્ટાર શેલ’ મળી આવ્યા હતા. આ કિસ્સામાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે આને પણ સલામત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
ખેતરમાંથી IED બોમ્બ પણ મળ્યો
અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે સવારે રીગલ બોર્ડર ચોકી પાસે ખેતરોમાં કામ કરતા એક ખેડૂતે એન્ટી ટેન્ક લેન્ડમાઈન જોયો. આ પછી તેણે સીમા સુરક્ષા દળને જાણ કરી. અધિકારીઓએ જણાવ્યું કે, મોર્ટાર શેલ રવિવારે સાંજે બારી બ્રાહ્મણ વિસ્તારના બલોલે ખાડમાં કચરામાં પડેલો મળ્યો હતો અને બાદમાં પોલીસ બોમ્બ નિકાલ ટુકડીએ તેને નિષ્ક્રિય કરી દીધો હતો.
રવિવારે પણ એક મોટી કાર્યવાહીમાં સેનાએ જમ્મુ અને કાશ્મીરના એક જ ગામમાંથી ત્રણ કથિત ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 7.8 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS હેઠળ અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
મતગણતરી કેન્દ્રો પર મજબૂત વ્યવસ્થા
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મતગણતરી થવાની છે. જેને લઈને સમગ્ર કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીર પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે રામબનના એસએસપી કુલબીર સિંહે કહ્યું કે, “ગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હશે, જેથી કોઈ ખલેલ ન થાય. શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે વ્યાપક સુરક્ષા દળો તૈનાત કર્યા છે.”