Operation Sindoor : ગૃહમંત્રી અમિત શાહના રાજ્યોને નિર્દેશ
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 50 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હડતાળને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં કટોકટી જેવી સ્થિતિ છે.

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 50 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હડતાળને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં કટોકટી જેવી સ્થિતિ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગેના દરેક અપડેટ માટે TV9 સાથે જોડાયેલા રહો.
LIVE NEWS & UPDATES
-
ગૃહમંત્રી અમિત શાહના રાજ્યોને નિર્દેશો
ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને નેપાળને અડીને આવેલા સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે બેઠકની અધ્યક્ષતા કરી. ઓપરેશન સિંદૂરની સફળતા દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને યોગ્ય જવાબ આપવા બદલ તમામ મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલોએ પ્રધાનમંત્રી અને આપણા સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા. બેઠકમાં, અમિત શાહે રાજ્યોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા જાળવવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે SDRF, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને NCC જેવા રાહત અને બચાવ દળોને સતર્ક રાખવા જણાવ્યું.
-
બ્રેવિસ ફિફ્ટી ફટકારી આઉટ
ચેન્નાઈને છઠ્ઠો ઝટકો, બ્રેવિસ આક્રમક ફિફ્ટી ફટકારી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ, ધોની મેદાનમાં આવ્યો
-
-
બ્રેવિસની આક્રમક ફિફ્ટી
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100 ને પાર, શિવમ દુબે અને બ્રેવિસની આક્રમક બેટિંગ, બ્રેવિસે વૈભવ અરોરાને 6 બોલમાં 6 બાઉન્ડ્રી ફટકારી, 1 ઓવરમાં 30 રન ફટકાર્યા, બ્રેવિસની આક્રમક ફિફ્ટી
-
જાડેજા ક્લીન બોલ્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, જાડેજા માત્ર 19 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ કર્યો ક્લીન બોલ્ડ
-
CSK નો સ્કોર 50 ને પાર
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 50 ને પાર, રવીન્દ્ર જાડેજાની આક્રમક બેટિંગ, રવીન્દ્ર જાડેજાએ હર્ષિત રાણાની ઓવરમાં એક ફોર અને એક સિક્સર ફટકારી
-
-
ઉર્વિલ પટેલ 31 રન બનાવી આઉટ
ચેન્નાઈને ત્રીજો ઝટકો, ઉર્વિલ પટેલ 31 રન બનાવી થયો આઉટ, ડેબ્યૂ મેચમાં ઉર્વિલ પટેલે જોરદાર ફટકાબાજી કરી, ચાર સિક્સર ફટકારી, 11 બોલમાં 31 બનાવી વિકેટ ગુમાવી
-
કોનવે 0 પર આઉટ
ચેન્નાઈને બીજો ઝટકો, ડિવોન કોનવે 0 પર આઉટ, મોઈન અલીએ કરીપ ક્લીન બોલ્ડ
-
ચેન્નાઈને પહેલો ઝટકો
ચેન્નાઈને પહેલો ઝટકો, આયુષ મ્હાત્રે 0 રને આઉટ
-
CSK ને જીતવા 180 નો ટાર્ગેટ
કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 180 રનનો આપ્યો ટાર્ગેટ
-
KKRને છઠ્ઠો ઝટકો
કોલકાતા નાઈટ રાઈડર્સને છઠ્ઠો ઝટકો, રીન્કુ સિંહ 9 રન બનાવી થયો આઉટ
-
રસેલ 38 રન બનાવી થયો આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, રસેલ 38 રન બનાવી થયો આઉટ, નૂર અહેમદે ફરી લીધી વિકેટ
-
રહાણે 48 રન બનાવી આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો, કેપ્ટન રહાણે 48 રન બનાવી થયો આઉટ, માત્ર 2 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, રવીન્દ્ર જાડેજાએ લીધી વિકેટ, કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 100 ને પાર
-
નૂર અહેમદનો સપાટો
નૂર અહેમદનો સપાટો, એક જ ઓવરમાં લીધી બે વિકેટ, સુનિલ નારાયણ અને અંગકૃશ રઘુવંશીને કર્યા આઉટ
-
KKR નો સ્કોર 50 ને પાર
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 50 ને પાર, નારાયણ-રહાણેએ સંભાળી બાજી
-
KKRને પહેલો ઝટકો
કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, ગુરબાઝ માત્ર 11 રન બનાવી થયો આઉટ, અંશુલ કમબોજે લીધી વિકેટ
-
ઉર્વિલ પટેલનું ડેબ્યૂ
28 બોલમાં સદી ફટકારનાર ઉર્વિલ પટેલ IPLમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને શેખ રશીદની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં તક આપી છે.
-
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, મોઈન અલી, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
-
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
આયુષ મ્હાત્રે, ઉર્વીલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, દેવલ્ડ બ્રેવિસ, આર અશ્વિન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિષા પથિરાના.
-
કોલકાતાએ જીત્યો ટોસ
કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વેંકટેશ અય્યરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા
-
ખાલી કરાવવામાં આવી રહ્યા છે ગામડાઓ
ભારતના હુમલા પછી, પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં સિયાલકોટને અડીને આવેલી સરહદ પર ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ગોળીબાર છતાં, તોપમારા વચ્ચે, લોકો અડગ ઉભા છે. સુરક્ષા કારણોસર સરહદી વિસ્તારોના ગામડાઓ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
ગુજરાતના ત્રણ સહિત દેશના 18 એરપોર્ટ સાવચેતીના ભાગરૂપે કરાયા બંધ, 200થી વધુ ફ્લાઈટ રદ
ઓપરેશન સિંદૂર બાદ, દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં લગભગ 18 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. તેમાં શ્રીનગર, લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાલા, તો ગુજરાતના જામનગર, ભુજ અને રાજકોટ એરપોર્ટનો સમાવેશ થાય છે. એરલાઇન્સે વિવિધ એરપોર્ટ પર આવતી અને જતી 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે.
-
આવતીકાલ 8 મે ગુરુવારે જાહેર થશે ધોરણ 10નું પરિણામ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનુ પરિણામ આવતીકાલ ગુરુવારને 8 મેના રોજ સવારે 8 વાગે જાહેર કરાશે. ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ GSEB.ORG ઉપર અને વોટ્સએપ નંબર 6357300971 પરથી સવારે 8 વાગે પરિણામ જાણી શકાશે.
-
પાકિસ્તાન હજુ સીધુ નહીં રહે તો ખેદાન મેદાન કરી નાખીશું, અજિત ડોભાલે ચીનને આપ્યો સખ્ત જવાબ
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપતા મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર અતંર્ગત હુમલો કર્યો. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને પોતાની સેનાને ભારત પર હુમલો કરવાની છૂટ આપી દીધી છે. આ અંગે, NSA અજિત ડોભાલે હવે ચીનના વિદેશ મંત્રી અને NSA વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. ડોભાલે સીધો જવાબ આપતા કહ્યું છે કે, પાકિસ્તાન સાથે યુદ્ધ નથી ઇચ્છતું ભારત, પરંતુ જો પાકિસ્તાન કંઈ કરવાની હિંમત કરશે તો તેને ફરી એકવાર યોગ્ય જવાબ મળશે.
-
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવા મળી ધમકી
અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનના નામથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ધમકી ભર્યો ઈ મેઈલ કર્યો હતો. અત્રે ઉલ્લખનીય છે કે, આઈપીએલની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર છે. જેને લઈને સુરક્ષા એજન્સીએ આ ધમકીને ગંભીરતાથી લઈને સુરક્ષા સઘન બનાવવાની સાથે સંદિગ્ધ ચીજવસ્તુ શોધવા માટે શોધખોળ હાથ ધરી છે.
-
ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદ પોલીસ એલર્ટ
ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, જાહેર અને ધાર્મિક સ્થળો પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસે સોશિયલ મીડિયા પર મોનિટરિંગ વધારાયુ છે. લોકોને અફવા પર ધ્યાન નહીં આપવા પોલીસે અપીલ કરી છે. દરેક PCR વાનમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવા સૂચના આપવામાં આવી છે.
-
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી.

-
ગુજરાતમાં સાંજે 7.30 કલાકથી તબક્કાવાર અંધારપટ છવાશે
રાજ્યમાં 18 જિલ્લામાં મોકડ્રિલ થશે. સાંજે 4 કલાકે રાજ્યમાં મોકડ્રિલ યોજાશે. સાંજે 7.30 કલાકથી તબક્કાવાર અંધારપટ છવાશે. સાંજે 7.30 થી 8 કલાક સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં બ્લેકઆઉટ થશે. રાતે 8 થી 8.30 સુધી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં બ્લેકઆઉટ થશે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં રાતે 8.30 થી 9 બ્લેકઆઉટ રહેશે.
Last-minute preparations are underway for mock drills in #Vadodara #OperationSindoor #IndiaPakistanWar #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind #BreakingNews #TV9Gujarati pic.twitter.com/C7PkCqsT81
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનું સંબોધન
ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સમાં બોલ્યા. તેમણે ભારતના અવકાશ કાર્યક્રમ વિશે વાત કરી.
-
ભાવનગર: ભારતની એરસ્ટ્રાઈક મુદ્દે મોરારીબાપુની પ્રતિક્રિયા
ભાવનગર: ભારતની એરસ્ટ્રાઈક મુદ્દે મોરારીબાપુની પ્રતિક્રિયા સામે આવી છે. વ્યાસપીઠ પરથી એરસ્ટ્રાઇક મુદ્દે ભારતીય સેનાને બિરદાવી. તેમણે કહ્યુ આતંકી હુમલો કરનારા સામે આ તો માત્ર પ્રયોગ છે. પ્રયોગમાં દેશના વીર, ધીર અને ગંભીર PMને અભિનંદન આપ્યા. મોરારીબાપુએ ભારતીય સેનાની ત્રણેય પાંખોને પણ બિરદાવી.
-
વડોદરા: બે સ્થળે અને જિલ્લામાં એક સ્થળે મોકડ્રિલનું આયોજન
વડોદરા: બે સ્થળે અને જિલ્લામાં એક સ્થળે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ છે. સાંજે 7.30થી8 વાગ્યા સુધી બ્લેક આઉટ કરવામાં આવશે. 45 સાયરન વગાડવામાં આવશે. ફાયર અને અન્ય સાયરનનો ઉપયોગ કરવામાં આવશે. તમામ યુનિફોર્મ સર્વિસીસના સભ્યો વોલેન્ટિયર, હાજર રહેશે.
-
રાજ્યના 18 જિલ્લામાં યોજાશે મૉકડ્રિલ
ભારતના પાકિસ્તાન પર હુમલા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજે મૉકડ્રિલની યથાવત રહેશે. રાજ્યના 18 જિલ્લામાં મૉકડ્રિલ યોજાશે. સંભવિત હુમલા સામે એલર્ટ રહેવા ગુજરાત તૈયાર સવારથી દરેક જિલ્લામાં વહીવટી તંત્રની બેઠકો શરૂ થઇ છે. કલેક્ટેર અને એસપી સહિતના અધિકારીઓ મૉકડ્રિલની કામગીરીમાં જોડાશે.
-
યુપીમાં હાઈ એલર્ટ, રાજસ્થાનમાં શાળાઓ બંધ અને ફ્લાઇટ્સ રદ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલો કર્યો. આ હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. હવાઈ હુમલા બાદ રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
-
વડોદરા : મુસ્લિમ સમાજે વધાવ્યું ઓપરેશન સિંદૂર
વડોદરામાં મુસ્લિમ સમાજે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને વધાવ્યું. પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ જવાબ આપવો જરૂરી હોવાનું પણ મુસ્લિમોએ જણાવ્યું. પહલગામ હુમલાની ઘટનાને દુ:ખદ ગણાવી. આતંકીઓના ખાત્મો કરવા માટે સેનાનો આભાર માન્યો. તમામને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ હોવાનું પણ જણાવ્યું.
-
‘ઓપરેશન સિંદૂર’ને પગલે કચ્છ બોર્ડર વિસ્તારની સુરક્ષા વધારાઈ
‘ઓપરેશન સિંદૂર’ને પગલે કચ્છ બોર્ડર વિસ્તારની સુરક્ષા વધારાઈ છે. ખાવડા બોર્ડર નજીકના ગામોમાં સુરક્ષા વધારવામાં આવી. બોર્ડર પર વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કચ્છના મહત્વના સ્થળો પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ.
-
ભારતના હુમલામાં મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો
એક પાકિસ્તાની ટીવી ચેનલે જણાવ્યું હતું કે બહાવલપુરમાં મૌલાના મસૂદ અઝહરના મદરેસા પર ચાર મિસાઇલો છોડવામાં આવી છે. મોટી સંખ્યામાં જ્વાળાઓ ભડકી ઉઠી છે. પાકિસ્તાની સેનાના જવાનો અને અન્ય સુરક્ષા કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા છે. આકાશ સંપૂર્ણપણે લાલ દેખાય છે. ત્યાં લોકો આઘાતમાં છે. આખું મદરેસા નાશ પામ્યું છે. આ અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. ત્યાં બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાંથી વાહનોની કોઈ અવરજવર નથી.
-
અમે અમારા અધિકારનો ઉપયોગ કર્યો છે: MEA
વિદેશ સચિવે કહ્યું કે આજે ભારતે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. અમે માપદંડ મુજબ પગલાં લીધાં. અમે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો. આ કાર્યવાહી આતંકવાદી માળખાને નષ્ટ કરવાના લક્ષ્ય સાથે કરવામાં આવી હતી.
-
પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે – MEA
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલો બર્બર હતો. આતંકવાદીઓએ તેને પરિવારની સામે ગોળી મારી દીધી. હુમલાખોર TRF લશ્કર સાથે સંકળાયેલો હતો. હુમલા પછી, તેમને માહિતી આપવાનું કહેવામાં આવ્યું. પાકિસ્તાની આતંકવાદીઓ સાથેના તેમના સંબંધો ખુલ્લા પડી ગયા. પાકિસ્તાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે. પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે. તે આતંકવાદીઓ વિશે જૂઠું બોલે છે.
-
પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો- MEA
ભારતીય સેના ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી રહી છે. MEA દ્વારા જણાવવામાં આવ્યુ કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો છે. આતંકવાદને લઇને પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ છે. પહેલગામના હુમલાવરોની ઓળખાણ થઇ છે.
-
થોડીવારમાં સેનાની PC, 2 મહિલા ઓફિસર આપશે ઓપરેશનની જાણકારી
થોડીવારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ શરુ થશે. 2 મહિલા ઓફિસર ઓપરેશન સિંદૂરની જાણકારી આપશે.
-
ઓપરેશન સિંદૂરને લઇને સૌરાષ્ટ્ર એલર્ટ મોડ પર
ઓપરેશન સિંદૂરને લઇને સૌરાષ્ટ્ર એલર્ટ મોડ પર છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ. માછીમારોને સાવચેત કરવામાં આવ્યા. શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપાઇ સૂચના. કેટલાક વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના અપાઇ. દરિયાકાંઠે પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું.
-
રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ એરપોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજકોટ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ કરવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ બાદ ભુજ એરપોર્ટ પણ બંધ કરાયું છે.
-
બદરુદ્દીન સહિત લશ્કરના 2 ટોચના કમાન્ડર માર્યા ગયા
ભારત દ્વારા કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં, મુરીદકેમાં બદરુદ્દીન સહિત લશ્કરના બે ટોચના કમાન્ડર માર્યા ગયા છે. અન્ય એક કમાન્ડર મુદાસિર પણ માર્યો ગયો છે.
-
Stock Market Update: સેન્સેક્સ 398 અંક તૂટ્યું, નિફ્ટી 24,350 પર ખુલ્લું
બજારની શરૂઆતની ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 98.43 અંકો આની 0.49 લેવલ 3 ની નીચેની વિગતો 80,242.64 કે લેવલ પર માર્ગદર્શન આપે છે જ્યારે નિષ્કર્ષ સાથે 24.35 અંક આની 0.10 થોડીક ઘટાડા સાથે 24,355.25 પર જોવા મળી રહ્યો છે.
-
Share Markte Update: ટાટા મોટર્સ, ટેક્સટાઇલ શેર વધ્યા
ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરારને કારણે ટાટા મોટર્સ નિફ્ટીમાં સૌથી વધુ વધનાર છે, જે લગભગ 4% વધ્યો છે. હવે યુકેથી જગુઆર લેન્ડ રોવર જેવી કાર આવવાનો રસ્તો સ્પષ્ટ છે. બીજી તરફ, નિકાસ સંબંધિત કંપનીઓમાં જોરદાર વધારો જોવા મળ્યો. ગોકલદાસ એક્સપોર્ટ્સ, કેપીઆર મિલ્સ, વર્ધમાન ટેક્સટાઇલ, વેલ્સપન દોડ્યા છે.
-
અમિત શાહે ટ્વીટ કર્યુ-ભારતીય સેના પર ગર્વ
અમિત શાહે ટ્વીટ કર્યુ-ભારતીય સેના પર ગર્વ
#OperationSindoor is Bharat’s response to the brutal killing of our innocent brothers in Pahalgam: Home Minister Amit Shah #OperationSindoor #IndiaPakistanWar #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind… pic.twitter.com/PU0uts0mLf
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
OperationSindoor બાદ ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશકએ ટ્વીટ કર્યું, “આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેનાના લક્ષ્યાંકિત હુમલા #OperationSindoor બાદ ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Director General of Police, Uttar Pradesh tweets, “Red Alert declared in Uttar Pradesh following #OperationSindoor – the Indian Army’s targeted strike on terror hideouts. All UP Police field formations have been instructed to coordinate with Defence units and strengthen the… pic.twitter.com/IgXjakiekT
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
ઓપરેશન સિંદૂરની શેર બજાર પર અસર, સેન્સેક્સ-નિફ્ટીની શું સ્થિતિ છે?
ભારત-પાકિસ્તાન તણાવને કારણે, આજે એટલે કે બુધવાર, 7 મેના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. સવારના શરૂઆતથી જ બજારમાં નબળાઈ જોવા મળી હતી, અને ટ્રેડિંગ શરૂ થતાં જ બજારે રિકવરી મોડ પકડ્યો અને સેન્સેક્સ લીલા નિશાન પર પાછો ફર્યો. સવારે 9.34 વાગ્યે, BSE સેન્સેક્સ લગભગ 160 પોઈન્ટ ઉછળીને 80,841.69 પર પહોંચી ગયો. નિફ્ટી પણ 24,443.00 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
-
પાકિસ્તાનના ગોળીબારમાં 7 ભારતીયોના મોત
પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ભારતના 7 લોકો માર્યા ગયા છે.
-
ભારતે 2 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા
આકાશ મિસાઇલથી F16, JF17 તોડી પાડ્યા બાદ ભારતે 2 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે.
-
ભારતના સ્ટ્રાઇકના ડરથી પાકિસ્તાનનું આકાશ સાફ, ઉડી રહી છે માત્ર 3 ફ્લાઇટ
ભારતના સ્ટ્રાઇકના ડરથી પાકિસ્તાનનું આકાશ સાફ થઇ ગયુ છે. પાકિસ્તાનના એર સ્પેસમાં માત્ર 3 ફ્લાઇટ ઉડી રહી છે.

-
NSA ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા
ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના થોડા કલાકો પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે.
-
નિફ્ટી 150 પોઈન્ટ ડાઉન જવાની શક્યતા
પ્રિ-ઓપનિંગમાં આજે યુદ્ધ વચ્ચે માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે ત્યારે આજે નિફ્ટી 150 પોઈન્ટ ડાઉન જવાની શક્યતાઓ જણાઈ રહી છે. Bank Nifty પણ 150 પોઈન્ટ ડાઉન.

-
આજે સોનું 95 હજાર સુધી પહોંચી શકે
હવે 98200 ની શક્યતા જ બાકી છે. તે પહેલાથી જ 97500 સુધી વધી ગયું હતુ હવે યુદ્ધ વચ્ચે આશંકાઓ જતાવવામાં આવી રહી છે કે સોનાનો ભાવમાં 2 હજારનો ઘટાડો થઈ ભાવ સીધા 95000 એ પહોંચી શકે છે
-
પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈકથી દેશમાં ઉત્સાહ
ઓપરેશન સિંદૂરથી ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક બોલાવી છે.. અને આતંકીઓનો ખાત્મો કરી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા છે. ભારતીય સેના અને ભારત સરકારની આ કાર્યવાહી માટે રાજ્યના નાગરિકોએ આભાર માન્યો. નાગરિકોએ કહ્યું કે, ધર્મ પૂછીને ગોળી મારનારની આવી જ હાલત થવી જોઈએ. ર્દોષ લોકોને ગોળી મારનાર આતંકીઓ અને તેને શરણ આપનાર પાકિસ્તાનને બરોબર જવાબ આપ્યો છે.
Salute Indian Army: Citizens applaud India strike on Pak terror infra#OperationSindoor #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind #TV9Gujarati #TV9News pic.twitter.com/nMGPqmIb9A
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
‘ઓપરેશન સિંદૂર’ વિશે બોલ્યા પૂર્વ CM વિજય રૂપાણી
‘ઓપરેશન સિંદૂર’ વિશે પૂર્વ CM વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. રુપાણીએ જણાવ્યુ કે ભારતીય સેના અને PM મોદીને દેશ ધન્યવાદ આપી રહ્યો છે. લોકોને અપેક્ષા હતી કે, PM મોદી છોડશે નહીં. 12થી 13 દિવસે પણ PM મોદીએ કરી બતાવ્યું. હવે શક્તિશાળી ભારત, મજબૂત ભારત છે. અગાઉ આતંકી હુમલા થતાં, લોકો કાયમનું હોય તેમ સ્વીકારી લેતા. આખી દુનિયાને હવે ભારતની શક્તિને સ્વીકારવી પડશે. સરકારમાં ઢીલાં-પોચાં હોય તો, સેના કંઈ કરી નથી શકતી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, ત્યારથી સેનાનું મનોબળ વધ્યું છે.
Former CM Vijay Rupani welcomed the surgical strikes carried out by our defence forces on terror camps in Pakistan#OperationSindoor #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind #TV9Gujarati #TV9News pic.twitter.com/bXqBCzeEFL
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા
આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય સેના અને સરકારનો પરિજનોએ આભાર માન્યો. ભાવનગરના પિતા-પુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યા હતા. મૃતકના માતાએ કહ્યુ મારા માથે દુ:ખ પડ્યું, તે જીંદગીભર ભૂલવાની નથી. ભારતીય સેના પર અમને ખૂબ ગર્વ છે.
Operation Sindoor is appropriate name for operation: wife of #Bhavnagar man who lost life in #PahalgamTerroristAttack#OperationSindoor #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind #TV9Gujarati #TV9News pic.twitter.com/3ZOA8i0I0k
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
ઓપરેશન સિંદૂર પર રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યુ- ભારતીય સેના પર ગર્વ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે “આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિંદ!”
On #OperationSindoor, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, “Proud of our Armed Forces. Jai Hind!”#OperationSindoor #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind #TV9Gujarati #TV9News pic.twitter.com/NByJ2t5Wxh
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
ભારતના હવાઈ હુમલા બાદ, પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના આ જિલ્લાઓમાં આજે મોક ડ્રીલ યોજાશે
ભારતે હવાઈ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આમાં પાકિસ્તાનમાં 4 અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 5 આતંકવાદી ઠેકાણાઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે. આ માટે અલગ અલગ સમય નક્કી કરવામાં આવશે. અમૃતસરમાં રાત્રે 10:30 થી 11:00 વાગ્યા સુધી બ્લેકઆઉટ અને એર સાયરન મોક ડ્રીલ યોજાશે. પઠાણકોટમાં સાંજે 4:00 વાગ્યે મોક ડ્રીલ અને રાત્રે 10:00 વાગ્યે બ્લેક આઉટ થશે. જ્યારે ફાઝિલ્કામાં સવારે 11:૦૦ વાગ્યે મોક ડ્રીલ અને રાત્રે ૧૦:૩૦ વાગ્યે બ્લેકઆઉટ થશે. ગુરદાસપુર અને ફિરોઝપુરમાં રાત્રે 9:00 થી 9:30 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ અને એર સાયરન એલર્ટની મોક ડ્રીલ યોજાશે.
-
હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ કરાયો
ભારતની કાર્યવાહીને કારણે આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ થયો છે.
-
100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલામાં લશ્કર અને જૈશના 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
Anti-India terror infra in Pakistan on target, 9 targets successfully destroyed in precision strike#OperationSindoor #IndiaPakistanTension #IndiaAirStrike #INDvsPAK #IndiaPakistanWar2025 #IndianAirForce #IndianArmy #IndiaAttack #JaiHind #BreakingNews #TV9Gujarati #TV9News pic.twitter.com/DFuB20Lv48
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2025
-
રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે વાત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ મંગળવારે મોડી રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેના, વાયુસેના અને નૌકાદળના વડાઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેઓએ સમગ્ર અભિયાનની સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી.
-
શ્રીનગર એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ રદ, વાયુસેનાએ નિયંત્રણ સંભાળ્યું
ભારતીય વાયુસેનાએ શ્રીનગર એરપોર્ટનો કબજો સંભાળી લીધો છે. આગામી આદેશ સુધી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.
-
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક પછી ગિફ્ટ નિફ્ટી લગભગ 100 પોઇન્ટ નીચે
પાકિસ્તાનના 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક પછી ગિફ્ટ નિફ્ટી લગભગ 100 પોઇન્ટ નીચે, માર્કેટ ગેપ ડાઉન સાથે ખુલવાની શક્યતા છે.
-
દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતના આ હુમલામાં 50 આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કરતા રહ્યા.
Published On - May 07,2025 7:27 AM