Breaking News : ‘નક્ષત્ર સેફ હાઉસ’ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો, બાપ-દીકરાએ 2.67 કરોડનું સોનું ગાયબ કર્યુ, જુઓ Video
સુરતના સિંગણપોરમાં ‘નક્ષત્ર સેફ હાઉસ’ લોકરમાંથી સોનાની ચોરીનો મામલો સામે આવ્યો છે.સંચાલક પિતા-પુત્રોએ જ કાવતરું ઘડીને 2.67 કરોડના 206 તોલા સોના દાગીનાની ઉચાપ કરી હોવાનું સામે આવ્યું છે.
જો તમે પણ લોકરમાં સોનાના દાગીના રાખતા હોય તો ખૂબ જ ચેતવા જેવી ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં લોકરના સંચાલકો દ્વારા જ સોનાની ઊચાપત કર્યાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર વર્ષ 2020થી સિંગણપોરના નક્ષત્ર સેફ હાઉસમાં લોકર ધરાવતા એક ગ્રાહકનું સોનું ચોરાયાનું સામે આવ્યું હતું. 8 મે, 2026ના રોજ જ્યારે લોકર ખોલાયું ત્યારે બધું સલામત હતું. પરંતુ, તેના બે મહિના બાદ જ્યારે લોકર ખોલાયું ત્યારે 63 તોલા સોનાના દાગીના ગાયબ હતા.
પીડિતે CCTV ચકસાસવા માંગતા સંચાલકો ઉશ્કેરાયા હતા. જેને લીધે શંકા જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને પછી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
2.67 કરોડની કિંમતનું 206 તોલા સોનું ગાયબ
અત્યાર સુધીની તપાસમાં 6 ગ્રાહકોના લોકરમાંથી રૂપિયા 2.67 કરોડની કિંમતનું 206 તોલા સોનું ગાયબ કરી દેવાયાનું સામે આવ્યું છે. લોકરના સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્ર હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરાએ જ પૂર્વનિયોજીત ષડયંત્ર રચી સોનું ગાયબ કર્યું હતું. આ માટે લોકર બ્રેકર મણીલાલની મદદ લીધી હતી. તેમજ લોકર તોડવામાં આવ્યા હતા. દાગીના કાઢી લઈ તેને બજારમાં વેચી રકમ પડાવી લેવાનું કાવતરું હતું. સમગ્ર મામલે પોલીસે પિતા-પુત્ર અને લોકર બ્રેકર એમ ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
જો કે ચોરીની વાત ફેલાતા જ લોકરધારકો ચિંતામાં મુકાયા હતા. અને પોતાના દાગીના ચેક કરવા નક્ષત્ર સેફ હાઉસમાં પહોંચી ગયા હતા. જો કે ચોંકાવનારી વાત એ છે કે કેટલાંક લોકરધારકો જ્યારે સેફ હાઉસ પર પહોંચ્યા તો ડેટામાં તેમનું નામ જ નથી બોલી રહ્યું. જેને પગલે છેતરપિંડીનો આ આંક હજુ ઊંચો જાય તેવી ભીતિ છે.
વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો. સમગ્ર શહેરમાં અફરાતફરી જેવો માહોલ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો પોલીસ વધુ તપાસ માટે CCTV ફૂટેજની મદદ લઈ રહી છે.
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
