AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુનામીનો ખતરો.. જાપાનમાં 7.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

જાપાનના ક્યુશુ ટાપુ પર 28 જુલાઈએ 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કુમામોટો નજીક સમુદ્રમાં હતું. આ આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો.

Breaking News : સુનામીનો ખતરો.. જાપાનમાં 7.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભયાનક ભૂકંપ
| Updated on: Jul 28, 2026 | 4:21 PM
Share

મંગળવારે (28 જુલાઈ) જાપાનના ક્યુશુ ટાપુ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર કુમામોટો વિસ્તાર નજીક સમુદ્રની અંદર લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ હોવાનું જાપાન હવામાન એજન્સી (JMA)એ જણાવ્યું છે. ભૂકંપ બાદ સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

JMAના જણાવ્યા મુજબ, ભૂકંપ બાદ લગભગ 1 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. આથી દરિયાકાંઠા નજીક રહેતા લોકોને તાત્કાલિક સતર્ક રહેવા અને સમુદ્રથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ લોકોને ઊંચા વિસ્તારોમાં સ્થળાંતર કરવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ભૂકંપનું કેન્દ્ર જાપાનની રાજધાની ટોક્યોથી અંદાજે 900 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા કુમામોટો વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપના આંચકા ક્યુશુ ટાપુના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા હતા.

યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક દરિયાકાંઠા સિવાય અન્ય દેશો અથવા દૂરના વિસ્તારો માટે સુનામીનો કોઈ ખતરો નથી. તેમ છતાં સ્થાનિક સ્તરે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ વિસ્તારો માટે ચેતવણી જાહેર

જાપાન સરકારે કુમામોટો ઉપરાંત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે કટોકટીની ચેતવણી જાહેર કરી છે. તમામ સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હાલ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા પાયે મિલકતના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

જાપાનની સરકારી ન્યૂઝ ચેનલ NHKના અહેવાલ મુજબ, ભૂકંપના આંચકા લગભગ એક મિનિટ સુધી અનુભવાયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

અગાઉ પણ આવ્યો હતો શક્તિશાળી ભૂકંપ

આ પહેલા 25 જૂને ઉત્તર જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સદનસીબે તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. જાપાન દુનિયાના સૌથી વધુ ભૂકંપપ્રવણ દેશોમાંનો એક છે અને તે પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું છે.

ભૂસ્તરીય પ્લેટોની સતત હિલચાલને કારણે જાપાનમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દેશમાં સરેરાશ દર પાંચ મિનિટે કોઈને કોઈ તીવ્રતાનો ભૂકંપ નોંધાય છે. વિશ્વમાં 6.0 કે તેથી વધુ તીવ્રતાના લગભગ 20 ટકા ભૂકંપ જાપાન અને તેની આસપાસના વિસ્તારમાં અનુભવાય છે.

અમદાવાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની જેલ

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">