ક્લાયમેટ ટેક્નોલોજી રોકાણના મામલે વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ: રિપોર્ટ
વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે પેરિસ કરાર બાદ વૈશ્વિક સ્તરે ક્લાઈમેટ ટેક્નોલોજી કંપનીઓમાં વેન્ચર કેપિટલ રોકાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
છેલ્લા 5 વર્ષમાં ક્લાયમેટ ટેક્નોલોજી રોકાણના સંદર્ભમાં ટોચના 10 દેશોની યાદીમાં ભારત (India) નવમા ક્રમે છે. ભારતીય ક્લાયમેટ ટેક્નોલોજી કંપનીઓએ 2016થી 2021 સુધી વેન્ચર કેપિટલ (VC) રોકાણ તરીકે 1 અરબ ડોલર મેળવ્યા છે. લંડનમાં મંગળવારે જાહેર કરાયેલા નવા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. “લંડન એન્ડ પાર્ટનર્સ અને ડીલરૂમ.સીઓ” દ્વારા તૈયાર કરવામાં આવેલ રીપોર્ટ પાંચ વર્ષ પેરીસ કરાર બાદ ગ્લોબલ ક્લાયમેટ ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સમાં પેરીસમાં છેલ્લી યુનાઈટેડ નેશન્સ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ (COP) અને આગામી સપ્તાહે ગ્લાસગોમાં આયોજીત થનારી COP26 સમિટ પહેલા આ ક્ષેત્રના વલણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
પેરિસ કરાર પછી ક્લાયમેટ ટેકનોલોજી કંપનીઓમાં વેન્ચર મૂડી રોકાણ નોંધપાત્ર રીતે વધ્યું છે
વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે ક્લાયમેટ ટેક્નોલોજી કંપનીઓમાં વેન્ચર કેપિટલ રોકાણમાં પેરિસ કરાર બાદ નોંધપાત્ર વધારો થયો છે, જેમાં 2016 અને 2021 વચ્ચે અનુક્રમે 48 અરબ ડોલર અને 18.6 અરબ ડોલરના રોકાણ સાથે ટોચના 10 દેશોમાં યુએસ અને ચીન મોખરે છે. 5.8 અરબ ડોલર સાથે સ્વીડન ત્રીજા સ્થાને છે, જ્યારે 4.3 અરબ ડોલર સાથે બ્રિટન ચોથા ક્રમે છે.
લંડન સ્થિત બિઝનેસ ગ્રોથ એજન્સી, લંડન એન્ડ પાર્ટનર્સના ભારતના ડિરેક્ટર હેમિન ભરૂચાએ જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે, જેથી કરીને આપણે સામૂહિક રીતે વ્યવસાયિક પ્રથાઓને બદલી શકીએ અને શૂન્ય કાર્બન ઉત્સર્જન માટે પ્રતિબદ્ધ થઈ શકીએ.
આ પહેલા કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન (Paris Agreement) ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે ભારત પેરિસ કરારના તાપમાનના લક્ષ્યાંકની અંદર રહેવા માટે મજબૂત આબોહવા પગલાંની જરૂરિયાતને સમજે છે. ભૂપેન્દ્ર યાદવ 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 26) પહેલા મિલાનમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈટાલી દ્વારા આયોજિત ‘પ્રી-COP 26’ મંત્રી સ્તરની પૂર્ણ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિકાસશીલ દેશો તેમના લક્ષ્યોને પૂર્ણ કરે આ દ્રષ્ટિકોણથી તેમનું આબોહવા ધિરાણ જરૂરી છે.