પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની શૌર્યગાથા

1962ના ભારત-ચીન યુદ્ધને દેશના ઈતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં ઓછા સંસાધનો હોવા છતાં ભારતે ચીનનો સામનો કર્યો અને ઘણા મોરચે ચીનને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ત્યારે આજના આ લેખમાં ભારત માતાના એ 124 બહાદુર સપૂતો અને મેજર શૈતાન સિંહે વિશે વાત કરવી છે કે, જેમણે એ રેઝાંગ લાની લડાઈમાં 1300 ચીની સૈનિકોને માર્યા હતા.

પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા...મેજર શૈતાન સિંહની શૌર્યગાથા
Major Shaitan Singh
Follow Us:
| Updated on: Aug 06, 2024 | 7:12 PM

ભારત માતાના બહાદુર સપૂતો સામે જ્યારે પણ ચીની સેનાએ આંખ મિલાવવાની હિંમત કરી છે, ત્યારે તેને હંમેશા નીચી નજર કરવી પડી છે. ઈતિહાસ સાક્ષી છે કે ચીને ક્યારેય ભારત પર સામી છાતીએ હુમલો કર્યો નથી. તે હંમેશા કાયરોની જેમ પાછળથી વાર કરે છે. 1962ના ભારત-ચીન યુદ્ધને દેશના ઈતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં ઓછા સંસાધનો હોવા છતાં ભારતે ચીનનો સામનો કર્યો અને ઘણા મોરચે ચીનને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

ત્યારે આજના આ લેખમાં ભારત માતાના એ 124 બહાદુર સપૂતો અને તેમની ટુકડીનું નેતૃત્વ કરી રહેલા મેજર શૈતાન સિંહે વિશે વાત કરવી છે કે, જેમણે એ રેઝાંગ લાની લડાઈમાં 1300 ચીની સૈનિકોને માર્યા હતા.

આ લડાઈમાં ભારતે તેના ઘણા બહાદુર સપૂતો પણ ગુમાવ્યા, તેમાંથી એક મેજર શૈતાન સિંહ હતા. શૈતાન સિંહે 1962માં માત્ર 37 વર્ષની વયે દેશ માટે શહીદી વહોરી હતી. મેજર શૈતાન સિંહનો જન્મ 1 ડિસેમ્બર 1924ના રોજ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં થયો હતો. પિતા હેમ સિંહ પણ આર્મીમાં હતા. લેફ્ટનન્ટ કર્નલ હેમ સિંહ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં ભારતીય સેનાની ટુકડીનો ભાગ હતા. બાદમાં બ્રિટિશ સરકારે પણ હેમ સિંહને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કર્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

1962 ભારત-ચીન યુદ્ધ

ભારત અને ચીન વચ્ચેના સંબંધો આઝાદી બાદ ક્યારેય સારા રહ્યા નથી. સંબંધો સુધારવા માટે ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’ જેવા સૂત્રો બનાવવામાં આવ્યા હતા. જેથી મિત્રતા વધુ મજબૂત બને. પંચશીલ કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરંતુ ચીન આ બધાથી ઠંડુ થવાનું ન હતું. તણાવ વધ્યો અને યુદ્ધ ફાટી નીકળ્યું.

ભારત-ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું હતું, જેમાં ભારતનો પરાજય થયો હતો. હાર માટે જવાબદાર કોણ ? ચીન સાથેના સંબંધોમાં વ્યૂહાત્મક ભૂલ કેવી રીતે થઈ ? સૈનિકોને સંપૂર્ણ તૈયારી સાથે બોર્ડર પર કેમ તૈનાત કરવામાં ન આવ્યા ? સૈનિકો પાસે પૂરતા અને ગુણવત્તાયુક્ત શસ્ત્રો અને અન્ય સાધનો કેમ ન હતા ? આ સવાલો ગુંજતા રહ્યા અને આ બધા વિવાદોમાં ભારતીય સૈનિકોની અદમ્ય હિંમતની ગાથાઓ દટાઈ ગઈ.

જે જવાનોએ રેઝાંગ લાની લડાઈ લડી અને લગભગ 5 હજાર ચીની સૈનિકોને આગળ વધતા રોક્યા હતા તેમના મૃતદેહો પણ બરફ નીચે દટાઈ ગયા હતા. એક ભરવાડ જ્યારે પોતાના ઘેટા-બકરા ચરાવતો રેઝાંગ લામાં પહોંચ્યો. ત્યારે તેણે ત્યાં 100થી વધુ જવાનોના મૃતદેહ હાથમાં બંદૂકો સાથે બરફમાં દટાયેલા જોયા હતા હતા. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને ત્યાર બાદ એક પછી એક કહાનીઓ બહાર આવવા લાગી. જેમાંથી એક મેજર શૈતાન સિંહ છે.

શૈતાન સિંહની બહાદુરી માટે જાણીતી છે રેઝાંગ લાની લડાઈ

37 વર્ષીય શૈતાન સિંહની આગેવાની હેઠળ 13મી કુમાઉની બટાલિયનની સી કંપનીએ 16000 ફૂટની ઉંચાઈ પર સ્થિત રેઝાંગ લા પાસ પર ચીની સૈનિકોનો સામનો કર્યો. રેઝાંગ લા પાસની લડાઈ મેજર શૈતાન સિંહની બહાદુરી માટે જાણીતી છે. શૈતાન સિંહ 123 સૈનિકો સાથે તેમની પોસ્ટની રક્ષા કરી રહ્યા હતા. ત્યારે 3000થી વધુ ચીની સૈનિકોએ શૈતાન સિંહ અને તેના સાથીઓની પોસ્ટ પર હુમલો કર્યો. ત્યારે ના તો સૈનિકો પાસે ચીન સામે લડવા માટેના પુરતા શસ્ત્રો હતા અને ના તો તેમને હાડ થીજવતી ઠંડીથી બચાવવા માટે પુરતા કપડા હતા. જ્યારે ચીની સૈનિકો પાસે પુષ્કળ પ્રમાણમાં હથિયારો હતા.

પગથી બંદૂક ચલાવી ચીનીઓને માર્યા

ચીને 18 નવેમ્બર 1962ની રાત્રે લદ્દાખમાં ભારતીય ચોકી પર હુમલો કર્યો હતો. ચીની સેનાએ ભારતીય સેના પર હુમલો કરવા માટે સવારે 3.30નો સમય પસંદ કર્યો હતો. રેઝાંગ લામાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. જ્યારે મેજર શૈતાન સિંહને ખબર પડી કે ચીન તરફથી મોટો હુમલો થવાનો છે, ત્યારે તેમણે તેમના અધિકારીઓને રેડિયો સંદેશ મોકલ્યો અને મદદ માટે કહ્યું. તેમને કહેવામાં આવ્યું કે અત્યારે કોઈપણ પ્રકારની મદદ કરવી શક્ય નથી. તેમને તમામ સૈનિકો સાથે પીછેહઠ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

મેજર શૈતાન સિંહે પીછેહઠ ના કરવાનો નિર્ણય લીધો. યુદ્ધ દરમિયાન મેજર શૈતાન સિંહે પોતાના જીવની પરવા કર્યા વિના પોતાના સૈનિકોનું મનોબળ જાળવી રાખ્યું અને ગોળીઓના વરસાદ વચ્ચે એક પલટનથી બીજી પલટન તરફ આગળ વધીને સૈનિકોનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમને ઘણી ગોળીઓ વાગી હતી. મેજર લોહીથી લથબથ હતા. બે સૈનિકો ઘાયલ મેજર શૈતાન સિંહને એક મોટા બર્ફીલા ખડકની પાછળ લઈ ગયા. તેમણે તબીબી સહાય લેવાની ના પાડી અને સૈનિકોને મશીનગન લાવવાનો આદેશ આપ્યો અને બંદૂકના ટ્રિગરને દોરડા વડે એક પગમાં બાંધીને તેમણે પગથી બંદૂક ચલાવી દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

ચીને સ્વીકાર્યું 1962ના યુદ્ધમાં તેમને સૌથી વધુ નુકસાન થયું

મેજર શૈતાન સિંહ જાણતા હતા કે ચીનના 3000 સૈનિકો સામે 124 જવાનો ટકી નહીં શકે અને આ યુદ્ધમાં તમામ સૈનિકો શહીદ થશે અને રેઝાંગ લામાં શું થયું તેની કોઈને ખબર પણ નહીં પડે. તેથી તેમણે બે ઘાયલ સૈનિકો રામચંદ્ર અને નિહાલ સિંહને પોસ્ટ છોડવા કહ્યું. જો કે, નિહાલ સિંહને અન્ય 4 ગંભીર ભારતીય સૈનિકો સાથે ચીનીઓએ પકડી લીધા હતા. ચીન સાથેના આ યુદ્ધમાં ભારતના 124 બહાદુરોએ ચીનના 1300 સૈનિકોને માર્યા હતા. ભારત તરફથી આ 13મી કુમાઉ પલટુનમાં માત્ર 10 સૈનિકો જ જીવિત બચ્યા હતા. જેમાં લગભગ તમામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કહેવાય છે કે ખરાબ રીતે ઘાયલ થયા પછી પણ મેજર શૈતાન સિંહ પોતાના પગથી મશીનગન ચલાવી રહ્યા હતા. તે દ્રશ્ય જોઈને ચીની સેના સંપૂર્ણ રીતે ઢીલી થઈ ગઈ હતી. બીજા દિવસનો સૂર્ય વિજય લઈને આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ભારત માતાનો આ બહાદુર સપૂત તેના ખોળામાં કાયમ માટે પોઢી ગયો હતો. ચીને તેના સત્તાવાર અહેવાલમાં સ્વીકાર્યું હતું કે 1962ના યુદ્ધમાં તેમને સૌથી વધુ નુકસાન થયું હતું.

માત્ર 37 વર્ષની વયે દેશ માટે પોતાનું બલિદાન આપનાર મેજર શૈતાન સિંહને દેશના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘પરમવીર ચક્ર’થી નવાજવામાં આવ્યા હતા. તેમનું બલિદાન ભારતીય સેનાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. રેઝાંગ લાની લડાઈ ભારતીય સેનાની બહાદુરી અને સંકલ્પનું પ્રતીક બની ગયું છે. મેજર શૈતાન સિંહનું જીવન અને બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. ભારતીય સૈન્ય ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અમર રહેશે.

આ પણ વાંચો છેલ્લા 100 વર્ષમાં વૈશ્વિક શેરબજારમાં 5 વખત આવ્યો સૌથી મોટો ઘટાડો, જાણો શું હતા કારણો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">