22 માર્ચના મહત્વના સમાચાર : પાક નુકસાનીનો સરવે કરવાનો રાજ્ય સરકારે આપ્યો આદેશ, માવઠાથી થયેલી નુકસાની કરાશે સરવે, રિપોર્ટ બાદ સહાય અંગે સરકાર લેશે નિર્ણય
Gujarat Live Updates : આજ 22 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 22 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ: સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ
અમદાવાદ શહેરમાં માનવતાને શર્માસાર કરતી વધુ એક ઘટના સામે આવી. કૃષ્ણનગર વિસ્તારમાં સાવકા પિતાએ પોતાની જ સાવકી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. આરોપીને શનિવારના રોજ નોકરીમાં રજા હોવાથી બપોરે જમ્યા બાદ આરોપી તેમના પત્ની અને બંન્ને બાળકો ઘરમાં બેડરૂમમાં હતા. તે દરમિયાન મહિલા ઘરની ગેલેરીમાં કપડાં સુકવતી હતી ત્યારે અચાનક બાળકીના ચીસો સાંભળાતા બેડરૂમમાં દોડી આવી હતી. મહિલાએ જોયું તો પોતાનો પતિ તેની દીકરી સાથે વાંધાજનક સ્થિતિમાં હતો અને દુષ્કર્મ માટે પ્રયાસ કરતો હતો. મહિલાએ પોતાની દીકરીને બચાવી અને પોલીસનો સંપર્ક કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ભોગ બનનાર બાળકીની માતાએ વર્ષ 2019માં પહેલા લગ્ન કર્યા હતા,પરંતુ 2020માં છૂટાછેડા થયા હતા અને તેમની એક દીકરી હતી. ત્યાર બાદ 28 ઓગસ્ટ 2021ના રોજ મહિલાએ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા.
-
પાટીદાર દીકરીનું છૂટુ કરવા રબારી સમાજે 25 લાખ માગવાનો આરોપ
ખેડાના લસુન્દ્રાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં પાસ કન્વીનર્સે દીકરીના માતા સાથે મુલાકાત કરી હતી. સમગ્ર મામલે પાટીદાર આગેવાનોએ રબારી સમાજ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. દીકરી સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. પાટીદાર યુવતી 18 વર્ષની છે જ્યારે રબારી યુવક 32 વર્ષનો હોવાનો ખૂલાસો થયો છે. દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે દીકરી પર દબાણ લાવીને લગ્ન કરાવ્યા છે. દીકરી પરત માગી તો રબારી સમાજના નિયમ મુજબ ₹25 લાખ આપવા પડશે. એવી યુવકના માતાપિતા દ્વારા માગ કરાઈ છે. જો માગ ન સ્વીકારવામાં આવે તો દીકરીનો અંશ પણ નહીં મળે તેવી ધમકી આપવામાં આવી છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા દીકરીની હત્યા કરી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
-
-
અમદાવાદઃ એક્સપોર્ટર્સ માટે કોંગ્રેસની સહાય પેકેજની માગ
અમદાવાદઃ એક્સપોર્ટર્સ માટે કોંગ્રેસની સહાય પેકેજની માગ કરી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી એક્સપોર્ટર્સને ભારે નુકસાન થઈ રહ્યુ છે. નિકાસકારોના ઓમાન પોર્ટ પર 5500થી વધુ કન્ટેનર અટવાયા છે. ગારમેન્ટ કન્ટેનર અટવાતા 1500 કરોડના બિઝનેસ પર અસર પડી રહી છે. કન્ટેનર રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવા સરકાર પાસે માગ કરાઈ છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યુ છે કે કન્ટેનર પાછા લાવવા 275 કરોડનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં ફસાયા છે. ગુજરાતની 500 કરોડની કેરી પર નુકસાનની ભીતિ છે. કેન્દ્ર સરકાર એક્સપોટરને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે”
-
રાજ્યમાં વારંવાર મંડરાતું રહેશે માવઠાનું સંકટ- અંબાલાલ પટેલ
રાજ્યમાં વારંવાર કમોસમી વરસાદનું સંકટ મંડરાતુ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તોફાનની આગાહી કરી છે. માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતા જોવાઈ રહી છે. 4 એપ્રિલે રાજ્યભરમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપોના લીધે અનેક જિલ્લામાં માવઠાનો કહેર વર્તાશે. 26 માર્ચથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં માવઠુ પડી શકે છે. કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર અને દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. 40થી 55 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવવાની શક્યતા છે. જેના લીધે આગામી સમયમાં આંબાવાડીઓ અને કેરીના પાકને અસર પહોંચવાની પણ આગાહી કરાઈ છે. ત્યારે આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં પણ ચક્રવાત અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાની શક્યતાઓ છે.
-
સુરતઃ દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કીમિયો
સુરતઃ દારૂ ઘુસાડવા બુટલેગર દરેક વખતે અવનવા કીમિયા અજમાવતા હોય છે. આ વખતે સુરતમાં બુટલેગર તરબૂચની આડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયો છે. પુણાના કંગારું સર્કલ નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો છે. તરબૂચના જથ્થા નીચે દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો છે. પોલીસે 8.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 1 આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
-
-
ગોવાના વાગેટર બીચ પર ગુજરાત પાસીંગની ફોર્ચ્યુનર કાર ફસાઈ
ગોવાના વાગેટર બીચ પર ફોર્ચ્યુનર કાર ફસાઈ. ગુજરાત પાસિંગની કાર બીચ પર રેતીમાં ફસાઈ છે. દરિયામાં પાણી વચ્ચે ફસાયેલી કારનો વીડિયો વાયરલ થયો છે. ઘણીવાર પ્રવાસીઓ ફોટોશૂટ કરવા માટે નિયમનું ઉલ્લંઘન કરીને બીચ સુધી કારને લઈ જતા હોય છે.
-
સુરત: કામરેજમાં કૌભાંડી યોગ ગુરુના આશ્રમને લઈને રોષ
નોટ કૌભાંડમાં સંડોવાયેલા પ્રદીપના આશ્રમને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે કૌભાંડીના યોગ ગુરુના લીધે તેમનું આખું ગામ શંકાના દાયરામાં આવ્યું છે. હાલ જો ગ્રામજનો ક્યાંક વસ્તુ ખરીદવા જાય તો વેપારીઓ તેમને શંકાની નજરે જોવે છે અને ચલણી નોટનો નબર લખવાની સાથે ગ્રામજનોનો મોબાઈલ નંબર પણ લખે છે. કૌભાંડના લીધે ગામનું નામ ખરાબ થયું હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ આશ્રમ પર કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
-
ભાવનગરમાં અકસ્માતથી મોતના આંકડામાં વધારો
ભાવનગરમાં વાહન અકસ્માતના લીધે 157 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે. મહત્વનું છે કે વાહન અકસ્માતમાં વર્ષ 2024-25માં મૃત્યુદર 0.64 ટકા હતો. પરંતું ભાવનગર જેવા નાના શહેરમાં 157 લોકોના વાહન અકસ્માતના લીધે મોત થતાં કલેક્ટર કચેરીએ રોડ સેફટી કાઉન્સિલિંગની મહત્વની બેઠક મળી હતી. જેમાં વિવિધ કારણોસર થતાં અકસ્માત જેવા કે ઓવર સ્પીડ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, રખડતા ઢોર અને પશુઓના લીધે થતાં અકસ્માત જેવા ઘણા બધા કારણો અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે જ અકસ્માત માટેના બ્લેક સ્પોટને ઓળખીને સુધારક પગલાં લેવા આદેશ અપાયા. લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને અકસ્માત ન બને તે દિશામાં જાગૃત થાય તે દિશામાં પણ ચર્ચા કરાઈ.
-
સાબરકાંઠા: હિંમતનગરમાં 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
સાબરકાંઠા: હિંમતનગરમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે પર બે ટ્રક ધડાકા ભેર અથડાતા બનાવ બન્યો. પીપલોદી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો. કેબિનમાં ફસાયેલા ટ્રકચાલકને ફાયરની ટીમે બહાર કાઢ્યો. કેબિનનું પતરું કાપીને ટ્રકચાલકનું રેસ્ક્યૂ કરાયું. ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે ખસેડાયો
-
પ્રિવેડીંગ પ્રથા સામે પરશોત્તમ રૂપાલાએ કરી ટકોર
સિદસર ઉમિયાધામમાં આયોજિત કડવા પાટીદાર સમાજના સામાજિક સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ સમાજને અનેક મુદ્દે ટકોર કરી. સમાજમાં કેટલાક એવા રિવાજો છે જે સમાજમાં અગાઉ ક્યાંય હતા જ નહીં અને તેની જરૂરિયાત પણ નથી પરંતુ દેખાદેખીમાં આવી ગયા છે. સમાજની લગ્ન વ્યવસ્થા સામે પરશોત્તમ રૂપાલાએ ટકોર કરી. રૂપાલાએ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પ્રિવેડીંગ પ્રથા સામે નારાજગી વ્યક્ત કરી કે પ્રિવેડીંગની જરૂરિયાત જ ન હતી. આ તો દેખાદેખીમાં આવ્યુ છે. દેખાદેખીમાં શરૂ થયેલી વસ્તુઓ બંધ પણ નથી નથી.
-
અમદાવાદ: વિનોબાભાવે નગરમાં નિર્માણાધિન આંગણવાડી વિવાદમાં
અમદાવાદ: વિનોબાભાવે નગરમાં નિર્માણાધિન આંગણવાડી વિવાદમાં આવી છે. બાંધકામમાં નબળી ગુણવત્તાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા. માત્ર હાછ લગાવતા ઈંચ પર લાગેલી રેતી ખરી પડી. અંદાજે ₹32 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે. હલકી ગુણવત્તાવાળુ બાંધકામ તોડી આંગણવાડી ફરી બનાવવા માગ કરાઈ છે. જે પણ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
અત્યારે જ આ સ્થિતિ છે ત્યારે આંગણવાડીનું પ્લાસ્ટર આવનારા છ મહિના પણ ચાલશે કે કેમ તેવી સ્થાનિકોને આશંકા છે. આંગણવાડીમાં નાના ભૂલકાંઓ બેસતા હોય ત્યારે તેમની સલામતી અંગે પણ સવાલો ઊઠવા સ્વભાવિક છે. મુદ્દો એ કે આંગણવાડી પ્રજાના રૂપિયાથી જ બની રહી છે અને દ્રશ્યો જ સાબિત કરી રહ્યા છે. નાણાંનો સંપૂર્ણ વેડફાટ થઈ રહ્યો છે. આખરે, તંત્ર આટલું બેધ્યાન કેમ ?
-
બનાસકાંઠા: ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસે અંબાજીમાં ભક્તોની ભીડ
બનાસકાંઠા: ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસે અંબાજીમાં ભક્તોની ભીડ જામી. શનિ-રવિની રજા હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા ભક્તો મજબૂર થયા. અંબાજીના માર્ગો પર પણ વાહનોની કતાર લાગી. યાત્રિકો વધતાં ગેટ નંબર 7 બંધ કરવાની ફરજ પડી. ભારે ભીડના લીધે વહીવટી તંત્રએ સુવિધામાં વધારો કર્યો. માઈ ભક્તોએ જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજવ્યું.
-
ભાવનગરના નવાપરા વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ
ભાવનગરના નવાપરા વિસ્તારમાં પથ્થરમારા બાદ બે રાઉન્ડ ફાયરિંગ થયું. રમઝાન દરમ્યાન થયેલી માથાકૂટ બાદ ઈદના દિવસે ફરી ઉગ્ર બની. 18મા રોઝાના દિવસે મિત્ર સાથે બેસેલા જાહિદ સાથે કેટલાક ઈસમોએ ઝઘડો કર્યો હતો. તેમજ બોલાચાલી બાદ માર પણ માર્યો. રમઝાન પૂર્ણ થતાં જ ઈદની ઉજવણી બાદ ફરી વિવાદ થયો. બોલાચાલી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા. થોડા કલાકો બાદ ફરી 5થી 6 જેટલાં ઈસમોએ એક હવામાં ફાયરિંગ કર્યું. અને બીજુ જાહિદ પર ફાયરિંગ કર્યું. જો કે, ભાગી જતાં તેનો બચાવ થયો. આ મામલે 8 લોકો સામે ફરિયાદ કરાઈ છે અને પોલીસ તપાસ દરમ્યાન ફાયરિંગ કરાયેલું એક ખાલી કાર્ટિઝ પણ મળી છે.
-
સુરત: ગોડાદરામાં રૂપિયાની લેતીદેતીમાં હુમલો કરવા જતાં 7ની ધરપકડ
સુરત: ગોડાદરામાં રૂપિયાની લેતીદેતીમાં હુમલો કરવા જતાં 7ની ધરપકડ કરાઈ છે. ઉઘરાણી કરવા નીકળેલા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી. લોહીયાળ ખેલ ખેલાય તે પહેલા જ માથાભારે શખ્સોને પકડી પાડ્યા. પોલીસે સાધારણ કપડામાં આવીને આરોપીઓને પકડ્યા. રૂ. 1 હજારની ઉઘરાણી કરવા હથિયાર સાથે શખ્સો નીકળ્યા હતા. બાઈક લઈને ભાગવા જતાં શખ્સને પોલીસે નીચે પટક્યો. આરોપીઓને પકડી પાડ્યા હોવાના CCTV સામે આવ્યા. ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરાઈ.
-
દ્વારકામાં 2 પંપ ઉપર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટ્યો, લોકોમાં પ્રસરી ચિંતા !
દ્વારકામાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકોમાં ચિંતા મુકાયા છે. દ્વારકાના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ખૂટયું છે. સ્ટોક ખૂટતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નવા જથ્થાના અભાવે પુરવઠો ખોરવાયો હોવાનો સંચાલકોનો દાવો કરવામાં આવ્યો છે. નવો સ્ટોક પહોંચ્યા બાદ જ પેટ્રોલ-ડીઝલનું વેચાણ ફરી શરૂ થશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
-
કતારના દરિયામાં હેલિક્રોપ્ટર તુટી પડ્યું, 6ના મોત, 1 લાપત્તા
કતરમાં એક હેલિકોપ્ટર દરિયામાં પડ્યુ. કતર-હેલિકોપ્ટરમાં સવાર 6 લોકોના મોત થયા છે. ગુમ થયેલ 1 વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે. ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર દરિયાઈ સીમમાં ક્રેશ થયુ હોવાની વાત સામે આવી છે.
-
કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરીને PM મોદી, યુદ્ધને પગલે સર્જાયેલ સ્થિતિની સમિક્ષા કરશે
PM મોદી આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓની સાથે બેઠક યોજશે. ઈરાન-ઈઝરાયેલ, અમેરિકાના યુદ્ધને પગલે, પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિને ધ્યાન રાખીને બેઠક યોજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ યુદ્ધને પગલે, પેટ્રોલિયમ, ક્રૂડ, વીજળી અને ખાતર ક્ષેત્રોની કરશે સમીક્ષા. ઊર્જા સુરક્ષાને સુરક્ષિત રાખવા અંગે કરશે ચર્ચા. ઉદ્યોગના હિતોનું રક્ષણ સાથે વૈશ્વિક વિકાસનું કરશે નિરિક્ષણ
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં, કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવશે. 24 થી 27 માર્ચ દરમિયાન કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ. 24 તારીખે સાંજે રાજકોટમાં થશે આગમન. 25 તારીખે રાજકોટ ખાતે પ્રદેશ નેતૃત્વ સાથે કરશે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ઉમરેઠની પેટા ચૂંટણી અંગે થશે ચર્ચા. કેજરીવાલ ગુજરાતમાં કરશે ત્રણ જાહેર સભા. અમરેલી, લાલપુર અને દેવગઢ બારીયા ખાતે કરશે જાહેર સભા.
-
Breaking News : કમોસમી વરસાદ અંગે સર્વે કરવા ગ્રામસેવકો અને તલાટીને સરકારે આપ્યા આદેશ
પંચમહાલ મોરવા હડફ ખાતે સાલીયા – મિરપ વચ્ચે પાનમ નદી પર બનાવેલ પુલના લોકાર્પણ અર્થે આવેલ ગુજરાતના રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાએ, રાજ્યના હજ્જારો ખેડૂતોને લગતું નિવેદન કર્યું હતું. રાજ્યમાં હાલમાં થયેલા કમોસમી વરસાદને લઈને થયેલા નુકસાન બાબતે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાનું નિવેદન. નુકસાન બાબતે સર્વેના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રામસેવકો અને તલાટીને સર્વેના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર સહાય બાબતે યોગ્ય નિર્ણય કરશે તેમ તેમણે જણાવ્યું હતું. સાલીયા – મિરપ વચ્ચે પાનમ નદી પર બનાવેલ પુલના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાએ આપ્યું નિવેદન.
-
સ્કૂલવર્ધી એસોસિએશન વાલીઓને રાહત આપતો નિર્ણય લીધો, જૂન 2027 સુધી સ્કૂલવર્ધીના ભાવમાં વધારો નહીં
અમદાવાદમાં સ્કૂલવર્ધી એસોસિએશનનો વાલીઓને રાહત આપતો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં ભાવ વધારો કરવામાં નહીં આવે. જૂન 2027 સુધી સ્કૂલવર્ધીના ભાવમાં વધારો નહીં. સતત મોંઘવારી વધી રહી છે ત્યારે વાલીઓને રાહત આપતો નિર્ણય કરાયો છે. સ્કૂલવર્ધીની રિક્ષાઓ અને વાનના ભાવમાં ગયા વર્ષે ભાવ વધારો કરાયો હતો. આવતા શૈક્ષણિક વર્ષમાં ભાવ વધારો નહીં કરવા નિર્ણય લેવાયો છે.
-
ભાવનગરના નવાપરા વિસ્તારમાં જુની અદાવતને લઈને 2 રાઉન્ડ ફાયરિંગ
ભાવનગરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. વહેલી સવારે જૂની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિગ કરવામાં આવ્યા હતા. હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક રાઉન્ડ મિસ ફાયરિંગ થયુ હતું. લઘુમતિ સમાજના યુવકે, જૂની અદાવતને લઈને ફાયરિંગ કર્યુ હોવાની માહિતી સામે આવી છે. ભાવનગરના નીલમબાગ A ડિવિઝન પોલીસે, ખાનગી ફાયરિંગ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર કટુડા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં 2 ના મોત
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર કટુડા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા 2 લોકોના મોત થયા હતા. 2 બાઈક પર 4 લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે બની દુર્ઘટના. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
-
ચૈત્રી નવરાત્રી-રવિવારે પાવાગઢ ખાતે અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો ઉમટ્યાં
પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે ઉમટ્યું માનવ મહેરામણ. આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના સંયોગ સાથે જ વહેલી સવારે ઉમટી ભીડ. નિજ મંદિર તેમજ પ્રાંગણ અને પગથિયા પર માઈભક્તો કીડિયારાની માફક ઉમટી પડેલા જોવા મળ્યાં. ચૈત્ર નોરતાના રવિવારે માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો પણ ઉમટ્યા મહાકાળી માતાજીના દર્શનાર્થે. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર ધ્વારા ગોઠવાઈ વિશેષ વ્યવસ્થાઓ, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો
-
Breaking News : ખેડાના ડાકોર મંદિર પર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી ભોજન પ્રસાદી હાલ બંધ કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની સીધી અસર ડાકોરમાં જોવા મળી છે. ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારના રોજ અહીં 2 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદી લેતા હતા, જ્યારે બાકીના દિવસોમાં આશરે 1 હજાર જેટલા ભક્તો આ લાભ લેતા હતા. આ ભોજનશાળામાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હતી. જેવી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પૂર્તિ થશે, તેવી જ આ ભોજનશાળા ફરીથી કાર્યરત કરવામાં આવશે.
-
વરસાદને કારણે કચ્છના નાના રણમાં ભૂલા પડેલા 8 લોકોને બચાવાયા
કચ્છના નાના રણમાં ભૂલા પડેલા 8 જણાને પોલીસ અને ગ્રામ્યજનોએ દિલધડક રેકસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યા. બોલેરો મારફતે કચ્છના રણમાં ટિકરથી પલાસવા આવી રહ્યા હતા લોકો. વરસાદના કારણે રણની વચ્ચે માર્ગ ભૂલ્યા હતા. ખાવા-પીવાનું પૂરું થઇ જતા લોકો ભારે મુસીબતમાં ફસાયા હતા. મોબાઈલ વડે પલાસવા ગામલોકો અને પોલીસની મદદ મંગાઈ હતી. બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ આડેસર પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી. આડેસર પોલીસ અને પલાસવાના આગેવાનો અને અન્ય લોકો દ્વારા સફળ રેસ્ક્યુ કરીને 8 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.
-
આણંદના ભાલેજમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, 6 જણા ઈજાગ્રસ્ત
આણંદના ભાલેજમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી છે. સોસાયટીના રસ્તા બાબતે થઇ તકરાર. ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરવામાં આવ્યો. બંને પક્ષના 6 થી લોકોને નાની મોટી ઇજા. ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી મકાનોમાં તોડફોડ કરી હતી. દરવાજા અને બારીઓના કાચ તોડાયા. ઘાયલોને આણંદની જનરલ હોસ્પિટલ ખસેડાયા છે. ત્રણ દર્દીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
-
પાટણમાં ઝીલિયા ગેંગવોર મુદ્દે પીઆઈ સહિત 12 પોલીસ સસ્પેન્ડ થયા બાદ, ભાવેશ દેસાઈ સહીત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
પાટણ જિલ્લામાં પોતાનો ખોફ ફેલાવવા માટે મસ્તાની ગેંગ ઓપરેટ કરતા ભાવેશ દેસાઈ સહીત કુલ ચાર સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણના ઝીલિયા ગેંગવોરમાં પોલીસ ઈન્સ્પેકટર સહીત કુલ 12 પોલીસ કર્મીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ ઉપર માછલા ધોવાયા હતા. રૂપિયાની લેવડ દેવડમાં થયો હતો ઝઘડો. ઝઘડામાં વાહનોમાં તોડફોડ થઈ હતી. ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ, દેવું દેસાઈ સામે FIR.
-
મયુર ડાયકેમના માલિકોને ત્યાં સતત ત્રીજા દિવસે ઇન્કમ ટેક્સના દરોડા યથાવત
અમદાવાદમાં મયુર ડાયકેમના માલિકોને ત્યાં સતત ત્રીજા દિવસે ઇન્કમ ટેક્સના દરોડા યથાવત રહ્યાં છે. 20 સ્થળોએ IT ના અધિકારીઓની ટીમો યથાવત. મયૂર ડાયકેમ અને એમના ભાગીદારોને ત્યાં દરોડા યથાવત. IT ની ટીમોએ તપાસ દરમિયાન થયેલા વ્યવહારો અંગે દસ્તાવેજી પુરાવાઓ અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કર્યા. તપાસમાં બેંક એકાઉન્ટ સહિત લોકર્સ અને અન્ય પુરાવાઓની તપાસ ચાલુ છે. વટવામાં મયુર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી મયુર પટેલ અને એમના ભાગીદારને ત્યાં IT ની ટીમો તપાસ કરી રહી છે. અમદાવાદ સહિત વડોદરાના પાદરામાં પણ તપાસનો દોર ચાલ્યો છે.
-
સુરત SVNITના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
સુરત SVNITના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. યોગેશકુમારે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી. અભ્યાસના ભારણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉમરા ગામના શ્રમજીવી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
-
ચૂંટણીનો ધમધમાટઃ CM ભૂપેન્દ્ર પટેલે, રાત્રે સુરતમાં ભાજપના હોદ્દેદારો-કોર્પોરેટરો સાથે કરી બેઠક
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મનપા ચૂંટણીને લઇને સુરતમાં બેઠક યોજી. ગુજરાતના મુખ્યમંત્રી અચાનક સુરત પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રી રોકાણ કર્યું હતું. આવનાર મહાનગરપાલિકાના ઇલેક્શનને લઈ સુરતના સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક કરી. સુરતના ભાજપના કોર્પોરેટરો સાથે સર્કિટ હાઉસ ખાતે યોજી બેઠક. સુરત ભાજપના જુદા જુદા હોદ્દેદારો અને કોર્પોરેટરો મળી 90 સાથે યોજી બેઠક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતથી વલસાડ જશે. વલસાડમાં જુદા જુદા કાર્યક્રમમાં આપશે હાજરી. વલસાડ જાય તે પૂર્વે સુરતમાં રાત્રી રોકાણ કરી ભાજપના હોદ્દેદારો સાથે કરી બેઠક. સુરત કોર્પોરેશનના ઇલેક્શનને લઈ હોદ્દેદારો અને કોર્પોરેટરોને માર્ગદર્શન અને સૂચના આપવા હેતુ યોજાઈ સરપ્રાઈઝ બેઠક.
-
મધ્યરાત્રીએ અમરેલીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
અમરેલીમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે 12:49 વાગ્યે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દિશામાં 44 કિલોમીટર દૂર નોંધાયું છે.
Published On - Mar 22,2026 7:30 AM