17 એપ્રિલના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળના ગવર્નરને કૂચબિહારનો પ્રવાસ રદ કરવા ચૂંટણી પંચે આપી સલાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2024 | 9:38 PM

આજે 17 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

17 એપ્રિલના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળના ગવર્નરને કૂચબિહારનો પ્રવાસ રદ કરવા ચૂંટણી પંચે આપી સલાહ

દેશભરમાં આજે રામનવમીનું પર્વ ઉજવાશે. અયોધ્યાના રામ મંદિરમાં આજે રામલલાના લલાટ પર સૂર્યતિલક કરાશે. 4 મિનિટ સુધી અદભૂત નજારો જોઇ શકાશે. બીજી તરફ છત્તીસગઢના કાંકેરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયુ છે. પોલીસની વળતી કાર્યવાહીમાં 18 નક્સલીઓ ઠાર થયા છે. ઘર્ષણમાં BSF ઈન્સ્પેક્ટર સહિત 2 જવાન ઘાયલ થયા છે. તો UPSCની પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવારે સફળતા મેળવી છે. પ્રથમ 100માંથી 3 ગુજરાતી વિદ્યાર્થી છે. તો કોડિનારની ખેડૂત દીકરીએ પણ  સિધ્ધી મેળવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી હીટવેવની આગાહી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 40ને પાર થવાની શક્યતા છે. 18થી 20 એપ્રિલમાં વરસાદની શક્યતા છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Apr 2024 09:18 PM (IST)

    પશ્ચિમ બંગાળના ગવર્નરને કૂચબિહારનો પ્રવાસ રદ કરવા ચૂંટણી પંચે આપી સલાહ

    ચૂંટણી પંચે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને, આગામી 18 અને 19 એપ્રિલના રોજ ઉત્તર બંગાળના કૂચ બિહારની તેમની મુલાકાત રદ કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થવાનું છે અને તે પહેલા આ વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ છે, તેથી તેમની મુલાકાત ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે.

  • 17 Apr 2024 07:32 PM (IST)

    ગુલામ નબી આઝાદ લોકસભાની ચૂંટણી નહીં લડે, અનંતનાગ બેઠક પરથી નામ પાછુ ખેચ્યું

    ગુલામ નબી આઝાદે અનંતનાગમાં પાર્ટીની બેઠકમાં લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. હવે આ બેઠક પર નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે સીધો મુકાબલો થશે. ભાજપે હજુ સુધી અહીં પોતાના પત્તાં ખોલ્યા નથી. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં કહ્યું કે, ભાજપને કાશ્મીરમાં કોઈ ઉતાવળ નથી. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ઉમેદવાર ઊભા નહી રાખે તો  હવે આ બેઠક પર નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે સ્પર્ધા થશે.

  • 17 Apr 2024 06:44 PM (IST)

    પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં ફરી વળ્યું ગરમીનું તીવ્ર મોજૂ

    ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આજે કાળઝાળ ગરમીનો અનુભવ થયો. રાજ્યના અનેક વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1થી લઈને 5 ડિગ્રી સુધી ઉચું નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે પણ ગરમીનુ પ્રમાણ યથાવત રહેશે.

  • 17 Apr 2024 05:19 PM (IST)

    અમદાવાદના નરોડામાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી નીકળ્યો વંદો

    નરોડાના લાલાભાઇ સેવ ઉસળની ચટણીમાં કંઇક આવી જ બેદરકારી સામે આવી છે. આરોપ છે કે સેવઉસળની ચટણીમાં મેરેલો વંદો હતો. ગ્રાહકની ફરિયાદ છે કે સેવઉસળ આરોગતી વખતે આપવામાં આવેલી ચટણીના પેકેટમાં મરેલો વંદો હતો. ચટણીમાં વંદો નીકળવાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. હોટલની તપાસ કરતા ગંદકીનો માહોલ જોવા મળ્યો. જેના આધારે જુગલ એન્ટરપ્રાઇઝને નોટિસ ફટકારીને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો.

  • 17 Apr 2024 03:42 PM (IST)

    અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો અકસ્માત, 10 લોકોના મોત

    • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મોટી દુર્ઘટના
    • એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક અકસ્માતમાં 10ના મોત
    • ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા સર્જાયો ગોઝારો અકસ્માત
    • વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી કારને નડ્યો અકસ્માત
  • 17 Apr 2024 03:19 PM (IST)

    સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રામાં ધારાસભ્ય રમણલાલ વોરાનો થયો વિરોધ

    સાબરકાંઠામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ધારાસભ્યનો વિરોધ થયો છે. સાબરકાંઠાના વડાલીમાં રામનવમીની શોભાયાત્રામાં MLA રમણલાલ વોરાનો વિરોધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચે અગાઉથી બોલાચાલી થઈ હતી. ભગવાન રામના દર્શન કરવા પહોંચેલા રમણલાલ વોરાનો વિરોધ કર્યો હતો. પોલીસ વિભાગે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શોભાયાત્રા પૂર્ણ કરાવી

  • 17 Apr 2024 02:46 PM (IST)

    અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પશુને બલી ચઢાવવાની ઘટના

    અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પશુને બલી ચઢાવવાની ઘટના સામે આવી છે. મહિલા સહિતના લોકોએ બે પશુની બલી ચઢાવી છે. આઠમની રાત્રે બે બકરાની બલી ચઢાવતા ફરિયાદ નોંધાઇ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

  • 17 Apr 2024 01:38 PM (IST)

    વડોદરા: રામનવમીની શોભાયાત્રા નિમિત્તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નિમિત્તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાંથી નિકળશે શોભાયાત્રા નીકળવાની છે, ત્યારે શોભાયાત્રા માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. અગાઉ જૂથ અથડામણમાં સંડોવાયેલા તત્વોને પોલીસ પકડશે. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી  સતત નજર રાખવામાં આવી રહી છે. 1500 થી વધુ પોલીસ જવાનો શોભાયાત્રામાં ખડેપગે રહેશે.

  • 17 Apr 2024 12:15 PM (IST)

    અયોધ્યામાં ભગવાન શ્રીરામનો થયો સૂર્યાભિષેક

    દેશમાં આજે ભગવાન રામનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. આજે જ રામલલ્લાના મસ્તકને સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યો છે.  12 કલાકે  લગભગ 4 મિનિટ સુધી સૂર્યના કિરણો તેમના માથા પર પડતા જોવા મળ્યા. ભગવાન રામનું આ સૂર્ય તિલક વિજ્ઞાનના સૂત્ર મુજબ કરવામાં આવ્યું.

  • 17 Apr 2024 11:50 AM (IST)

    રાજકોટમાં આરોગ્ય વિભાગે 30 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો

    રાજકોટમાં આરોગ્ય વિભાગે  પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં મોટી કાર્યવાહી કરી છે. મિચીઝ, B.N.S, બિનહરીફ, સંજય ખમણમાંથી મળી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો છે. વાસી નૂડલ્સ, પાસ્તા, સલાડ અને વાસી મન્ચૂરિયનનો જથ્થો નાશ કર્યો છે. ચીલી સોસ, લીલી ચટણી સહિત 30 કિલો જથ્થાનો નાશ કરાયો છે.  આરોગ્ય વિભાગે મસાલા માર્કેટમાં પણ દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટ માલિકોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 17 Apr 2024 11:43 AM (IST)

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા અમદાવાદ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવા પહોંચ્યા છે. બપોર બાદ મધ્યસ્થ કાર્યાલયમાં તેઓ બેઠકો કરશે. અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા આવતીકાલે  શક્તિ પ્રદર્શન કરવાના છે. આવતીકાલે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રોડ શો યોજાશે. સાણંદથી લઇ કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો અને સભા કરવાના છે.

  • 17 Apr 2024 11:17 AM (IST)

    ચૂંટણીના વાતાવરણમાં અમદાવાદમાં ખુલ્લેઆમ હથિયાર સાથે વરઘોડો નીકળ્યો

    અમદાવાદમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે પણ ખુલ્લેઆમ હથિયાર સાથે વરઘોડો નીકળ્યો. અસારવામાં જયંતીલાલની ચાલી પાસેનો વીડિયો વાયરલ થયો છે. કડક ચેકિંગની ગુલબાંગો વચ્ચે હથિયાર સાથે વરઘોડો નીકળ્યો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરી. શહેરની સુરક્ષાના પોલીસના દાવા સામે સવાલો ઊભા થયા છે.

  • 17 Apr 2024 11:14 AM (IST)

    નર્મદા:ઉત્તરવાહીની પરિક્રમા માટે કરાયો હંગામી માર્ગ તૈયાર

    નર્મદામાં ઉત્તરવાહીની પરિક્રમા માટે હંગામી માર્ગ તૈયાર કરાયો છે. શહેરાવ અને તિલકવાળામાં નર્મદા નદી ઓળંગવા પુલ બનીને તૈયાર છે. પરિક્રમાર્થીઓ માટે પુલને MLA ડો.દર્શના દેશમુખે ખુલ્લો મુક્યો છે. પુલ બનવાથી પરિક્રમા કરતા શ્રદ્ધાળુને સમસ્યા નહીં થાય.

  • 17 Apr 2024 11:04 AM (IST)

    વડોદરામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીનું મોત

    વડોદરામાં કોરોનાની સારવાર લેતા દર્દીનું મોત થયુ છે. 12 દિવસથી દર્દી SSG હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. 65 વર્ષીય વૃદ્ધાને શરૂઆતમાં ઝાડા ઉલ્ટી થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. કોરોના જણાતા દર્દીને SSGમાં ખસેડાયા હતા. વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ છે.

  • 17 Apr 2024 09:53 AM (IST)

    અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ રામ જન્મોત્સવની ઉજવણી

    રામનવમીની દેશમાં ઠેર-ઠેર ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ રહીં છે ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ રામ જન્મોત્સવની ઉજવણી કરાઇ રહી છે. ઇસ્કોન મંદિરમાં ભગવાન રામને વિષેશફુલોનો શણગાર કરવામાં આવ્યો છે.શણગાર માટે ફુલો થાયલેન્ડ,મુંબઇ,દિલ્લી સહિત વિવિધ જગ્યા પરથી સ્પેશિયલ ફુલ મંગાવવામાં આવ્યા છે.ત્યાર બાદ ભગવાન રામને ફુલો અને ફળોના રસથી અભિષેક કરવામાં આવશે.

  • 17 Apr 2024 09:52 AM (IST)

    પાલનપુર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે ટ્રેક્ટરની કતાર

    પાલનપુર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે ટ્રેક્ટરની કતાર જોવા મળી રહી છે. રાયડાના ટેકાના ભાવની ખરીદીમાં પણ ખેડૂતોને મુશ્કેલી છે. બે હેક્ટર સુધી જ રાયડાનો પાક ટેકાના ભાવે ખરીદવાની મર્યાદા છે. એક હેક્ટર દીઠ 1200 કિલો રાયડો ખરીદવાની મર્યાદા છે. 2400 કિલો રાયડાનો પાક ખરીદવાની મર્યાદા છે. પાક વધુ હોય તો રાયડો લેવાતો નથી. જે ખેડૂતને બે હેક્ટરથી વધારે રાયડો હોય તે ખેડૂત માટે મુશ્કેલીઓ ઊભી થઇ છે.

  • 17 Apr 2024 09:50 AM (IST)

    બનાસકાંઠાઃ ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી 12 કિલો ચાંદી પકડાઈ

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી 12 કિલો ચાંદી પકડાઈ છે. ચેકપોસ્ટ પર પોલીસ ચેકીંગ દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન -જોધપુર ડેપોના બસ ડ્રાઇવરની ગેરકાયદે ચાંદીની હેરાફેરી કરવા મામલે અટકાયત કરવામાં આવી છે. ડ્રાઇવર સીટ નજીકથી ગેરકાયદે ચાંદી મળી છે. જોધપુરના વેપારીએ આ ચાંદી ડીસા મોકલી હતી.

  • 17 Apr 2024 09:35 AM (IST)

    હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે આપી મંજૂરી

    ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાંથી  રાહત મળી છે. હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. વન વિભાગના અધિકારીને ધમકી આપવાના કેસમાં વસાવા પર કાર્યવાહી ચાલી રહી હતી. કાર્યવાહી દરમિયાન નર્મદા જિલ્લામાં પ્રવેશ અંગે હાઇકોર્ટે રોક મૂકી હતી. ભરૂચથી AAPના ઉમેદવાર છે ચૈતર વસાવા. ડેડીયાપાડા વિધાનસભા હેઠળના વિસ્તારોમાં 19 એપ્રિલથી પ્રચાર કરશે.

  • 17 Apr 2024 09:33 AM (IST)

    લોકસભા ચૂંટણીમાં આચારસંહિતા ભંગની અનેક ફરિયાદ

    લોકસભા ચૂંટણીમાં આચારસંહિતા ભંગની અનેક ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમાં આચારસંહિતાના ઉલ્લંઘનની 782 ફરિયાદ નોંધાઇ છે. 98 ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રએ ફરિયાદ નિકાલનો દાવો કર્યો છે.

  • 17 Apr 2024 09:08 AM (IST)

    ગુજરાતના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર

    ગુજરાતના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મહુવા 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં ગરમી વધતા લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

  • 17 Apr 2024 08:48 AM (IST)

    રામનવમી પર્વની પૂર્વ સંધ્યાએ સુરતમાં યોજાઇ ફ્લેગ માર્ચ

    રામનવમી પર્વની પૂર્વ સંધ્યાએ સુરત શહેર પોલીસ દ્વારા શહેરના માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. શહેરમાં જે વિસ્તારોમાંથી રામનવમીની યાત્રા પસાર થવાની છે તેવા વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પગપાળા ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેઓના તાબાના અધિકારીઓએ ફ્લેગ માર્ચ અને રિહર્સલમાં જોડાઈને બંદોબસ્તની સમીક્ષા કરી હતી. યાત્રાની ખાસ જગ્યા પર ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો તૈનાત કરાશે.

  • 17 Apr 2024 08:46 AM (IST)

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રામ નવમીની શુભેચ્છા પાઠવી

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ દેશવાસીઓને આજના દિવસની એટલે કે રામ નવમીના પર્વની શુભેચ્છા પાઠવી છે.

  • 17 Apr 2024 08:34 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રામ નવમીની શુભકામના પાઠવી

    આજે રામ નવમીના પર્વની દેશભરમાં ધામ ધૂમથી ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના X અકાઉન્ટ પર પોસ્ટ મુકીને દેશવાસીઓને રામ નવમીની શુભકામના પાઠવી છે.

  • 17 Apr 2024 08:19 AM (IST)

    સોનું 75 હજાર 500ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું

    ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્સન વધતા સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સોનું 75 હજાર 500ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે ઈન્ડસ્ટ્રીયલ માગ વધતા ચાંદી 84 હજાર રુપિયાના ભાવને પાર પહોંચી છે. શેરબજારમાં નરમી આવી તો બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ છે.ઈન્દોરના સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 75,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

  • 17 Apr 2024 07:14 AM (IST)

    અયોધ્યામાં રામ લાલાને 56 પ્રકારના ભોગ પ્રસાદનું આયોજન

    અયોધ્યામાં રામનવમીની રંગત હવે અલગ હશે કારણ કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછીની આ પહેલી રામનવમી હશે. રામ મંદિરમાં ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટે આ પ્રસંગે ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરી છે. રામ લાલાને 56 પ્રકારના ભોગ પ્રસાદનું આયોજન કરાયું છે. નયનરમ્ય દ્રશ્ય કહી શકાય તેવો ભગવાન રામનો સૂર્ય અભિષેક પણ 12:16 વાગ્યે પાંચ મિનિટ માટે યોજાશે. ભગવાન રામલલાના કપાળ પર પડશે, જેના માટે મહત્વપૂર્ણ તકનીકી વ્યવસ્થા કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ આ ક્ષણોને પ્રદર્શિત કરવા વિશેષ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે..ભગવાન રામ લાલાના જન્મ ઉત્સવ રામનવમીની ઉજવણી બપોરના સમયે કરવામાં આવશે.

  • 17 Apr 2024 07:13 AM (IST)

    સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જીવંત પ્રસારણ

    સ્ટે મંગળા આરતીથી શરૂ કરીને 19 કલાક સુધી દર્શનનો સમયગાળો પણ લંબાવ્યો છે. ચાર ભોગ પ્રસાદ દરમિયાન પાંચ મિનિટ માટે પડદો બંધ રહેશે. લગભગ સો મોટી એલઇડી સ્ક્રીન પર ઉજવણીનું પ્રસારણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જીવંત પ્રસારણ પણ થશે.  રામ મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે લગભગ 30 જગ્યાએ પાર્કિંગની સુવિધા આપવામાં આવી. ભક્તો માટે નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

  • 17 Apr 2024 07:12 AM (IST)

    રામ મંદિરમાં ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા

    અયોધ્યાના રામ મંદિરમાં ઉજવણીને ધ્યાનમાં રાખીને ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે. ટ્રસ્ટે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર માહિતી આપી છે.જે રસ્તાથી તેમને દર્શન માટે પહોંચાડવાના છે તે રસ્તો કવર કરવામાં આવી રહ્યો છે તેના માટે જર્મન હેંગરનો પંડાલ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત યાત્રી સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. રામનવમીના 3 દિવસ પહેલા જ રામમંદિરમાં ભાંગ, પુજન, આરતીના સમયને બાદ કરતા મંદિર 24 કલાક ખુલ્લું રહેશે.

Published On - Apr 17,2024 7:09 AM

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">