આ ચાર સાંસદો છે ઉંમરમાં સૌથી નાના, એમાથી ત્રણે તો ભાજપના દિગ્ગજોને કર્યા છે ઘરભેગા, જાણો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ ઘણા ઉમેદવારો કોઈને કોઈ કારણોસર સમાચારમાં ચમક્યા છે. કેટલાક મતદાનની ટકાવારીને કારણે છે તો કેટલાક અન્ય કારણોસર હેડલાઇન્સમાં છે. ચાર ઉમેદવારો એવા છે જેઓ સૌથી નાની ઉંમરે જીત્યા છે.

આ ચાર સાંસદો છે ઉંમરમાં સૌથી નાના, એમાથી ત્રણે તો ભાજપના દિગ્ગજોને કર્યા છે ઘરભેગા, જાણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 2:29 PM

તમામ એક્ઝિટ પોલ અને NDA ગઠબંધનમાં સામેલ પક્ષોના દાવાઓને ફગાવીને જનતાએ લોકસભા ચૂંટણી 2024માં સંપૂર્ણપણે અલગ પ્રકારનો જનાદેશ આપ્યો છે. ચૂંટણી પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ 300નો આંકડો પણ સ્પર્શી શક્યું નથી. જો કે, NDA ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું આગળ ગયું. આ લોકસભાની ચૂંટણીમાં 4 એવા ઉમેદવારો હતા, જેઓ સૌથી નાની ઉંમરે ચૂંટણી જીત્યા છે. આ ચાર યુવા ચહેરાઓ હવે લોકસભામાં બેઠેલા જોવા મળશે. આ તમામની ઉંમર માત્ર 25 વર્ષની આસપાસ છે.

પુષ્પેન્દ્ર સરોજ, પ્રિયા સરોજ, શાંભવી ચૌધરી અને સંજના જાટવ હવે 18મી લોકસભામાં સૌથી યુવા સાંસદ બનવા જઈ રહ્યા છે. પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (LJP)ના શાંભવી ચૌધરી અને સંજના જાટવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે

1. પુષ્પેન્દ્ર સરોજ

ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજ, ચૂંટણી જીતનાર સૌથી નાની વયના યુવા ઉમેદવાર બની ગયા છે. પુષ્પેન્દ્ર સરોજની ઉંમર 25 વર્ષ 3 મહિના છે. તેમનો જન્મ 1 માર્ચ 1999ના રોજ થયો હતો. પુષ્પેન્દ્ર સરોજ પૂર્વ મંત્રી ઈન્દ્રજીત સરોજના પુત્ર છે. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પુષ્પેન્દ્ર સરોજે આ વખતે 2019માં પિતાની હારનો બદલો લીધો છે. પુષ્પેન્દ્ર સરોજે યુપીની કૌશામ્બી લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરને 1.03 લાખ મતોની સરસાઈથી હરાવ્યા છે. ગત વખતે આ બેઠક ઈન્દ્રજીત સરોજનો પરાજય થયો હતો.

ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા
પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો
દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો!
Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે
Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો

2. પ્રિયા સરોજ

ઉત્તર પ્રદેશની મછલીશહર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર પ્રિયા સરોજ એ ચાર ઉમેદવારોમાં સામેલ છે જેમણે સૌથી નાની ઉંમરે લોકસભા ચૂંટણી જીતી છે. પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના છે. તેમણે ભાજપના વર્તમાન સાંસદ ભોલાનાથને 35,850 મતોના અંતરથી હરાવ્યા છે. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. વારાણસીના પિન્દ્રા તહસીલના કારખિયાંવ ગામની રહેવાસી પ્રિયા સરોજ છેલ્લા 7 વર્ષથી સમાજવાદી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ભાગ લઈ રહી છે. એલએલબીની ડિગ્રી મેળવનાર પ્રિયા સરોજે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્કૂલિંગ કર્યું છે. તે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી ચૂકી છે.

3. શાંભવી ચૌધરી

પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલની ​​પુત્રવધૂ શાંભવી ચૌધરીએ આ વખતે ચિરાગ પાસવાનની એલજેપી ટિકિટ પર ચૂંટણી લડી હતી અને માત્ર 25 વર્ષની ઉંમરે જીતી હતી. બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક પરથી જીતેલી શાંભવીએ કોંગ્રેસના સન્ની હજારીને 187251 મતોના માર્જિનથી હરાવ્યા હતા. શાંભવી ચૌધરી બિહારમાં નીતિશ કુમારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીની પુત્રી છે. અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી જેડીયુમાં જોડાયા હતા. શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. એટલે કે તે તેના પરિવારની ત્રીજી પેઢીની નેતા છે. શાંભવી ચૌધરીએ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી આર્ટ્સમાં MA કર્યું છે.

4. સંજના જાટવ

રાજસ્થાનની ભરતપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર સંજના જાટવ 25 વર્ષની ઉંમરે જીતવામાં સફળ રહી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રામસ્વરૂપ કોલીને 51,983 મતોના માર્જિનથી હરાવ્યા. ગયા વર્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ તેણે નસીબ અજમાવ્યું હતું. જો કે તે દરમિયાન તેમને માત્ર 409 વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Latest News Updates

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">