કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

|

Dec 28, 2021 | 7:12 PM

Additional dose of Corona vaccine : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે કોરોના રસીના વધારાના ડોઝ લેતી વખતે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના બીમારીઓથી પીડિતા લોકોને કોઈપણ ડૉક્ટરનું પ્રમાણપત્ર બતાવવાની કે જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન
કોરોના વિરોધી રસી ( પ્રતિકાત્મક તસવીર )

Follow us on

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Ministry of Health) મંગળવારે કહ્યું કે રોગથી પીડિત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ કોરોના રસીના (Corona vaccine) વધારાના ડોઝ લેતી વખતે કોઈ ડૉક્ટરનું પ્રમાણપત્ર (Doctor’s certificate) બતાવવાની કે જમા કરવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયનું કહેવું છે કે એવી અપેક્ષા છે કે આવા લોકો રસી લેતા પહેલા તેમના ડૉક્ટરની સલાહ લેશે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે ચૂંટણીનો સામનો કરી રહેલા રાજ્યોમાં ચૂંટણી ફરજ માટે તહેનાત કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર્સ ( Frontline Workers) ની શ્રેણીમાં રાખવામાં આવશે. ભારત સરકારે તેમના રસીકરણ અભિયાન (Vaccination campaign)નો વ્યાપ વિસ્તાર્યો છે. 3 જાન્યુઆરી, 2020 થી, 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરને રસી આપવાનું શરૂ થશે.

3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના કિશોરને રસી અપાશે
25 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 15 થી 18 વર્ષની વય જૂથના કિશોર માટે રસીકરણ અભિયાન 3 જાન્યુઆરીથી શરૂ થશે. આ સિવાય વડાપ્રધાને કહ્યું કે 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના રસીના વધારાના ડોઝ આપવામાં આવશે. રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું કે કોવિડ-19 સામેના યુદ્ધમાં દેશને સુરક્ષિત રાખવામાં ફ્રન્ટલાઈન વર્કર્સની ભૂમિકા ઘણી મોટી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 15 થી 18 વર્ષના કિશોર માટે, ઓનલાઈન અથવા રસી કેન્દ્રની મુલાકાત લઈને નોંધણી કરાવી શકાય છે. જ્યારે રસી કેન્દ્રો પર રસીના સ્લોટ ઉપલબ્ધ હોય ત્યારે રસીકરણ કરવામાં આવશે.

વૃદ્ધો ડૉક્ટરની સલાહ લઈ શકે છે
પીએમે કહ્યું કે કોરોનાનો આ વધારાનો ડોઝ 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે પણ ઉપલબ્ધ હશે જેઓ રોગોથી પીડિત છે. આવા લોકો તેમના ડૉક્ટરની સલાહ પર કોરોના રસીના વધારાના ડોઝ લઈ શકે છે. કોરોના (Corona) અને ઓમિક્રોનના (Omicron) વધતા ખતરાની વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝ આપવાનુ શરુ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ પીએમએ બૂસ્ટર ડોઝને બદલે ‘સાવચેતીના ડોઝ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ

દિલ્હીમાં ઓમિક્રોનનું #YellowAlert, લોકો લઈ રહ્યા છે મજાકમાં, સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે ફની મીમ્સ

આ પણ વાંચોઃ

ભાજપ સરકાર ઓમિક્રોનના નામે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવાનું ષડયંત્ર કરી રહી છે: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ

Next Article