દિલ્હીમાં ઓમિક્રોનનું #YellowAlert, લોકો લઈ રહ્યા છે મજાકમાં, સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે ફની મીમ્સ

દિલ્હીમાં ઓમિક્રોનનું #YellowAlert, લોકો લઈ રહ્યા છે મજાકમાં, સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે ફની મીમ્સ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં સતત બે દિવસથી ચેપનો દર 0.5% રહ્યો છે. આવી સ્થિતિમાં લેવલ વન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 28, 2021 | 6:22 PM

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના (Omicron Variant) વધતા જતા કેસ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે. આ સાથે કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. જે અંતર્ગત મલ્ટીપ્લેક્સ-બેન્ક્વેટ હોલ, શાળા-કોલેજો અને જીમ બંધ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન ટ્વિટર પર #YellowAlert ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યાં દેશમાં આ વેરિઅન્ટ ફેલાવાનો ભય છે, ત્યારે કેટલાક લોકો તેને લઈને મજાકના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ હેશટેગ યલો એલર્ટ મૂકીને ફિલ્મ કલાકારોના ફોટા સાથે ફની મીમ્સ શેર કરી રહ્યા છે.

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને દેશ અને દુનિયામાં ગભરાટનો માહોલ છે, ત્યારે યુઝર્સ સોશિયલ મીડિયા પર સતત ફની મીમ્સ શેર કરી રહ્યાં છે. દિલ્હીમાં યલો એલર્ટ જાહેર થયા બાદ યુઝર્સ #YellowAlert હેશટેગ મૂકીને લખી રહ્યા છે, ‘અરે યાર, ફરી શું થયું.’ ઘણા યુઝર્સ જીમ બંધ થવાને લઈને ખૂબ નારાજ છે. લોકો કહે છે કે નાઈટ કર્ફ્યુ અને યલો એલર્ટ જેવી બાબતોથી કંઈ થશે નહીં. જો કે કેટલાક લોકો મીમ્સ દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં સતત બે દિવસથી સંક્રમણ દર 0.5%થી ઉપર આવી રહ્યો હતો. 26 ડિસેમ્બરે કોરોના ચેપ દર 0.55% અને 27 ડિસેમ્બરે 0.68% હતો. તેથી ‘યલો એલર્ટ’ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં ઓમિક્રોનના 160થી વધુ કેસ છે.

આ પણ વાંચો –11,040 કરોડ રૂપિયાનું ‘ઓઇલ પામ મિશન’ દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર

આ પણ વાંચો –Gandhinagar: ભરતીના મુદ્દે સચિવાલય બહાર વિદ્યા સહાયકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, રાજ્ય સરકારે ઠાલા વચન આપ્યાનો કર્યો આક્ષેપ

આ પણ વાંચો –GANDHINAGAR : કોરોના સંદર્ભે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અને ધન્વંતરિ- સંજીવની રથના મોનિટરિંગની સૂચના અપાઇ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati