Chandrayaan 3: એન્જિન ફેલ થયા બાદ પણ ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જાણો કેવી રીતે ?

|

Aug 09, 2023 | 6:46 AM

ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે જો બધું નિષ્ફળ જાય, જો બધા સેન્સર નિષ્ફળ જાય, કંઈ કામ ન કરે, તો પણ તે (વિક્રમ) ઉતરશે. તેને તે રીતે બનાવવામાં આવ્યું છે. પ્રોપલ્શન સિસ્ટમ પણ સારી રીતે કાર્ય કરી શકે છે.

Chandrayaan 3: એન્જિન ફેલ થયા બાદ પણ ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જાણો કેવી રીતે ?
Image Credit source: Google

Follow us on

ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવામાં સક્ષમ હશે, પછી ભલે તેના તમામ સેન્સર અને બંને એન્જિન નિષ્ફળ જાય. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે મંગળવારે આ વાત કહી હતી.

આ પણ વાંચો: Chandrayaan 3 Live Tracker : આજે આ સમયે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3, જુઓ તેનો LIVE VIDEO

બિન-લાભકારી સંસ્થા દિશા ભારત દ્વારા આયોજિત ચંદ્રયાન-3 ભારતના ગૌરવ અવકાશ મિશન વિષય પરની વાતચીત દરમિયાન, સોમનાથે જણાવ્યું હતું કે લેન્ડર ‘વિક્રમ’ની સંપૂર્ણ ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે નિષ્ફળતાને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

એન્જિન ફેલ થવા પર પણ ચંદ્રયાન લેન્ડ કરશે

સોમનાથે કહ્યું કે જો બધું નિષ્ફળ જાય, જો બધા સેન્સર નિષ્ફળ જાય, કોઈ વસ્તું કામ ન કરે, તો પણ તે (વિક્રમ) ઉતરશે. પ્રોપલ્શન સિસ્ટમ સારી રીતે કામ કરે તે રીતે તેને રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે

ચંદ્રયાન-3ને 14 જુલાઈએ અવકાશમાં છોડવામાં આવ્યું હતું અને તે 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. તેને ચંદ્રની નજીક લાવવા માટે વધુ ત્રણ ડી-ઓર્બિટીંગ ફરવું પડશે, જેથી વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. સોમનાથે કહ્યું કે આ ડી-ઓર્બિટીંગ કવાયત 9 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 16 ઓગસ્ટના રોજ થશે.

ચંદ્રયાન-2 મિશનની નિષ્ફળતામાંથી મળી શીખ

ઈસરોના ચીફ સોમનાથે જણાવ્યું કે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે ત્યારે તેને ચંદ્ર પર સુરક્ષિત રીતે ઉતરવા માટે વર્ટિકલ રીતે લાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ છે, કારણ કે અગાઉ ચંદ્રયાન-2 મિશન દરમિયાન, ISRO તેના લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં સફળ રહ્યું ન હતું. સોમનાથે કહ્યું કે આડીથી ઊભી દિશામાં સ્થાનાંતરિત કરવાની ક્ષમતા એ એક પ્લાન છે જેને આપણે બરાબર રાખવાનો છે, છેલ્લી વખત માત્ર આ સમસ્યા આવી અને મિશન નિષ્ફળ ગયું હતું.

ચંદ્રયાન 3 મિશનની હમણા સુધીની ઘટનાઓ

  • 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ.
  • 15 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાનના સ્પેસક્રાફ્ટે ફાયરિંગની મદદથી પૃથ્વીની પ્રથમ ભ્રમણકક્ષામાં ફરવાનું શરુ કર્યુ.
  • 17 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની બીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 18 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 20 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન 3એ પૃથ્વીની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
  • 25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3એ પૃથ્વીની અંતિમ અને પાંચમી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરવાનું શરુ કર્યુ
  • 1 ઓગસ્ટની મધરાત્રે 12 થી 1 કલાકની વચ્ચે ચંદ્રયાન 3એ પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે.
  • 5 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન 3એ પ્રવેશ કર્યો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article