AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 Live Tracker : આજે આ સમયે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3, જુઓ તેનો LIVE VIDEO

Chandrayaan 3 Live Tracker Video : આજે 5 ઓગસ્ટ, 2023ના સાંજે 7 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3એ ચંદ્રના (Moon) લગભગ બે તૃતીયાંશ અંતરને પૂર્ણ કરી લીધું છે. હાલમાં ચંદ્રયાન 3 ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે, આજે ચંદ્રયાન 3 ચંદ્રની વધુ નજીક પહોંચી જશે. 

Chandrayaan 3 Live Tracker : આજે આ સમયે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3, જુઓ તેનો LIVE VIDEO
Mission Chandrayaan 3Image Credit source: ISRO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 8:13 AM
Share

Chandrayaan 3 : ઈસરો અને ભારતીયો માટે આજે ઐતિહાસિક દિવસ છે. 14 જુલાઈ, 2023એ લોન્ચ થયેલું ચંદ્રયાન આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. આજે 5 ઓગસ્ટ, 2023ના સાંજે 7 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3એ ચંદ્રના (Moon) લગભગ બે તૃતીયાંશ અંતરને પૂર્ણ કરી લીધું છે. હાલમાં ચંદ્રયાન 3 ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે, આજે ચંદ્રયાન 3 ચંદ્રની વધુ નજીક પહોંચી જશે.

ચંદ્રયાન 3 પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. બેંગ્લોરના ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સતત ચંદ્રયાન પર નજર રાખી રહ્યું છે. તેના માટે લાઈવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈવ ટ્રેકરની મદદથી તમે ચંદ્રયાન 3ની સફરને લાઈવ જોઈ શકો છો. તેની મદદથી તમે જાણી શકો છો કે ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન 3ને કેટલો સમય લાગશે અને તેની ઝડપ કેટલી છે.

ચંદ્રયાન 3નું લાઈવ લોકેશન

ચંદ્રયાન 3 મિશનની હમણા સુધીની ઘટનાઓ

  • 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ.
  • 15 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાનના સ્પેસક્રાફ્ટે ફાયરિંગની મદદથી પૃથ્વીની પ્રથમ ભ્રમણકક્ષામાં ફરવાનું શરુ કર્યુ.
  • 17 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની બીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 18 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 20 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન 3એ પૃથ્વીની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
  • 25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3એ પૃથ્વીની અંતિમ અને પાંચમી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરવાનું શરુ કર્યુ
  • 1 ઓગસ્ટની મધરાત્રે 12 થી 1 કલાકની વચ્ચે ચંદ્રયાન 3એ પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે.
  • 5 ઓગસ્ટના દિવસે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3.

આ પણ વાંચો : Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video

મિશન ચંદ્રયાન 3માં 23 ઓગસ્ટ સુધી શું થશે ?

  • 5 ઓગસ્ટે સાંજે લગભગ 7 વાગ્યે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશો. તે ચંદ્રના 5 ચક્કર લગાવશે.
  • 17 ઓગસ્ટે ચંદ્રના 5 ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર આવશે. ઈન્ટિગ્રેટેડ મોડયૂલ 100 કિમી વાળા ઓર્બિટમાં ચક્કર લગાવશે.
  • 18 ઓગસ્ટે ડીબુસ્ટિંગ પ્રકિયાથી ચંદ્રયાનના લેન્ડર મોડયૂલની ગતિ ઘટાડાશે. તેને 180 ડિગ્રીના એન્ગલ સાથે ઊલટી દિશામાં ફેરવાશે.જેથી ગતિ ઘટે.
  • ચંદ્ર તરફ જવા માટે ગતિને 2.38 કિમી પ્રતિ સેકન્ડથી ઓછી કરીને 1 કિમી પ્રતિ સેકન્ડ કરાશે.
  • 20 ઓગસ્ટે લેન્ડર મોડયૂલ ડીઓર્બિટિંગ થશે. ચંદ્રયાન 3ના લેન્ડરને 100 x 30 કિમીના લૂનર ઓર્બિટમાં ઉમેરાશે. ત્યારબાદ લેન્ડિંગની તૈયારી કરાશે.
  • 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">