મોટો ઘટસ્ફોટ : અવકાશી દિશાહિનતાને કારણે CDS રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ, IAFએ જાહેર કર્યો અહેવાલ

|

Jan 17, 2022 | 11:08 PM

ત્રણેય સેનાઓની સંયુક્ત તપાસ બાદ જાહેર કરાયેલા નિવેદનમા કહેવામા આવ્યુ છે કે, અવકાશી દિશાહિનતાને કારણે પાયલોટે હેલિકોપ્ટર પરનું નિયંત્રણ ગુમાવ્યું અને પરિણામે આ અકસ્માત થયો.

મોટો ઘટસ્ફોટ : અવકાશી દિશાહિનતાને કારણે CDS રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ, IAFએ જાહેર કર્યો અહેવાલ
Bipin Rawat's helicopter crash (File Photo)

Follow us on

લેખક: બિક્રમ વ્હોરા

ભારતીય વાયુસેના (IAF) એ તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના (CDS Bipin Rawat helicopter Crash) અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને અન્ય 13 લોકોના મૃત્યુ થયા હતા. IAFના ક્રેશ ઈન્ક્વાયરી રિપોર્ટ અનુસાર, ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.

ત્રણેય સેનાઓની સંયુક્ત તપાસ બાદ જાહેર કરાયેલા નિવેદનમા કહેવામા આવ્યુ છે કે, ખીણમાં અણધાર્યા હવામાન પરિવર્તનને કારણે હેલિકોપ્ટર વાદળોથી ઘેરાયેલું હતું. આ પછી, અવકાશી દિશાહિનતાને કારણે, પાયલોટે હેલિકોપ્ટર પરનું નિયંત્રણ ગુમાવ્યું અને પરિણામે આ અકસ્માત થયો.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

હેલિકોપ્ટરમાં આતંકવાદી હુમલાની અટકળો પર પૂર્ણ વિરામ

સામાન્ય રીતે આવી તપાસમાં મહિનાઓ લાગી જાય છે અને સચોટ રિપોર્ટ પણ ઉપલબ્ધ થતો નથી. જો કે, આ મામલે તપાસને ઝડપી બતાવીને દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાનને ગણાવ્યુ હતુ, જેણે હેલિકોપ્ટરમાં આતંકવાદી હુમલાની શક્યતા અંગેની તમામ અટકળો પર હાલ પૂર્ણ વિરામ મૂકી દીધુ છે. રિપોર્ટ અનુસાર આ તમામ કારણોને સત્તાવાર રીતે સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે.

આકાશી દિશાહિનતાને કારણે વિમાન ક્રેશ થયુ

તમને જણાવવુ રહ્યુ કે, આ IAF રિપોર્ટ ટીવી 9 દ્વારા અકસ્માતના 48 કલાક પછી લખવામાં આવેલા રિપોર્ટને મળતો આવે છે. આ દુર્ઘટનાના વિસ્તારમાં આકાશી વિચલનની સ્થિતિ સૌથી વધુ હતી. અમે પહેલેથી જ ઉલ્લેખ કર્યો હતો કે ઉડ્ડયનમાં પ્રમાણભૂત સ્થિતિ છે, જેને આકાશી દિશાહિનતા કહેવામાં આવે છે. જેમાં, પાયલોટ જમીન અથવા અન્ય પવનની ગતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં અસમર્થ બને છે.

આ સ્થિતિને મેડિકલમાં કોરિઓલિસ ઇલ્યુઝન કહેવામાં આવે છે. જેમાં પ્લેનને ફેરવતી વખતે પાઈલટનું માથું આગળ કે પાછળ નમેલું હોય તો તે મૂંઝાઈ શકે છે અને જેને કારણે તે કાબૂ ગુમાવી શકે છે. IAF દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર રિપોર્ટ પણ આ જ કહેવામાં આવ્યુ છે. આ રિપોર્ટ મુજબ, હેલિકોપ્ટર ધુમ્મસમાં ફસાઈ ગયું હતું અને વિઝિબિલિટી શૂન્ય હોવાને કારણે પાયલોટે પોતાનો કાબુ ગુમાવ્યો હતો.

કોબે બ્રાયન્ટ સાથેના અકસ્માત વખતે પણ આ પરિસ્થિતી

જો તમને યાદ હોય તો કોબે બ્રાયન્ટ સાથેના અકસ્માત વખતે પણ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં ફસાઈ ગયુ હતુ. કમનસીબે, આ બે અકસ્માતો વચ્ચે ઘણી સામ્યતાઓ છે. આ તપાસમાં એવુ તારણ નીકળ્યુ હતુ કે, પાયલોટને 8500 કલાકનો ઉડાનનો અનુભવ હતો. આમ છતાં તેણે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવ્યુ હતું. તે દરમિયાન, NTSB પ્રમુખ રોબર્ટ સુમવાલ્ટે ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે કહ્યુ હતુ કે, અવકાશી દિસાહિનતા પાયલોટને મૂંઝવણમાં મૂકી શકે છે અને દ્રશ્યોને યોગ્ય રીતે ઓળખવામાં અસમર્થ બનાવે છે. તેણે એ પણ જણાવ્યુ હતુ કે આવી સ્થિતિમાં કઈ પ્રકારની તાલીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આ સમગ્ર નિવેદન સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ પર લાગુ થઈ શકે છે.

NTSB બોર્ડના સભ્ય માઈકલ ગ્રેહામે ત્યારબાદ કહ્યુ હતુ કે, દુર્ભાગ્યવશ આપણે આ પહેલા પણ આવી ઘટનાઓ જોઈ છે. હેલિકોપ્ટરે હવામાનશાસ્ત્રીય પરિસ્થિતિઓમાં પણ VFR હેઠળ ઉડાન ભરી હતી, પરંતુ કમનસીબે અવકાશી દિશાહિનતાને કારણે પ્લેન નિયંત્રણની બહાર થઈ ગયુ હતુ. CDS રાવતના અકસ્માતના સંદર્ભમાં પણ ગ્રેહામનું નિવેદન સમજી શકાય છે. કારણ કે તેનું અનુમાન ખૂબ જ સચોટ છે.

IAF રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામા આવ્યુ છે કે, MI17 હેલિકોપ્ટરે આ વિસ્તારમાં નિયંત્રિત ઉડાન ભરી હતી. IATA ની જવાબદારી છે કે તે ઉડ્ડયન સુરક્ષા જોખમોનું ડેટા-આધારિત મૂલ્યાંકન કરે અને પર્વતીય વિસ્તારોમાં નિયંત્રિત ફ્લાઇટ (CFIT) દરમિયાન એરક્રાફ્ટ અકસ્માતોને ઘટાડવા માટે અસરકારક ઉકેલોનો અમલ કરે.

CFIT ના કિસ્સામાં, તમે ઊંચાઈ પર સીધા ઉડાન ભરી રહ્યા છો, પરંતુ અચાનક નીચે પડવાનું શરૂ થાય અથવા તમારી સામે અચાનક કોઈ અવરોધ આવી જાય. આવા અચાનક અકસ્માતો એ સંકેત છે કે વિમાનની તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી હતી.પરંતુ વિઝિબિલિટીના અભાવે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ.

વિશ્વના સૌથી ભયાનક અકસ્માતો

આ બધા કારણોને ધ્યાનમાં રાખીને IAFનો સત્તાવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્વના સૌથી ભયાનક અકસ્માતોની વાત કરીએ તો, મિયામી, ફ્લોરિડાથી કોલંબિયાના કાલી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 965 ચોક્કસપણે ચર્ચામાં છે. 20 ડિસેમ્બર 1995ના રોજ, બોઇંગ 757-200 વિમાન કોલંબિયાના બુગામાં એક પર્વત સાથે અથડાયું હતું. આ દર્દનાક દુર્ઘટનામાં 155 મુસાફરોમાંથી 151 મુસાફરો અને તમામ 8 ક્રૂ સભ્યોના મોત થયા હતા.

આ સિવાય 1 જાન્યુઆરી 1985ના રોજ, ઈસ્ટર્ન એરલાઈન્સ ફ્લાઈટ 980 બોઈંગ 727 જેટલાઈનર લા પાઝ (બોલિવિયા)માં લેન્ડ કરતી વખતે વિમાન 19,600 ફૂટની ઊંચાઈએ માઉન્ટ ઈલિમાની સાથે અથડાયુ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હતા.

અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો

ઉપરાંત 6 ઓગસ્ટ 1997ના રોજ, કોરિયન એર ફ્લાઇટ 801 (KE801, KAL801) યુનાઇટેડ સ્ટેટ્સના ગુઆમ ક્ષેત્રમાં એન્ટોનિયો બી. વોન પેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ક્રેશ થયુ હતુ. આ અકસ્માતમાં 228 લોકોના મોત થયા હતા. 24 જાન્યુઆરી 1966ના રોજ, એર ઈન્ડિયા 101 A 707 આકસ્મિક રીતે મોન્ટ બ્લેન્ક, ફ્રાન્સમાં લેન્ડ થયુ હતુ. રડાર કંટ્રોલર અને પાયલોટ વચ્ચેની વાતચીતના ખોટા અર્થઘટનને કારણે આ અકસ્માત થયો હતો.

આ વાત VOR ડેટામાંથી બહાર આવી હતી. આ દુર્ઘટના લગભગ એ જ જગ્યાએ થઈ હતી જ્યાં 1950માં એર ઈન્ડિયાની ફ્લાઈટ 245 સુપર કોની ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 48 લોકોના મોત થયા હતા.

 

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસે વિશ્વ નિહાળશે ભારતની ‘શક્તિ’, આકાશમાં ગર્જના કરશે રાફેલ અને જગુઆર

આ પણ વાંચો : Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ, 2 ભારતીય સહિત 3ના મોત

Published On - 6:50 pm, Mon, 17 January 22

Next Article