Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ, 2 ભારતીય સહિત 3ના મોત

UAE પર Houthis Attack: યમનના Houthi બળવાખોરોએ સાઉદી અરેબિયા બાદ UAEને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અહીં સંભવિત ડ્રોન હુમલો થયો છે, જેના કારણે અબુ ધાબીમાં બે જગ્યાએ આગ લાગી છે.

Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ, 2 ભારતીય સહિત 3ના મોત
Houthi rebels attack UAE (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:14 PM

યમનના (Yemen) હુથી બળવાખોરોએ (Huthi rebels) સંયુક્ત આરબ અમીરાત (UAE) પર મોટો હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ અબુ ધાબી પોલીસને ટાંકીને આ માહિતી આપી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ત્રણેય ઓઈલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના (Abu Dhabi International Airport) નવા કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગવાની માહિતી મળી છે. પરંતુ તેના કારણે એરપોર્ટને વધુ નુકસાન થયું નથી. આગ નજીવી હતી. આ ઈરાન સમર્થિત બળવાખોરોએ પોતે હુમલાની કબૂલાત કરી છે. આ હુમલામાં બે ભારતીય સહિત કુલ 3ના મૃત્યુ નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે

સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં બે જગ્યાએ આગ લાગવાની માહિતી પોલીસને મળી હતી. આમાંથી એક આગ મુસાફામાં શરૂ થઈ હતી, જ્યારે બીજી આગની ઘટના એરપોર્ટ ખાતે. પોલીસને આશંકા છે કે આ ડ્રોન હુમલાના કારણે થયું છે. ઘટના સોમવારે સવારે બની હતી. Houthi સંગઠન દ્વારા નિયંત્રિત કરાયેલા દળના પ્રવક્તા યાહ્યા સારી (Yahya Saree) સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ અનુસાર, Houthi “આગામી કલાકોમાં સંયુક્ત આરબ અમીરાતમાં મોટી સૈન્ય કાર્યવાહી” કરવાની યોજના ધરાવે છે. સાઉદી અરેબિયા બાદ Houthi વિદ્રોહીઓએ UAE પર હુમલા શરૂ કર્યા છે.

ઘટનાઓની તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક મીડિયા વેબસાઈટ અનુસાર, બંને જગ્યાએ આગને કાબૂમાં લેવામાં આવી છે (Fire Incidents in Adu Dhabi). આના કારણે હવાઈસેવાના ટ્રાફિકને પણ અસર થઈ ન હતી. તેમજ કોઈ મોટું નુકસાન થયું નથી. આગનું કારણ જાણવા માટે વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ, Houthi સાઉદી અરેબિયા પર ઘણી વખત આવા હુમલા કર્યા છે. પરંતુ હવે તે યુએઈને નિશાન બનાવી રહ્યો છે. Houthi એ સાઉદી અરેબિયામાં તેલ સુવિધાઓ અને કેટલાક શહેરો પર મિસાઇલો છોડી છે. તે યમન યુદ્ધમાં સાઉદી અરેબિયાની ભાગીદારીથી નારાજ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

શા માટે હું UAE ને ટાર્ગેટ કરી રહ્યો છું? Houthi વિદ્રોહીઓએ યમનના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે. અહીં સાઉદીની આગેવાની હેઠળનું સૈન્ય ગઠબંધન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને પુનઃસ્થાપિત કરવા માટે Houthi સામે લડી રહ્યું છે. 2015માં યમન સિવિલ વોર સામે લડવા માટે UAE સાઉદી ગઠબંધનમાં જોડાયું હતું. જેના કારણે હુતી હવે UAEને નિશાન બનાવી રહ્યા છે. તેણે 2 જાન્યુઆરીએ રાવબી નામના UAE કાર્ગો શિપનો પણ કબજો મેળવ્યો હતો. બોર્ડ પરના 11 લોકોને બાન બનાવી લેવામાં આવ્યા હતા. બાનમાં લેવાયેલાઓમાં 7 ભારતીય પણ છે. સંયુક્ત રાષ્ટ્ર અને ભારતે આ તમામ લોકોને મુક્ત કરવા Houthiને વિનંતી કરી છે. સાઉદીનું કહેવું છે કે જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતું. જ્યારે Houthi સંગઠનનું કહેવું છે કે તે તેના વિસ્તારમાં હતું.

આ પણ વાંચોઃ

પ્રજાસત્તાક દિવસે વિશ્વ નિહાળશે ભારતની ‘શક્તિ’, આકાશમાં ગર્જના કરશે રાફેલ અને જગુઆર

g clip-path="url(#clip0_868_265)">