પ્રજાસત્તાક દિવસે વિશ્વ નિહાળશે ભારતની ‘શક્તિ’, આકાશમાં ગર્જના કરશે રાફેલ અને જગુઆર

Azadi Ka Amrit Mahotsav: આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ ખૂબ જ ખાસ બનવાની છે. આકાશમાં રાફેલ, સુખોઈ અને જગુઆર સહતી ઘણા ફાઈટર પ્લેન ઉડતા જોવા મળશે.

પ્રજાસત્તાક દિવસે વિશ્વ નિહાળશે ભારતની 'શક્તિ', આકાશમાં ગર્જના કરશે રાફેલ અને જગુઆર
75 fighter aircraft will fly on Republic Day (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:30 PM

ભારતમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને (Republic Day) યોજાતી પરેડને માત્ર દેશની અંદર જ પસંદ કરવામાં આવે છે એવુ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થાય છે. આ વર્ષે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ અગાઉના દિવસ કરતા વધુ ખાસ બનવાનો છે. 26 જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણીના ભાગરૂપે 75 ફાઇટર એરક્રાફ્ટ આકાશમાં ઉડશે. રાજપથ ખાતે યોજાનારી આ અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે.

પાંચ રાફેલ ફાઈટર એરક્રાફ્ટ પોતાના કરતબ દેખાડવાની સાથોસાથ પોતાની શક્તિનુ પણ પ્રદર્શન કરશે. પ્રજાસત્તાક દિવસે યોજાનારી ફ્લાયપાસ્ટમાં પ્રથમ વખત નૌકાદળના MiG29K અને P8I ફાઈટર એરક્રાફ્ટ પણ ભાગ લઈ રહ્યા છે. વિંગ કમાન્ડર ઈન્દ્રનીલ નંદીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “ભારતીય વાયુસેના, આર્મી અને નેવીના એરક્રાફ્ટ સહિત કુલ 75 ફાઈટર એરક્રાફ્ટ સાથેની ભવ્ય ફ્લાયપાસ્ટ હશે. 17 જગુઆર એરક્રાફ્ટ અમૃત મહોત્સવના 75મા વર્ષના આકારમાં આકાશમાં દેખાશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કયા વિમાનો ઉડશે? પરેડની સાથે ધ્વજ ફોર્મેશનના 4 MI-17v5 હેલિકોપ્ટર, રુદ્ર ફોર્મેશનના 4 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર જોવા મળશે, પરેડ પછી ફ્લાઇટ પાસ્ટ દરમિયાન – રાહત ફોર્મેશનની 5 ALH એરો ફોર્મેશન ઉડાણ ભરશે. બીજી રચના મેધના રહેશે જે 71ના યુદ્ધની યાદમાં 1 ચિનૂક અને 4 Mi-17માં ઉડાણ ભરશે. ત્રીજી રચના એકલવ્યની રહેશે જેમા 1 Mi 35 હેલિકોપ્ટર અને ચાર અપાચે હેલિકોપ્ટર ઉડશે. ચોથી રચના – તાંગેલ રહેશે જે 71ના યુદ્ધમાં તાંગેલ એર ડ્રોપની યાદમાં રાખવામાં આવી છે. જેમા 1 ડાકોટા વિન્ટેજ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 2 ડોર્નિયર એરક્રાફ્ટ વિંગ ફોર્મેશનમા ઉડાણ ભરશે.

પાંચમી રચના તરણ હશે જેમા 3 C-130 વિગ ફોર્મેશન, છઠ્ઠુ ફોર્મેશન નેત્રા છે જેમા 1 Awax એરક્રાફ્ટ સાથે, 2 સુખોઈ અને 2 મિગ 29 એરો ફોર્મેશનમાં ઉડશે. સાતમુ ફોર્મેશન વિનાશનુ છે જેમાં, 5 રાફેલ ફાઈટર વિમાન એરો ફોર્મેશનમાં ઉડાણ ભરશે. આઠમુ ફોર્મેશન બાઝ છે જેમા, 1 રાફેલ, 2 મિગ-29, 2 જગુઆર, 2 સુખોઈ ઉડશે. તો નવમુ ફોર્મેશન ત્રિશુલ રહેશે જેમા, 3 સુખોઈ ઉડતા ત્રિશૂળનો આકાર બનાવશે, દસમુ ફોર્મેશન વરુણનું રાખવામાં આવ્યુ છે. જેમા નેવીનું લોંગ રેન્જ પેટ્રોલ એરક્રાફ્ટ P8i અને નેવીનું મિગ- 29 K સાથે ઉડાણ ભરશે.

અગિયારમા ફોર્મેશન ત્રિરંગા માટે 5 ALH, બારમા ફોર્મેશન વિજય માટે રાફેલ ઉડાડવામાં આવશે જે રાષ્ટ્રપતિનિ સમક્ષ યોજાશે. તેરમુ ફોર્મેશન અમૃતના ભાગરૂપે 17 જગુઆર 75 અંકના આકારમાં એકસાથે ઉડશે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાયુસેનાની માર્ચિંગ ટુકડીમાં 4 અધિકારીઓ અને 96 એરમેન ભાગ લેશે. એરફોર્સ બેન્ડમાં કુલ 72 સંગીતકારો અને 3 ડ્રમર્સ ભાગ લઈ રહ્યા છે.

આ વખતે ઓછા લોકો જોડાઈ શકશે સંરક્ષણ સંસ્થાનના સૂત્રોએ શનિવારે પીટીઆઈને જણાવ્યું કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે માત્ર 24 હજાર લોકોને પરેડમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અગાઉ 2020માં લગભગ 1.25 લાખ લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે ભારતમાં કોરોના વાયરસ રોગચાળો શરૂ થયો તે પહેલા. આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હવે 24 જાન્યુઆરીને બદલે 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, કારણ કે આ દિવસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એક ખાસ ગેલેરી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સંસ્કૃતિ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ દ્વારા ભુવનેશ્વર અને ચંદીગઢમાં કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ કલાકારોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનાર ગાયબ નાયકોની તસવીરો તૈયાર કરવામાં આવી છે, જેમાં તેમના શૌર્ય અને સંઘર્ષની ગાથાઓ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Wealth Inequality: સૌથી ધનિક 98 લોકો પાસે દેશના 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ, ફક્ત 10 શ્રીમંતો રાષ્ટ્રના તમામ બાળકોને આગામી 25 વર્ષ સુધી ભણાવા સક્ષમ- Oxfam India

આ પણ વાંચોઃ

OBC Reservation: ઓબીસી રાજકીય અનામતને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું રાજકારણ ફરી ગરમાયુ

g clip-path="url(#clip0_868_265)">