AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બાંગ્લાદેશમાં વધુ એક ભારતીય અધિકારીનું શંકાસ્પદ મોત, હાઈ કમિશનના અધિકારીનો મળ્યો મૃતદેહ

ચટગાંવમાં ઈન્ડિયન હાઈ કમિશનના અધિકારીઓએ મંગળવારે આ ઘટનાની જાણકારી પોલીસને આપી છે. મૃતક અધિકારી નરેન્દ્રનો આજે સવારે રૂમ ન ખૂલતા સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.

Breaking News: બાંગ્લાદેશમાં વધુ એક ભારતીય અધિકારીનું શંકાસ્પદ મોત, હાઈ કમિશનના અધિકારીનો મળ્યો મૃતદેહ
| Updated on: May 19, 2026 | 8:37 PM
Share

બાંગ્લાદેશના ભારતીય ઉચ્ચાયુક્ત ના એક અધિકારીની શંકાસ્પદ હાલતમાં ડેડબોડી મળી છે. પોલીસે મંગળવારે ચટગાંવના ખુલ્શી વિસ્તારમાં સ્થિત ભારતના સહાયક ઉચ્ચાયોગના કાર્યાલયેથી એક ભારતીય નાગરિકનુ શબ મળ્યુ છે. આ વ્યક્તિનું નામ નરેન્દ્ર છે. જેઓ હરિયાણાના નિવાસી હતા. તેઓ ચટગાંવ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં સિક્યોરિટી પ્રોટોકોલ ઓફિસર હતા. તેમના મોતનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

મળતી જાણકારી અનુસાર મંગળવારે સવારે 35 વર્ષિય નરેન્દ્ર તેમના રૂમનો દરવાજો ખોલી રહ્યા ન હતા . પહેલા ત્યાં હાજર અન્ય અધિકારીઓએ તેમની રીતે દરવાજો ખોલવાની કોશિશ કરી. જ્યારે તેમણે દરવાજો ન ખોલ્યો તો પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેમનો રૂમ ખોલ્યો તો ત્યાંથી તેમની ડેડબોડી મળી આવી છે.

ચિત્તાગોંગ મેટ્રોપોલિટન પોલીસ (CMP) કમિશનર હસન મોહમ્મદ શૌકત અલીએ બાંગ્લાદેશી અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’ને જણાવ્યું હતું કે નરેન્દ્ર તે ઓફિસમાં સુરક્ષા પ્રોટોકોલ ઓફિસર તરીકે કાર્યરત હતા.

CMP કમિશનરના જણાવ્યા મુજબ, દૂતાવાસના અધિકારીઓને શરૂઆતમાં નરેન્દ્રના રૂમમાંથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી.

તપાસ રિપોર્ટ તૈયાર થયા પછી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચિત્તાગોંગ મેડિકલ કોલેજ હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તપાસમાં હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોસ્ટમોર્ટમ થયાપછી જ મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી થશે.

સીએમપીના ડેપ્યુટી કમિશનર (ઉત્તર ઝોન), અમીરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવશે, અને પોસ્ટમોર્ટમ પછી, મૃતદેહને ભારતીય સહાયક ઉચ્ચ આયોગના અધિકારીઓને સોંપવામાં આવશે.

Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">